Diwali 2026 : DyCM હર્ષભાઈ સંઘવીની મોટી જાહેરાત, દિવાળી માટે GSRTCની 1600 એક્સ્ટ્રા બસો દોડશે
દિવાળીના તહેવારમાં વતન જવાની તૈયારી કરતા સુરતના મુસાફરો માટે એસટી વિભાગ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. DyCM હર્ષભાઈ સંઘવીએ વધારાની બસો, એડવાન્સ બુકિંગ અને મુસાફરોને સસ્તી મુસાફરી મળે તે અંગે મોટી વાત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જનારાઓ માટે અલગ વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી છે. મુસાફરોની માંગ વધશે તો બસોની સંખ્યામાં પણ મોટો ફેરફાર થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
Advertisement
દિવાળીના તહેવાર (Diwali 2026) દરમિયાન વતન જતા મુસાફરોને સરળ અને સસ્તી પરિવહન સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi)એ દિવાળી વેકેશન દરમિયાન 1600 વધારાની એસટી બસો દોડાવવાની જાહેરાત કરી છે. મુસાફરોની જરૂરિયાત પ્રમાણે બસોની સંખ્યા વધારીને 2500 સુધી કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

