Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Adani-Ambuja : Gujarat First નાં ઓપરેશન 'અસુર' માં GPCB નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ!

અદાણી મુદ્દે સરકારી કર્મચારીનો સૌથી મોટો પર્દાફાશ! (Gujarat First) ગુજરાત ફર્સ્ટનાં ઓપરેશન 'અસુર' માં સૌથી મોટો ખુલાસો GPCB નાં રીજનલ મેનેજરે કર્યો Gujarat First પર ઘટસ્ફોટ ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપનીની...
adani ambuja   gujarat first નાં ઓપરેશન  અસુર  માં gpcb નાં રીજનલ મેનેજરનો ચોંકાવનારો ઘટસ્ફોટ
  1. અદાણી મુદ્દે સરકારી કર્મચારીનો સૌથી મોટો પર્દાફાશ! (Gujarat First)
  2. ગુજરાત ફર્સ્ટનાં ઓપરેશન 'અસુર' માં સૌથી મોટો ખુલાસો
  3. GPCB નાં રીજનલ મેનેજરે કર્યો Gujarat First પર ઘટસ્ફોટ

ગીરસોમનાથમાં (Girsomanath) જિલ્લામાં આવેલી અદાણી ગ્રૂપની (Adani Groups) અંબુજા સિમેન્ટ (Ambuja Cements) કંપનીની દાદાગીરી સામે નજીકમાં રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ કંપની સામે હવા પ્રદુષણ, વાયુ પ્રદુષણ, પાણી પ્રદુષણ, ધ્વનિ પ્રદુષણ અને ગંભીર બીમારીઓ થતી હોવાનાં ગંભીર આક્ષેપ કર્યા છે. ત્યારે આ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અંગે સરકારી કર્મચારી અને GPCB નાં રીજનલ મેનેજર સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં મોટો પર્દાફાશ થયો છે.

Advertisement

આ પણ વાંચો - Adani: ‘અમારૂ ગામ હજી આઝાદ નથી થયું!’ અંબુજાના પાપે આ ગામોમાં રહેવું નર્ક સમાન

Advertisement

GPCB નાં રીજનલ મેનેજરે ગુજરાત ફર્સ્ટ પર કર્યો મોટો ઘટસ્ફોટ!

સરકારી અધિકારી અને GPCB નાં રીજનલ મેનેજરે (Regional Manager) ગુજરાત ફર્સ્ટ પર ઘટસ્ફોટ કરતા કહ્યું કે, આ અંગે અમે એક્શન માટે તૈયારી છીએ. પરંતુ, અદાણી સામે સરકાર પણ લાચાર છે. તેમણે કહ્યું કે, આ અંગે GPCB એ વારંવાર અને વખતોવખત નોટિસ આપી છે. પર્યાવરણ સંદર્ભનાં નિયમોનું પાલન ન થતાં આ નોટિસો આપવામાં આવી છે. નોટિસ આપીને લેખિત અહેવાલ ગાંધીનગર (Gandhinagar) પણ મોકલી આપ્યા છે. ઓગસ્ટ માસમાં લેખિત અહેવાલ ગાંધીનગર મોકલ્યો છે. અધિકારીએ કહ્યું કે, દંડ ફટકારવાની કામગીરી ગાંધીનગર ખાતેથી થશે.

આ પણ વાંચો - Adani: ઓપરેશન અસુરમાં સૌથી મોટો ઘટસ્ફોટ, અંબુજાના પાપ સામે જનતાનો હલ્લાબોલ!

Advertisement

કલેક્ટર, તંત્ર, GPCB અને સરકાર પણ લાચાર!

GPCB નાં રીજનલ મેનેજરે ગુજરાત ફર્સ્ટને (Gujarat First) આપેલી માહિતીથી અનેક સવાલ ઉભા થયા છે. GPCB દ્વારા ગાંધીનગર ખાતે અહેવાલ મોકલાયો તો હજુ શેની રાહ જોવાય રહી છે ? જાતે સ્થળ તપાસ કરી રિપોર્ટ બનાવ્યો તો હજી સુધી કેમ પગલાં ન લેવાયા ? શું અદાણી સામે પગલાં લેવામાં વડી કચેરી છે લાચાર ? સરકાર કેમ નથી આપતી અદાણી સામે એક્શન લેવાનો ઓર્ડર ? શું ગાંધીનગરથી અદાણીની ખાસ કિસ્સામાં ધ્યાન રખાય છે ? આ સમગ્ર મામલે શું કલેક્ટર લાચાર, તંત્ર લાચાર અને GPCB પણ લાચાર છે ?

આ પણ વાંચો - VADODARA : અંધારામાં પોલીસનું થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ, પ્રોહીબીશનની રેડ સફળ

Tags :
Advertisement

.