Jamnagar: ફાયર વિભાગ દ્વારા સીલ મરાયા છતાં ટ્યુશન ક્લાસ ધમધમતા વિવાદ વકર્યો
જામનગરમાં ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકોની હિંમત જુઓ, ફાયર વિભાગે સીલ મારવા છતાં ફરીથી પાર્કિંગમાં જ ક્લાસ શરૂ કરી દીધા છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથેના આ ખેલથી લોકોમાં આક્રોશ છે. સંચાલિકાનો દાવો છે કે તેઓ વિદ્યાર્થીઓના હિત માટે આમ કરી રહ્યા છે
Advertisement
Jamnagar Tuition Controversy: જામનગરમાં ફાયર સેફ્ટી (Fire Safety) ના નિયમોનું પાલન ન કરનાર ક્લાસ સંચાલકો સામે તંત્ર કડક બન્યું છે, પરંતુ આ કાર્યવાહી છતાં કેટલાક સ્થળોએ નિયમોને નેવે મૂકવાના કિસ્સા સામે આવી રહ્યા છે. શહેરના એક ટ્યુશન ક્લાસમાં ફાયર વિભાગ દ્વારા NOC (No Objection Certificate) ના અભાવે સીલ મારવામાં આવ્યું હોવા છતાં, ત્યાં પાર્કિંગ એરિયામાં વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

