Ahmedabad રથયાત્રાની ભવ્ય સફળતા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યો સફળતાનો શ્રેય
અમદાવાદની 149મી રથયાત્રા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આયોજનને અભૂતપૂર્વ સફળતા ગણાવી છે. 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને 30 હજાર પોલીસકર્મીઓની હાજરીમાં આ યાત્રા રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ. સાથે જ તેમને દરેકનો આ સફળ આયોનજ બનલ આભાર માન્યો હતો.
Advertisement
Harsh Sanghavi Ahmedabad Rathyatra Statement: અમદાવાદમાં સંપન્ન થયેલી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં પૂર્ણ થયા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં આયોજનને ખૂબ જ સફળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ પાવન રથયાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે આ ગુજરાતની સૌથી મોટી અને ભવ્ય ધાર્મિક યાત્રા છે.

