Rajkot: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ પકડાઈ, PCBએ 9 દિવસમાં 20 આરોપીઓને ઝડપ્યા
સૌરાષ્ટ્ર પંથકમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરેલી એક અત્યંત સફળ અને મોટી કાર્યવાહી દરમિયાન ગુપ્ત નેટવર્કનો પર્દાફાશ થયો છે. પડોશી રાજ્યમાંથી સસ્તા ભાવે લાવીને અલગ-અલગ જિલ્લાઓમાં ઘાતક શસ્ત્રોનું વિતરણ કરતું આંતરરાજ્ય રેકેટ પકડાયું છે.
Advertisement
Saurashtra Illegal Weapons Syndicate: ગુજરાત (Gujarat) ના સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાંથી ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટ (Illegal Weapons Syndicate) નો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી (PCB) ની ટીમે આંતરરાજ્ય સ્તરે સક્રિય શસ્ત્રોની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસની સઘન ડ્રાઇવ દરમિયાન માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં કુલ 20 જેટલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી કુલ 38 જેટલા અત્યંત ખતરનાક ગેરકાયદે હથિયારો (Illegal Weapons) જપ્ત કરવામાં આવ્યા છે.

