Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ચૂંટણી પહેલા જ દારૂબંધીના કડક શપથ, ભાજપ-કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ બતાવી એકતા

ગાંધીનગરની એક બેઠક પર ચૂંટણી પ્રચાર વચ્ચે કંઈક એવું બન્યું કે જેણે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફોના પરિવારોએ અચાનક ભેગા મળીને કુળદેવીની સાક્ષીએ એક ગંભીર નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો પાછળનું અસલી કારણ અને નેતાઓએ લીધેલા ચોંકાવનારા સોગંદ વિશેની સત્ય હકીકત દરેક મતદારે જાણવા જેવી છે.
gandhinagar  ચૂંટણી પહેલા જ દારૂબંધીના કડક શપથ  ભાજપ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ બતાવી એકતા
Advertisement
  • Gandhinagar: દારૂબંધી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના પરિજનો એકસાથે!
  • ઉવારસદ બેઠક પર ચૂંટણી જીતવા લીધા કુળદેવીના સોગંદ
  • ભાજપ-કોંગ્રેસના સગાઓએ કહ્યું, 'ચૂંટણીમાં દારૂ નહીં વહેંચીએ'
  • ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • રાજકીય દુશ્મનાવટ છોડી સામાજિક શુદ્ધિ માટે અનોખો પ્રયાસ
  • વ્યસનમુક્ત ચૂંટણીના આ સંકલ્પથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા

Gandhinagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે ગાંધીનગરની ઉવારસદ તાલુકા પંચાયત બેઠક (Uvarsad Taluka Panchayat Seat) પર જે બન્યું છે તે રાજ્યના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચી રહ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે દારૂ અને અન્ય લાલચો આપવામાં આવતી હોવાની બૂમો ઉઠતી હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ છે.

Gandhinagar: સોગંધ ખાઈને કહ્યું ચૂંટણીમાં દારૂ વેચીશું નહિ

ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) ના મહિલા ઉમેદવારોના પતિ અને સસરાએ સાથે મળીને એક જાહેર મંચ પરથી જાહેરાત કરી છે કે તેઓ આ ચૂંટણીમાં કોઈને પણ દારૂ (Liquor) આપશે નહીં કે વેચશે નહીં. એટલું જ નહીં, આ બંને પક્ષના પ્રતિનિધિઓએ પોતાના કુળદેવીના સોગંદ (Religious Oath) ખાઈને આ વાતની પુષ્ટિ કરી છે.

Advertisement

Advertisement

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાજકીય વૈમનસ્ય ભૂલીને બંને પક્ષના સગાઓ એકઠા થયા છે. તેઓએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પોતાની જગ્યાએ છે, પણ સામાજિક મૂલ્યો અને વ્યસનમુક્તિ વધુ મહત્વની છે. ગાંધીનગરના ઉવારસદમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં કુતૂહલ જગાડ્યું છે અને લોકો આ પહેલના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Bodeli: DyCM હર્ષભાઈ સંઘવીના પ્રચંડ પ્રહાર, "કોંગ્રેસીઓ ખેડૂતોના હક લૂંટીને મહેલો બનાવતા હતા"'

Tags :
Advertisement

.

×