Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Congress નો ડખો હવે સામાજિક લડાઈ બન્યો: MLA Kirit Patel ની પડખે પાટીદારો! અમે ફુદા ઉડાડીશું તો...!

Jignesh Mevani VS Kirit Patel: પાટણ કોંગ્રેસમાં SC મોરચાની વરણી મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે કિરીટ પટેલ vs જીગ્નેશભાઈ મેવાણીમાં ફેરવાયો છે. મેવાણીના ‘ફુદા’ નિવેદન સામે પાટીદાર નેતાઓ વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયા મેદાને આવ્યા છે. તેમણે જીગ્નેશભાઈ મેવાણીને અહમ છોડવા અને સામાજિક મર્યાદા જાળવવા ચીમકી આપી છે, જેનાથી કોંગ્રેસમાં આંતરિક ડખ્ખો સામાજિક લડાઈ બન્યો છે.
gujarat congress નો ડખો હવે સામાજિક લડાઈ બન્યો  mla kirit patel ની પડખે પાટીદારો  અમે ફુદા ઉડાડીશું તો
Advertisement
  • Jignesh Mevani VS Kirit Patel: કિરીટભાઈ પટેલની પડખે પાટીદારો!
  • કોંગ્રેસનો આંતરિક ડખ્ખો હવે સામાજિક લડાઈનો બન્યો મુદ્દો
  • જીજ્ઞેશભાઈ મેવાણીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓની ચીમકી

Jignesh Mevani VS Kirit Patel:ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિવાદ હવે પક્ષની દીવાલોની બહાર નીકળીને સામાજિક લડાઈ (Social Battle) તરફ વળ્યો છે. પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખની વરણીને લઈને શરૂ થયેલી ખેંચતાણ હવે પાટીદાર (Patidar) વિરુદ્ધ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી (MLA Jignesh Mevani) ના જંગમાં ફેરવાઈ ગઈ છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ (MLA Kirit Patel) ની નારાજગી બાદ પાટીદાર અગ્રણીઓ મેદાને આવતા રાજકારણ ગરમાયું છે.

Jignesh Mevani VS Kirit Patel: નિવેદન સામે પાટીદારોમાં આક્રોશ

ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ કિરીટભાઈ પટેલની નારાજગી અને વિરોધ પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "ફુદાનું ચણુંય નહીં આવે." જીગ્નેશભાઈ મેવાણીના આ શબ્દોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોવાના આરોપ લાગ્યા છે. પાટીદાર સમાજ આ નિવેદનને પોતાના પ્રતિષ્ઠિત નેતાના અપમાન (Insult) તરીકે જોઈ રહ્યો છે. આ જ કારણ છે કે હવે કોંગ્રેસના આંતરિક મુદ્દામાં પાટીદાર નેતાઓ વરૂણભાઈ પટેલ અને દિનેશભાઈ બાંભણિયાની એન્ટ્રી થઈ છે.

Advertisement

Jignesh Mevani VS Kirit Patel: Varun Patel ની આકરા શબ્દોમાં ચીમકી

પાટીદાર નેતા વરૂણભાઈ પટેલે કિરીટભાઈ પટેલ (Varun Patel) ના સમર્થનમાં આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "પક્ષ ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે." જીગ્નેશભાઈ મેવાણીના નિવેદન પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જો અમે 'ફુદા' ઉડાડવાનું શરૂ કરીશું તો તે શાંતિ માટે જોખમી (Risk to Peace) સાબિત થશે. વરૂણભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે સામાજિક ગૌરવ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

Advertisement

Jignesh Mevani VS Kirit Patel: દિનેશભાઈ બાંભણિયાનો પ્રહાર

બીજી તરફ પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા (Dinesh Bambhania) એ પણ જીજ્ઞેશભાઈ મેવાણીને મર્યાદામાં રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, "જીજ્ઞેશભાઈએ અહમમાં આવીને મર્યાદા (Boundaries) ભૂલવી જોઈએ નહીં." દિનેશભાઈ બાંભણિયાએ વધુમાં એક ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું કે, જે નેતા માત્ર પોતાના અસ્તિત્વ (Survival) માટે લડાઈ કરતો હોય તે ક્યારેય સફળ થઈ શકતો નથી. તેમણે જીજ્ઞેશભાઈ મેવાણીને નમ્રતા રાખવા અને સાથી ધારાસભ્યોનું સન્માન કરવા તાકીદ કરી છે.

MLA કિરીટભાઈ પટેલે શું આપ્યો જવાબ?

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમાએ છે. કોંગ્રેસના જ બે ધારાસભ્યો આવ્યા સામે સામે છે. જિગ્નેશભાઈ મેવાણીના નિવેદન સામે કિરીટભાઈ પટેલે જવાબ આપ્યો છે. રાજકીય નિવેદનો અને બફાટ યોગ્ય નથી. તેમને મીડિયામાં ગમે તેવા નિવેદનો કરવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતુ કે આવું બોલવું તે યોગ્ય નથી.

"જીગ્નેશ મેવાણી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા"

કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ સક્સેના (Hasmukh Saxena) ના પણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના સમર્થનમાં આવ્યા છે. હસમુખભાઈ સક્સેનાએ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું જીગ્નેશભાઈ મેવાણી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે. પોતાની જાતને રાષ્ટ્રીય નેતા ગણાવે છે. ભીડ ભેગી કરવા, રાજકીટ રોટલા શેકવા વીડિયો વાયરલ કરે છે.પાટીદાર અને દલિત સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવું કામ કરી રહ્યા છે. જીગ્નેશભાઈ મેવાણી કોંગ્રેસમાં ભાગલા પડે તેવું કામ કરી રહ્યા છે. કિરીટભાઈ પટેલનું સમર્થન કરતાં કહ્યું જીગ્નેશભાઈ મેવાણી માફી નહીં માગે તો અનુસૂચિત જાતિ કાર્યક્રમો આપશે. જરૂર જણાશે તો અનુસૂચિત જાતિ મોરચામાંથી રાજીનામાં પણ પડશે.

"પાટણનો પ્રશ્ન પાટણના લોકો સંભાળશે"

ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. જીગ્નેશભાઈ મેવાણી સાથે 10 વર્ષ રહેલા હરગોવન મકવાણા (Hargovan Makwana) એ જ ઉગ્ર શબ્દોમાં તેમના નિવેદનને વખોડ્યું છે. તેમણે ઉગ્ર શબ્દોમાં કહ્યું જીગ્નેશભાઈ મેવાણીએ તુચ્છ રાજકારણ ન કરવું જોઈએ. પાટણનો પ્રશ્ન પાટણના લોકો સંભાળશે. તેમનું નિવેદન અવ્યહારિક છે, આવા લોકોના કારણે વર્ગ વિગ્રહ થશે.

રાજકીય અને સામાજિક અસરો

હવે બે જ્ઞાતિઓના નેતાઓ આમને-સામને આવી ગયા છે. એક તરફ દલિત નેતા તરીકે જીજ્ઞેશભાઈ મેવાણી છે અને બીજી તરફ પાટીદાર નેતા કિરીટભાઈ પટેલ છે. જો આ વિવાદ જલ્દી શમશે નહીં, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Local Body Elections) કોંગ્રેસને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. પાટીદાર અગ્રણીઓનું મેદાને આવવું એ દર્શાવે છે કે હવે આ લડાઈ માત્ર પક્ષ પૂરતી મર્યાદિત રહી નથી.

હાલમાં પાટણ (Patan) અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ માટે આ પરિસ્થિતિ મુશ્કેલી બની છે. એક તરફ ડેમેજ કંટ્રોલ (Damage Control) કરવાની જરૂર છે, તો બીજી તરફ સામાજિક સમીકરણો જાળવી રાખવાનું દબાણ છે. જીજ્ઞેશભાઈ મેવાણીના આક્રમક તેવર અને પાટીદાર નેતાઓની ખુલ્લી ચીમકી વચ્ચે હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ "તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે" Jignesh Mevani અને Kirit Patel વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ કેમ?

Tags :
Advertisement

.

×