Heavy Rain in Tapi: ભારે વરસાદને પગલે વાહનવ્યવહાર ઠપ્પ, 50 ગામના રસ્તાઓ બંધ થતા ભારે મુશ્કેલી
તાપી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ખાસ કરીને વાલોડ અને ડોલવણ તાલુકામાં વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. સુરતથી સાપુતારાને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો છે. એટલું જ નહીં, જિલ્લાના આંતરિક 50 જેટલા ગ્રામીણ માર્ગો પણ બંધ થતા ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે.
Advertisement
Heavy Rain in Tapi: તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે મુશ્કેલીમાં મૂકી દીધું છે. ખાસ કરીને વાલોડ અને ડોલવણ તાલુકામાં વરસાદનું જોર એટલું વધારે છે કે અનેક માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

