Ahmedabad: અષાઢી બીજે અમી છાંટણા, કાલુપુર ખાતે વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી
અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ અમી છાંટણા કર્યા છે. આ વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત આપી છે.
Advertisement
Ahmedabad Rain: અમદાવાદમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ઉત્સાહ વચ્ચે મેઘરાજાએ પણ પોતાની હાજરી નોંધાવી છે. સવારથી જ આકાશમાં વાદળોની ગતિવિધિ જોવા મળી રહી હતી, અને બપોર થતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ અમી છાંટણા કરતા શહેરનું વાતાવરણ એકદમ ઠંડુ અને ખુશનુમા બની ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી કંટાળેલા અમદાવાદીઓને આજે અષાઢી બીજે વરસાદના કારણે મોટી રાહત મળી છે.

