જરૂરી ડિગ્રી ન હોવાનો આરોપ
કપિલ જોશીના દાવા પ્રમાણે લકુલીશ ત્રિવેદીની PRO (Public Relations Officer) તરીકેની ભરતીમાં જર્નાલિઝમની જરૂરી ડિગ્રી અંગે પ્રશ્નો ઊભા થાય છે. આરોપ છે કે MBAની લાયકાતના આધારે ભરતી કરવામાં આવી, જ્યારે સંબંધિત પદ માટે Journalism અથવા Mass Communicationની શૈક્ષણિક લાયકાત અંગે પણ સવાલો છે.
પૂર્વ સેનેટ સભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા
આ ઉપરાંત IGNOU (Indira Gandhi National Open University)માંથી MBAમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા અંગે પણ પૂર્વ સેનેટ સભ્ય દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. 40 ટકાના આધારે MBAમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ તમામ દાવાઓ અંગે સંબંધિત પક્ષનો જવાબ અથવા સત્તાવાર સ્પષ્ટતા મહત્વપૂર્ણ રહેશે.ભરતી માટે રજૂ કરાયેલા Experience Certificateને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને પાંચ વર્ષના અનુભવના પ્રમાણપત્રની માન્યતા અને તેની ચકાસણી અંગે સવાલો કરવામાં આવ્યા છે.
ભરતી માટે આશરે 40 અરજીઓ આવી હતી
કપિલ જોશીના જણાવ્યા અનુસાર ભરતી માટે આશરે 40 અરજીઓ આવી હોવા છતાં જાહેરાતમાં 69 જેટલી શરતો રાખવામાં આવી હતી. આ શરતો કોઈ ચોક્કસ ઉમેદવારને અનુકૂળ બનાવવા માટે હતી કે કેમ તે અંગે પણ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.સમગ્ર મામલે લકુલીશ ત્રિવેદીને ભરતી પ્રક્રિયામાં પહેલેથી જ ‘સેટ’ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જોકે આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થવી બાકી છે. MSU દ્વારા ભરતી પ્રક્રિયા અંગે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર હવે નજર રહેશે.
આ પણ વાંચો: Vadodara માં PM મોદીનો મેગા કાર્યક્રમ, 8 સપ્ટેમ્બરે 35 હજાર કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ