ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : 2027ની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં આવી, જાણો શું છે માસ્ટર પ્લાન

જિલ્લા પ્રમુખોની શોધ માટે આવતીકાલથી બેઠક શરૂ થશે. રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્ત નિરીક્ષકો જિલ્લામાં જશે
10:16 AM Apr 22, 2025 IST | SANJAY
જિલ્લા પ્રમુખોની શોધ માટે આવતીકાલથી બેઠક શરૂ થશે. રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્ત નિરીક્ષકો જિલ્લામાં જશે
Gujarat, Congress, Elections, CongressMasterplan Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

ગુજરાતમાં 2027ની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં આવી છે. જેમાં જિલ્લા પ્રમુખોની શોધ માટે આવતીકાલથી બેઠક શરૂ થશે. રાષ્ટ્રીય કોંગ્રેસ નિયુક્ત નિરીક્ષકો જિલ્લામાં જશે. તેમાં નિરીક્ષકો સાથે નિયુક્ત થયેલા નેતાઓ સહિત 5 લોકોની ટીમ જશે. રાજકોટ જિલ્લામાં અમિત ચાવડા, શહેરમાં ઋત્વિક મકવાણાને જવાબદારી આપી છે. તેમજ મહેસાણામાં સિદ્ધાર્થ પટેલ, પાટણમાં ગેનીબેન ઠાકોરને જવાબદારી તથા સાબરકાંઠામાં જગદીશ ઠાકોર, દેવભૂમિદ્વારકામાં પૂંજા વંશને જવાબદારી આપવામાં આવી છે.

કોંગ્રેસને સફળતા અપાવી શકે તેવા પ્રમુખોની નિમણૂક માટેની તૈયારીઓ શરૂ કરાઈ

જૂનાગઢમાં લાલજી દેસાઈ, અમરેલીમાં ઇન્દ્રવિજય સિંહ ગોહિલને જવાબદારી સાથે ચંદનજી ઠાકોરને વડોદરાની જવાબદારી સોંપાઇ છે. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી ઈન્ડિયા ગઠબંધન હેઠળ લડનાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંન્ને પક્ષોએ આવનારી બંન્ને પેટા ચૂંટણીઓ એકલા હાથે લડવાની તૈયારી કરી લીધી છે આ સાથે જ બંન્ને પક્ષોએ આવનારી વિધાનસભા 2027ની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસિલ કરી શકી નથી. જેના કારણે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી છે.

પ્રમુખોની નિમણૂક માટેની તૈયારીઓ શરૂ કરાઈ

જો કે હવે ગુજરાતમાં કોંગ્રેસમાં નવી ઉર્જાનું સંચાર કરવા તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગેસને બહાર કાઢવા રાહુલ ગાંધીએ ગુજરાતની કમાન સંભાળી છે જેના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખો જે કોંગ્રેસને સફળતા અપાવી શકે તેવા પ્રમુખોની નિમણૂક માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.

ભાજપને કેટલુ નુકસાન થાય છે તે 2027 વિધાનસભાની ચૂંટણીના પરિણામ બતાવશે

જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક માટે રાષ્ટ્રીય અને પ્રદેશના નિરિક્ષકોની નિમણૂક કરાઈ છે જેઓ તેમના જિલ્લામાં પ્રવાસ કરીને નક્કી કરાયેલી લાયકાત ધરાવતા પ્રમુખોની યાદી તૈયાર કરશે. ગુજરાતના રાજકારણમાં છેલ્લા 30 વર્ષથી મૂળિયા પાકા કરનાર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી સંગઠન મજબૂત કરવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે બંન્ને પાર્ટીઓની મહેનતથી ભાજપને કેટલુ નુકસાન થાય છે તે 2027 વિધાનસભાની ચૂંટણીના પરિણામ બતાવશે.

આ પણ વાંચો: Summer Hydration Hacks: તમે પાણીને બદલે આ વસ્તુઓથી તમારી તરસ છીપાવી શકો છો, કટોકટીમાં આ બાબતો ધ્યાનમાં રાખો

Tags :
CongressCongressMasterplan Gujarat NewselectionsGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article