CBSE Re-evaluation Portal માં ટેકનિકલ ખામી, લાખો વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની ચિંતા વધારી
CBSE Re-evaluation Portal: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ફરી એકવાર ટેકનિકલ અવ્યવસ્થાના કારણે વિવાદોમાં આવી છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ, જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ ન હતા, તેઓએ જ્યારે રી-ઈવેલ્યુએશન (Re-evaluation) અને વેરિફિકેશન માટે બોર્ડના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ગંભીર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ પ્રથમ વખત નથી કે જ્યારે બોર્ડની આટલી વિશાળ સિસ્ટમ નિષ્ફળ ગઈ હોય, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે.
પોર્ટલ પર લોગીન થવામાં કરવામાં મુશ્કેલી
પૂર્વમાં, જ્યારે વિદ્યાર્થીઓએ તેમની સ્કેન કરેલી આન્સર શીટ (Answer Sheet) મેળવવા માટે પોર્ટલ પર લોગ-ઈન કર્યું હતું, ત્યારે પણ ખાલી પેજ દેખાવા, લિંક્સ કામ ન કરવી અને કેપ્ચા (Captcha) વેરિફિકેશનમાં ભૂલો આવવી જેવી અનેક ફરિયાદો સામે આવી હતી. તે સમયે લાગતું હતું કે બોર્ડ આ ખામીઓમાંથી શીખશે, પરંતુ હવે રી-ઈવેલ્યુએશન પ્રક્રિયામાં પણ એ જ પ્રકારની અડચણો પુનરાવર્તિત થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.
CBSE : પોર્ટલ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
રી-ઈવેલ્યુએશન અને વેરિફિકેશનની પ્રક્રિયા માટે બોર્ડ દ્વારા ખૂબ જ મર્યાદિત સમયગાળો આપવામાં આવે છે. આવા સંજોગોમાં, પોર્ટલનું કામ ન કરવું તે વિદ્યાર્થીઓ માટે ભારે માનસિક તણાવનું કારણ બની રહ્યું છે. જે વિદ્યાર્થીઓને તેમના ગુણ બાબતે શંકા છે અને જેઓ પોતાની મહેનતનું સાચું મૂલ્યાંકન કરાવવા ઈચ્છે છે, તેમનો કિંમતી સમય આ ટેકનિકલ ખામીઓને કારણે વેડફાઈ રહ્યો છે.
વાલીઓ પણ હવે આકરા પાણીએ
વાલીઓ પણ હવે આકરા પાણીએ છે. તેમનું કહેવું છે કે, "જ્યારે બોર્ડ જેવી સર્વોચ્ચ સંસ્થા ડિજિટલ ઈન્ડિયાના દાવા કરે છે, ત્યારે વિદ્યાર્થીઓની આટલી મહત્વની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમામ ટેકનિકલ તૈયારીઓ અને સર્વર ક્ષમતા તપાસી લેવી જોઈતી હતી." હાલમાં, પોર્ટલ પર લોગ-ઈન કરવામાં સમસ્યા, પેમેન્ટ ગેટવેમાં એરર અને અરજી સબમિટ ન થવા જેવી ફરિયાદો સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહી છે.
CBSE ની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો
હવે વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સવાલ કરી રહ્યા છે કે શું બોર્ડ આ ખોવાયેલા સમયની ભરપાઈ કરશે? શું ટેકનિકલ ખામીઓને કારણે જે વિદ્યાર્થીઓ અરજી કરવાનું ચૂકી જશે, તેમનું શું થશે? આ ટેકનિકલ અરાજકતાએ CBSE ની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, અને હવે આગામી દિવસોમાં બોર્ડ દ્વારા આ બાબતે શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. શું વિદ્યાર્થીઓનો કિંમતી સમય આ રીતે જ બરબાદ થતો રહેશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ અત્યારે દરેક વિદ્યાર્થી શોધી રહ્યો છે.
આ પણ વાંચો: Bollywood breakup story : સુષ્મિતા સેન સાથે કેમ થયુ હતુ બ્રેકઅપ? લલિત મોદીએ ભૂતકાળ પરથી ઉઠાવ્યો પડદો


