CM Bhupendrabhai Patel ની બોટાદમાં જાહેરસભા, કહ્યું,-'PM મોદીની વિકાસની રાજનીતિથી ફાયદો થયો'
- CM Bhupendrabhai Patel આજે બોટાદની મુલાકાતે પહોંચ્યા
- બોટાદમાં જંગી મેદનીને સંબોધન કરીને જરૂરિયાતોનું ઉદ્બોધન કર્યું
- બોટાદના બાકી કામોને સત્વરે પૂર્ણ કરવાની ખાતરી આપી
CM Bhupendrabhai Patel : હાલ રાજ્યમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગર-મહાનગર પાલિકામાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં જામ્યો છે (Gujarat Local Bodies Election), ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બોટાદની મુલાકાતે પહોંચ્યા છે, બોટાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM In Botad) દ્વારા જાહેર સભાને સંબોધન કરવામાં આવ્યું છે (Public Meeting - Botad). જ્યાં તેમણે બોટાદના વિકાસના કામોની રજૂઆતને લઇને વાત કરી છે, સાથે જ બોટાદની મહત્વની જરૂરિયાત રીંગ રોડ, મેડિકલ કોલેજ, અને સિવિલ હોસ્પિટલની કામગીરી ઝડપથી થશે, તેવું ઉદ્બોધન કર્યું છે.
CM Bhupendrabhai Patel, રાજ્ય-કેન્દ્રીય મંત્રીઓની હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, બધા જ જિલ્લાઓમાં આ જ રીતને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઇલેક્શન આવે ને જાય, પણ મોદી સાહેબની વિકાસની રાજનીતિથી ફાયદો થયો છે, ઇલેક્શન આવે એટલે દરેક જણે પોતાના કામોનો હિસાબ આપવો પડે છે. અને ભાજપનો કાર્યકર પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આ જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા (Central Minister - Nimuben Bambhaniya), રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા (Gujarat Education Minister - Rivaba Jadeja), ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા (MLA - Mahant Shambhunath Tundiya) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
CM Bhupendrabhai Patel's Visit; Holds Meeting for Local Elections and Offers Prayers at Salangpur
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના શરણમાં CM Bhupendrabhai Patel; જુઓ દર્શનનો ખાસ વીડિયો@CMOGuj @Bhupendrapbjp #CMBhupendraPatel #Botad #Salangpur #Hanumanji #BAPSTemple… pic.twitter.com/JGNCR4PLAF— Gujarat First (@GujaratFirst) April 22, 2026
આ પણ વાંચો --------------- Nautam Swami નું ભાજપને ખુલ્લ સમર્થન, કહ્યું, ધર્મસત્તા તેને જ ટેકો આપે છે જે ધર્મને ટેકો આપે છે
CM Bhupendrabhai Patel, જ્વલંત વિજય અપાવવાનું આહવાન
સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બોટાદ જિલ્લામાં સાળંગપુર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને માનનીય મોદીજીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થઈ રહેલ જનહિતકારી વિકાસ કાર્યોની રૂપરેખા આપી છે. તેમણે જણાવ્યું કે, મોદીજીની વિકાસની રાજનીતિએ ભારતમાં રાજકારણનો એક નવો યુગ શરૂ કર્યો છે- જેના પાયામાં વિકાસની વિભાવના રહેલી છે. તથા સૌ આગેવાનોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવવાનું આહવાન આ પ્રસંગે કર્યું છે.
કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન કર્યા
બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શન કર્યા છે. અને કષ્ટભંજન દેવને ગુજરાત અને દેશના નાગરિકોની સુખાકારી અર્થે પ્રાર્થના કરી છે. આ વેળાએ પૂજ્ય સંતો સાથે સંવાદનો અવસર પણ પ્રાપ્ત થયો હતો.
આ પણ વાંચો --------------- Nautam Swami નું ભાજપને ખુલ્લ સમર્થન, કહ્યું, ધર્મસત્તા તેને જ ટેકો આપે છે જે ધર્મને ટેકો આપે છે


