ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : શાળાઓમાં ફી વધારાને મંજૂરી, નીતિ આયોગનાં રિપોર્ટને ટાંકી કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું..!

નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત (Gujarat) સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે (Congress) નીતિ આયોગનાં જ (Niti Aayog) એક રિપોર્ટને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા...
05:24 PM Aug 06, 2024 IST | Vipul Sen
નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત (Gujarat) સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે (Congress) નીતિ આયોગનાં જ (Niti Aayog) એક રિપોર્ટને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા...

નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત (Gujarat) સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે (Congress) નીતિ આયોગનાં જ (Niti Aayog) એક રિપોર્ટને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા (Parthivaraj Kathawadia) એ નીતિ આયોગનાં રિપોર્ટને ટાંકી કહ્યું કે, રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત 18 માં ક્રમે રહ્યું છે. વર્ષ 2018 માં શિક્ષણનાં સ્તરે સ્થિતિ ફર્સ્ટ લેવલ હતી. પરંતુ, વર્ષ 2024 સુધીમાં જે ડેવલોપમેન્ટ ગોલ નક્કી કરવામાં આવ્યા છે તે પૂર્ણ ન થતાં પરફોર્મર સુધી પહોંચી ગઈ છે. દરમિયાન, અમદાવાદમાં ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે.

નીતિ આયોગનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નીતિ આયોગનાં Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે (Health Facilities) ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ ક્રમે રહેતા જ્યાં એક તરફ રાજ્ય સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા (Parthivaraj Kathawadia) એ નીતિ આયોગનાં જ એક રિપોર્ટને બતાવી રાજ્ય સરકારે આડે હાથ લીધી છે. કોંગ્રેસ (Congress) નેતાએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. નીતિ આયોગનાં રિપોર્ટમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે માપદંડોને લઈ ચોંકાવનારા ખુલાસો થયો છે. તેમણે કહ્યું કે, રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત રાજ્ય છેક 18 માં ક્રમે રહ્યું છે. વર્ષ 2018 માં શિક્ષણની સ્થિતિ ફર્સ્ટ લેવલ પર હતી. જ્યારે વર્ષ 2024 સુધીમાં જે ડેવલોપમેન્ટ ગોલ નક્કી કાર્ય છે તે પૂર્ણ ન થતાં રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે.

આ પણ વાંચો - Gujarat : દેશભરમાં જાહેર સેવા ક્ષેત્રે ગુજરાતનો ફરી એકવાર વાગ્યો ડંકો, CM એ લખ્યું - PM નરેન્દ્ર મોદીનાં...

29 બાળકો સામે માત્ર 1 શિક્ષક

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, આજે ગુજરાતમાં (Gujarat) ધોરણ 9 અને 10 માં ડ્રોપ રેશિયો 17.9 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 5 ટકા વધુ છે. હાયર એજ્યુકેશનમાં (Higher Education) 28 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, જ્યારે તેની સામે ગુજરાતમાં આ રેશિયો 24 ટકાનો જ છે. વિદ્યાર્થી અને શિક્ષકોની વાત કરીએ તો 29 બાળકો સામે માત્ર 1 શિક્ષક છે. જો કે, આનાથી વધુ તો બિહાર (Bihar) રાજ્યમાં શિક્ષકો છે. સમગ્ર દેશમાં આ એવરેજ 18 ની છે. આ ડેટા પરથી એવું લાગે છે કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્યની મુદુ અને મક્કમ સરકાર નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો - Rajkot : RMC નાં પૂર્વ સિટી ઇજનેરનાં ઘરે તપાસ મામલે કમિશનરની PC, આપી આ માહિતી

એક બાજું શિક્ષણ ક્ષેત્રે સ્થિતી કથડી, બીજી બાજું ફીમાં વધારો

બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) ખાનગી શાળાઓમાં ફી વધારો હાલ પણ યથાવત છે. રાજ્યમાં (Gujarat) FRC દ્વારા 3 હજારથી 12 હજારનો ફી વધારો કરાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં (Ahmedabad International School) સૌથી વધુ 12 હજાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે. આ સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલની ફી રૂ. 1.08 લાખથી વધીને હવે રૂ. 1.20 લાખ થઈ ગઈ છે. જ્યારે એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની (Apollo International School) ફીમાં પણ રૂ. 5 હજારનો વધારો થતાં ફી રૂ. 99 હજારથી વધીને રૂ. 1.04 લાખ થઈ ગઈ છે.

ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલમાં રૂ. 4 હજારનો વધારો કરતા ફી હવે રૂ. 91 હજારથી વધીને 95 હજાર થઈ ગઈ છે. DPS બોપલની ફી રૂ. 4 હજાર વધતા રૂ. 80 હજારથી વધીને રૂ. 84 હજાર થઈ છે. આ ઉપરાંત, શિવ આશિષ સ્કૂલની ફી રૂ. 57,500 થી વધીને રૂ. 61, હજાર, કે.એન. પટેલ સ્કૂલની ફી રૂ. 77 હજારથી વધીને રૂ. 81 હજાર, સંત કબીર સ્કૂલની (Sant Kabir School) ફી રૂ.95,400 ની ફી રૂ. 97,900 અને H.B. કાપડિયા સ્કૂલની ફી રૂ. 57 હજારથી રૂ. 60 હજાર થઈ ગઈ છે.

આ પણ વાંચો - Jayesh Radadia : સામે પડેલા જૂથે કર્યું સમાધાન, ગંભીર આરોપ સાથેની HC માં કરેલી રિટ પણ પરત ખેંચ

Tags :
Ahmedabad International SchoolApollo International SchoolEducation SectorGujaratGujarat FirstGujarati NewsH.B. Kapadia SchoolHealth FacilitiesHigher EducationNiti Aayog ReportNiti-AayogSant Kabir SchoolSchool FeeSustainable Development Goals Index
Next Article