ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, ગાંધીનગરના ધારાસભ્ય, સમાજ સેવિકા અને નિષ્ણાંત તબીબ જોડાયા

પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવમાં MLA રીટાબેન પટેલ, સમાજ સેવિકા વાચીની ભટ્ટ અને ડો. મિશેલ એન્જિનીયર જોડાયા છે. જેમાં તેમણે સરકારી યોજનાઓ અને તેની મહિલા તથા બાળકોના જીવન પર પડેલી સકારાત્મક અસરો વિશે ચર્ચા કરી છે. મહિલા અને બાળકોને સશક્ત બનાવવા માટે સરકારની જોડે જોડે સહિયારા પ્રયાસો કરવા જોઇએ તેના પર ભાર મુકવામાં આવ્યો છે.
04:25 PM Oct 12, 2025 IST | PARTH PANDYA
પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવમાં MLA રીટાબેન પટેલ, સમાજ સેવિકા વાચીની ભટ્ટ અને ડો. મિશેલ એન્જિનીયર જોડાયા છે. જેમાં તેમણે સરકારી યોજનાઓ અને તેની મહિલા તથા બાળકોના જીવન પર પડેલી સકારાત્મક અસરો વિશે ચર્ચા કરી છે. મહિલા અને બાળકોને સશક્ત બનાવવા માટે સરકારની જોડે જોડે સહિયારા પ્રયાસો કરવા જોઇએ તેના પર ભાર મુકવામાં આવ્યો છે.

Poshan Prerit Conclave : યત્ર નાર્યસ્તુ પુજ્યતે, તત્ર રમન્તે દેવતા, અર્થાત જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે. દેશ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબુત બનાવી રહ્યું છે, વિરોધીઓને જડબાતોજ જવાબ આપવાનો હોય કે પછી, વિશ્વના દેશોને મદદ પહોંચાડવાની હોય, બંનેમાં અગ્રેસર છે, રાજ્યમાં પ્રથમ વખત લોકપ્રિય ચેનલ Gujarat First દ્વારા પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવનું (Poshan Prerit Gujarat Conclave) આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આપણે અશક્ત મહિલાઓથી લઇને સશક્ત મહિલાઓ સુધીનો સમય જોયો છે. ગુજરાતમાં કુપોષણથી લઇને આજે આપણે પોષણ પ્રેરિત ગુજરાત જોઇ રહ્યા છીએ. આ તકે ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ (BJP MLA Ritaben Patel), સમાજ સેવિકા વાચીની ભટ્ટ (Social Worker Vachini Bhatt), અને HCG આસ્થા હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોલોજિસ્ટ ડો. મિશેલ એન્જિનિયર (Dr. Michael Engineer) જોડાયા છે.

સુખી-સંપન્ન પરિવારોમાં પણ મહિલાઓ સશક્ત હોતી નથી - રીટાબેન

આ તકે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વર્ષ 2018 માં જયપુરથી પોષણ સપ્તાહની શરૂઆત કરી હતી. દર વર્ષે એક મહિના માટે આ પોષણ સપ્તાહ ઉજવાય છે. આ કાર્ય માત્ર સરકાર કરે તેવું કાર્ય નથી. આ કાર્ય સમુહમાં કરવું પડે તેવું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી સરકાર, કે પછી સમાજ, તેના ચાર પરિબળ છે, ગરીબ, ખેડૂત, મહિલા અને યુવા. તેમાં મોટો રોલ મહિલાઓનો છે. જો મહિલાઓ સશક્ત હશે, તો જ સમાજ સશક્ત બની શકશે. ક્યાંક તો સુખી-સંપન્ન પરિવારોમાં પણ મહિલાઓ સશક્ત હોતી નથી. જ્યાં સુધી મહિલાઓને સશક્ત નહીં બનાવીએ, ત્યાં સુધી સમાજ સશક્ત અને સ્વસ્થ નહીં હોઇ શકે. તેના માટે પોષણ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે 17, સપ્ટેમ્બરથી શરૂઆત કરવામાં આવી છે. એક માસ સુધી તેની ઉજવણી કરવામાં આવશે. જ્યાં મહિલાઓને સશક્ત થવાની, જાગરુત કરવાની જરૂરત છે, તેના કામો કરવામાં આવશે.

'બાળકોને 5 વર્ષ સુધીમાં યોગ્ય પોષણ મળે તો સારો વિકાસ થઇ જાય છે'

તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે 2025 માં છેલ્લા કેટલાય વર્ષોથી ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે. મહિલા અને બાળ બંને એકબીજીના પુરક છે. બાળકને જન્મથી 5 વર્ષસુધીના સમયમાં જ સાચા પોષણની જરૂરિયાત હોય છે. તેને યોગ્ય ખોરાક મળી રહે તો તેનું પોષણ સારૂ થાય છે. તે માટે આંગણવાડી કેન્દ્રો, સરાકરી શાળામાં BMI માપવામાં આવે છે. જેમાં તેની ઉંમર પ્રમાણે ઉંચાઇ, વજન, ખોરાક અને તેની માનસિક વૃદ્ધિની ચકાસણી કરવામાં આવે છે. 5 વર્ષ સુધીમાં યોગ્ય પોષણ મળે તો સારો વિકાસ થઇ જાય છે. આંગણવાડીમાં મિલેટ્સ ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે. મિલેટ્સમાં પુરતું પોષણ હોય છે. સીધું મિલેટ્સ ભાવતું નથી. જેથી તેને સારી રીતે બનાવીને, ડેકોરેટ કરીને પિરસવામાં આવે છે. મિલેટ્સ કેમ જરૂરી છે, વધારે ખાંડ અને ચરબી વાળા ખોરાક નુકશાન પહોંચાડે છે, તે સહિતની માહિતી આપવામાં આવે છે. અલગ અલગ કાર્યક્રમો દ્વારા આ માહિતી અને યોજનાકીય લાભો પહોંચાડવામાં આવે છે.

'સરકારી યોજનાઓનો ઉપયોગ નહીં કરો તો તેનો કોઈ અર્થ રહેતો નથી'

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસે તેમણે મધ્યપ્રદેશના ધારમાંથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સશક્ત નારી અને સ્વસ્થ પરિવાર અભિયાન અને પોષણ માસની સાથે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાહેબે કહ્યું કે, સરકારી યોજનાઓ તમારી વચ્ચે આવે જ છે. જો તેને સમયસર ઉપયોગ તમે નહીં કરો તો તેનો કોઇ અર્થ રહેતો નથી. આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયા રોગ જોવા મળે છે, તે અંગેની જાગૃતતા નથી, સરકાર દ્વારા ટેસ્ટિંગ કરાય છે. એ યોજના જમીન પર ઉતારવામાં આવી છે. તેનું ટેસ્ટિંગ કરાવે, જાગૃતતા લાવે, અને તેના જરૂરી ઉપાયો કરે, આ એક વખત થઇ ગયા પછી, પાછો જતો નથી, પરંતુ તેને સારી રીતે મેનેજ કરી શકાય, તે માટે ઉપાયો કરવાની જરૂર છે.

પોષણ સપ્તાહ એક સર્વાંગી પ્રયાસ છે : વાચીની ભટ્ટ

સમાજ સેવિકા વાચીની ભટ્ટએ જણાવ્યું કે, જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબે પદ સંભાવ્યું છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં હું બે ક્ષેત્રે સફળતા જોઇ રહી છું, એક તો પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર અને બીજુ શિક્ષણ ક્ષેત્ર છે. આજે પોષણ માસની વાત કરી રહ્યા છીએ. આ મહિનામાં ઘણી બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે. એક જ પ્રકારના ઘટકનું સેવન પણ કુપોષણની વ્યાખ્યામાં આવે છે. તેની સામે જાડાપણું, ડાયાબિટીશ, એવા રોગો પણ મળે છે. પોષણ સપ્તાહ એક સર્વાંગી  પ્રયાસ છે. પોષણ ની સાથે યોગ્ય સમયે કયા ઘટકો આપવામાં આવે છે, ગર્ભવતી મહિલાથી લઇને સ્તનપાન કરાવતી મહિલાઓમાં પોષણનું ઘણું મહત્વ છે. ગુજરાતમાં એનિમિયાના કેસો ઘટ્યા છે. પરંતુ હજી પણ આવા કેસો આવવાનું બંધ થઇ જાય તેવું આપણે ઇચ્છીએ છીએ. તેને સંપૂર્ણ પણે નાબુદ કરી શકીએ.

'સહિયારો પ્રયત્ન જોડાય ત્યારે વધારે સારૂ પરિણામ મળે'

તેમણે વધુમાં જણાવ્યું કે, મેં પરિવર્તનમાં સકારાત્મક મુદ્દાઓ વધારે જોયા છે. માત્ર સરકાર જ નહીં, પરંતુ ઘણાબધા પાસાઓનો સમાવેશ થવો જરૂરી છે. મહિલાઓ પોષિત આહાર લેવાનો છે, હું મેડિકલ કેમ્પમાં જાઉં છું. ત્યાં ગર્ભવતી અને ધાત્રી મહિલાઓ જોડે વાત કરવાનું થયું છે. તેમણે સ્ટેપલ ફૂડ માટે સંઘર્ષ કરવો પડે છે. ધારો કે હું કહું કે, ગર્ભવતી દરમિયાન આટલો ખોરાક લેવાનો, પરંતુ તેમના મગજમાં બંધાઇ ગયેલી ગ્રંથી અનુસાર, તેઓ ચોક્કસ ખોરાક જ લે છે. સરકારના યોજનાના પ્રયાસ જોડે, સહિયારો પ્રયત્ન જોડાય ત્યારે વધારે સારૂ પરિણામ મળે. સરકાર જે કંઇ આપી રહી છે, તેનો તમે ઉપયોગ કરો, કોઇને આપી ના દો. સરકારની યોજનાને સફળ પૂર્વક પાર પાડવા માટે સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે.

મહિલા સશક્તિકરણ અને શિક્ષણથી બદલાવ આવ્યો : વાચીની ભટ્ટ

તેમણે ઉમેર્યું કે, મહિલા બધાની સાથે ભોજન લઇ શક્તી ન્હતી. આજે મહિલા બધાની સાથે સન્માન સાથે ભોજન લઇ શકે છે. સાથે જ તે પોતાના નિર્ણયો લઇ શકે છે. આ વાત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીને મારે અભિનંદન આપવા છે, આ બદલાવ શિક્ષણથી આવ્યો છે, મહિલા સશક્તિકરણથી આવ્યો છે. છેલ્લા વર્ષોથી સતત પ્રયત્નો થઇ રહ્યા છે.

માતાનાં પોષણનું ધ્યાન રાખીએ, તો બાળકનું પોષણ સચવાય : મિશેલ એન્જિનિયર

HCG આસ્થા હોસ્પિટલના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કોલોજીસ્ટ ડો. મિશેલ એન્જિનીયર એ જણાવ્યું કે, પહેલા જે કેસો આવતા હતા, તે લાખોની સંખ્યામાં હતા. હવે સંખ્યા હજારોમાં થઇ ગઇ છે, ઘટી ગઇ છે. સરકાર તરફથી જે પગલાં લેવાયા, યોજનાઓ બનાવાઇ, માતૃશક્તિ યોજનામાં તેમને પોષણ યુક્ત રાશન અપાય છે, પોષણ સુધા યોજના જેમાં તેમને એક સમયનું જમવાનું આપવામાં આવે છે. ફોલીક એસિડ, આયર્ન, કેલ્શિયમની ટેબ્લેટ અપાય છે, માતા અને સંતાનના વેક્સિનેશનનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. ગર્ભવતી માતા અને ધાત્રી માતાના પોષણનું ધ્યાન રાખીએ, તો બાળકનું પોષણ સચવાઇ જાય છે. અને તે તંદુરસ્ત જન્મે છે. જેથી આપણું ભવિષ્ય તંદુરસ્ત થાય છે.

'બાળક જન્મે ત્યારે પોષણ, પ્રોટિન, વિટામિન, મિનરલ્સ વગેરેની જરૂરત હોય'

તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલા ગર્ભવતી હોય અને બાળક જન્મે છે ત્યારે, મિનિમમ તેમને 11 કિલો વજન વધી જતું હોય છે. જેથી તેમને વધારે પોષણ, પ્રોટિન, વિટામીન, મીનરલ્સ, વગેરેની જરૂરત પડતી હોય છે, હિમોગ્લોબીન માટે આયર્ન અને ફોલિક એસિડની જરૂરત પડતી હોય છે. સાથે જ તેઓ પુષ્કળ પ્રમાણમાં પાણી પીએ તે પણ જરૂરી છે.

'યોગ્ય પ્રયાસો-સમજણથી ઓછું વજન, ગર્ભપાત સહિતનાં મુદ્દાઓને નિવારી શકાશે'

તેમણે ઉમેર્યું કે, મહિલાનો સ્વભાવ એવો છે કે, તે પોતાની જાતને છેલ્લી પ્રાથમિકતા આપે છે. ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને કહેવાનું કે, આવા સમયે તેઓ સારૂ પોષણ લેશે, તો તેમનુ સંતાન પણ સ્વસ્થ જન્મશે. વજન ઓછુ, ગર્ભપાત સહિતના મુદ્દાઓને નિવારી શકાશે.

આ પણ વાંચો - Gujarat First નું મેગા ‘પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવ’, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સાથે ખાસ સંવાદ

Tags :
BJPMLARitaPatelDr.MichaelEngineerGujaratFirstGujaratiNewsnewsPoshanPreritConclaveSocialWorkerVachiniBhatt
Next Article