Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Twisha Sharma Case માં CBI તપાસ વચ્ચે મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો, આરોપી પક્ષની દાદાગીરીનો વીડિયો વાયરલ

ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈ તપાસની વચ્ચે એક આઘાતજનક ઘટના બની છે. મુખ્ય સાક્ષી પર થયેલો જીવલેણ હુમલો અને તે દરમિયાન આરોપીના મિત્રો દ્વારા મળેલી ધમકીઓએ સમગ્ર તપાસ પ્રક્રિયા પર અનેક શંકાઓ પેદા કરી દીધી છે. પોલીસની ભૂમિકા અને સાક્ષીઓની સુરક્ષા અંગે હવે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.
twisha sharma case માં cbi તપાસ વચ્ચે મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો  આરોપી પક્ષની દાદાગીરીનો વીડિયો વાયરલ
Advertisement

Twisha Sharma Case:  ભોપાલના અત્યંત ચર્ચિત ટ્વિશા શર્મા (Twisha Sharma) મૃત્યુ કેસમાં સીબીઆઈ (CBI) ની તપાસ અત્યારે નિર્ણાયક તબક્કે છે, પરંતુ આ દરમિયાન એક સનસનીખેજ ઘટના સામે આવતા આખો કેસ ફરી એકવાર ગરમાયો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસના મુખ્ય સાક્ષી નીરજ દુબે (Neeraj Dubey) પર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, જેણે ન્યાય પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Twisha Sharma : કેસના મુખ્ય સાક્ષી પર જીવલેણ હુમલો

નીરજ દુબે, જેઓ ભોપાલના કટારા હિલ્સ (Katara Hills) વિસ્તારમાં સાંચી પાર્લર અને સલૂન ચલાવે છે, તેમણે આરોપ લગાવ્યો છે કે મુખ્ય આરોપી પતિ સમર્થ સિંહ (Samarth Singh) ના મિત્રોએ તેમને નિશાન બનાવ્યા છે. ગત 30  મેના રોજ આરોપીના મિત્ર સંદીપ ભટ્ટાચાર્ય (Sandeep Bhattacharya) પોતાના 4-5 સાથીદારો સાથે આવ્યા હતા અને નીરજને ઘેરીને પૂછ્યું હતું કે, "તું આ કેસમાં સાક્ષી કેમ બની રહ્યો છે?" આ સવાલ બાદ તેમની પર લાકડીઓ અને ડંડા વડે બેરહમીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો ગાળો આપતા અને નીરજને મારતા સ્પષ્ટ દેખાય છે.

Advertisement

Advertisement

હુમલાને કારણે અન્ય સાક્ષીઓમાં પણ ભયનો માહોલ

નીરજ દુબેનું કહેવું છે કે જ્યારે આ કેસની તપાસ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરતી હતી, ત્યારે તેમણે જ નીરજને અધિકૃત સાક્ષી બનાવ્યો હતો. ત્યારથી જ તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. હુમલા બાદ નીરજે કટારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આરોપી પક્ષના રસુખને કારણે પોલીસની કાર્યવાહીમાં વિલંબ થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. હવે આ મામલો મીડિયામાં આવતા પોલીસ અધિકારીઓએ તપાસ અને સુરક્ષાનો આશ્વાસન આપ્યું છે. આ હુમલાને કારણે અન્ય સાક્ષીઓમાં પણ ભયનો માહોલ છે. શું સાક્ષીઓની સુરક્ષા વગર આ કેસમાં ન્યાય શક્ય છે? તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે.

આ પણ વાંચો: CBSE Re-evaluation Portal માં ટેકનિકલ ખામી, લાખો વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની ચિંતા વધારી

Tags :
Advertisement

.

×