VGGS 2027: દિલ્હીમાં VGGS 2027નું કર્ટન રેઝરનું આયોજન, 31 ઓગસ્ટે ભારત મંડપમ ખાતે યોજાશે કાર્યક્રમ
ગુજરાતમાં આગામી Vibrant Gujarat Global Summit 2027ને લઈને તૈયારીઓ હવે વધુ તેજ બની રહી છે. નવી દિલ્હીમાં યોજાનારા એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ ઉદ્યોગજગત સાથે સીધો સંવાદ કરશે.
Advertisement
VGGS 2027: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકા અને કેનેડાની ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની મુલાકાત પૂર્ણ થયા બાદ હવે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (VGGS 2027)ની તૈયારીઓને વેગ મળ્યો છે. આગામી 31 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે VGGS 2027નો કર્ટન રેઝર (Curtain Raiser) કાર્યક્રમ યોજાશે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન ગુજરાતમાં યોજાનારી સમિટ માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.

