Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cyber Crime : ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા, પાક. એકાઉન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા!

સાઇબર ક્રાઈમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટ મામલે ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી છે. પાકિસ્તાનનાં એકાઉન્ટમાં અધધ રૂ. 10 કરોડ ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી 25 કરોડ ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે. 386 સાઇબર ક્રાઈમની ફરિયાદોમાં ગુજરાતનાં 100 ખાતાનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી છે. DyCM હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે.
cyber crime   ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા  પાક  એકાઉન્ટમાં 10 કરોડ ટ્રાન્સફર થયા
Advertisement
  1. Cyber Crime માં ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા
  2. સાઇબર ક્રાઈમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટમાં સફળતા મળી
  3. પાકિસ્તાનનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અધધ 10 કરોડ રૂપિયા!
  4. અત્યાર સુધી પાક.નાં એકાઉન્ટમાં 25 કરોડ ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી
  5. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી

Gandhinagar : સાઇબર ક્રાઈમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટ મામલે ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને (Gujarat Cyber ​​Center of Excellence) મોટી સફળતા મળી છે. પાકિસ્તાનનાં એકાઉન્ટમાં (Pakistan's Account) અધધ 10 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી પાકિસ્તાન એકાઉન્ટમાં રૂપિયા 25 કરોડ ટ્રાન્સફર થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે સાઇબર ક્રાઈમે (Cyber Crime) સઘન કાર્યવાહી કરી 100 જેટલા એકાઉન્ટની તપાસ કરતા આ વિગતો બહાર આવી. 386 સાઇબર ક્રાઈમની ફરિયાદોમાં ગુજરાતનાં 100 ખાતાનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી સામે આવી છે. ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સની કાર્યવાહીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) બિરદાવી છે અને ટ્વીટ કરી માહિતી આપી છે.

આ પણ વાંચો - Amreli : ફુલઝર ગામની ઘટનાનાં પડઘા સુરતમાં, અલ્પેશભાઈ કથીરિયાનું વિવાદિત નિવેદન!

Advertisement

Advertisement

Cyber Crime માં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટમાં સફળતા મળી

ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સને (Gujarat Cyber ​​Center of Excellence) વધુ એક મોટી સફળતા મળી છે. સાઇબર ક્રાઈમમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા સિન્ડિકેટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસ મુજબ, સાઇબર ક્રાઇમ થકી પાકિસ્તાનનાં એકાઉન્ટમાં (Pakistan's Account) અધધ 10 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. ત્યારે, અત્યાર સુધી પાકિસ્તાનનાં એકાઉન્ટમાં 25 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે. સાઇબર ક્રાઈમે 100 જેટલા એકાઉન્ટની તપાસ કરતા આ વિગતો બહાર આવી છે.

આ પણ વાંચો - ફટાકડા-ફૂલોની વર્ષા સાથે DyCM હર્ષભાઈ સંઘવીનો ઓલપાડમાં ભવ્ય સ્વાગત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કરીને આપી માહિતી

માહિતી અનુસાર, 386 સાઇબર ક્રાઈમની ફરિયાદોમાં ગુજરાતનાં 100 ખાતાનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી છે. મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલાનાં ખાતાઓનો ઉપયોગ થયો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની આ કાર્યવાહી અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની કામગીરીને બિરદાવી છે.

આ પણ વાંચો - Diu- Daman સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત : લોકોએ બીજેપી ઉપર દર્શાવ્યો અટલ વિશ્વાસ

Tags :
Advertisement

.

×