Surat: સચિન GIDCમાં ભારે વરસાદી આફત, ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોત
સુરતના સચિન GIDCમાં એક હૃદયદ્રાવક ઘટનામાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદને લીધે મહાવીર નગર સોસાયટીના કોમન પ્લોટમાં રહેલા ઊંડા ખાડામાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં રમતા બાળકો ડૂબી ગયા હતા. આ ખાડો છઠ પૂજા માટે ખોદાયો હતો.
Advertisement
Sachin GIDC Incident: સુરત શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી મહાવીર નગર સોસાયટીમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી ભરાયેલા એક જીવલેણ ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

