Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, જાણીતા વકીલ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તબીબ જોડાયા
- પાછલા વર્ષોમાં અમલમાં મુકેલી યોજનાઓના કારણે આજે સકારાત્મક પરિણામો આવ્યા
- મહિલા અને બાળકોને સ્વાસ્થ્યમાં ખુબ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે
- નવરાત્રી દરમિયાન ગરબામાં એક પણ હેરાનગતિની ઘટના સામે આવી નથી – રિતિકા સેવક
Poshan Prerit Conclave : દેશમાં ઘરના નિર્ણયો ઘરના મોભી લેતા હોય છે. પરંતુ ઘરની નારી, નારીને શક્તિ સ્વરૂપ બનાવવાની ચિંતા જેમણે વ્યક્ત કરી, તે છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi). તેમના વિચારોને, તેમના સપનાંઓને, જનજન સુધી આગળ વધાર્યો છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ (CM Bhupendra Patel). બેટી બચાઓ, બેટી પઢાઓથી લઇને મહિલા સશક્તિકરણ અંગે ગુજરાતમાં અનેક યોજનાઓ લાગુ છે, 24 વર્ષમાં ગુજરાતનો વિકાસ હરણફાળ થયો છે, એવું કહીએ તો ગુજરાત 360 ડિગ્રી બદલાયું છે. વિકાસના પોષણ સપ્તાહની ઉજવણી અંતર્ગત લોકપ્રિય ચેનલ Gujarat First દ્વારા આયોજિત પોષણ પ્રેરિત ગુજરાત કોન્કલેવમાં (Poshan Prerit Gujarat Conclave) જાણીતા સમાજ સેવિકા અને વકીલ રિતિકાબેન સેવક (Known Social Worker And Lawyer – Ritikaben Sevak) અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ મૈત્રી ગાંધી (Radiation Oncologist – Dr. Maitri Gandhi ) ઉપસ્થિત રહ્યા છે.
મુખ્ય વ્યક્તિએ ઘરની સ્ત્રીઓના પોષણમાં ધ્યાન આપવું જોઇએ – રિતિકા સેવક
રિતિકાબેન સેવકએ કોન્કલેવમાં જણાવ્યું કે, પોષણ માહની વાત કરીએ તો, આ આપણો 8 મો પોષણ માહ છે. જે વર્ષ 2018 થી સતત ચાલુ થયેલો છે. દર વર્ષે તેમાં નવા નવા ઉમેરો કરવામાં આવ્યા છે. આ વખતે મારી ફેવરિટ થીમ છે, જે ઓબેસિટિ છે. ઓબેસિટિ પર ભાર મુકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ્ય છે કે, દેશ ઓબેસિટિ મુક્ત થવો જોઇએ. નાના બાળકો, મહિલા, વૃદ્ધો ઓબેસિટિનો શિકાર થઇ રહ્યો છે. બીજી સારી થીમ છે કે, ઘરના મુખ્ય વ્યક્તિએ ઘરની સ્ત્રીઓના પોષણમાં ધ્યાન આપવું જોઇએ. 24 વર્ષ પહેલાની સ્થિતી અને આજની સ્થિતીની સરખામણી મુશ્કેલ છે, બંનેમાં જમીન-આસમાનનો ફર્ક છે, તેવું હું કહી શકું.
‘નવરાત્રીમાં એક પણ હેરાનગતિના સમાચાર આવ્યા નથી’
તેમણે વધુમાં જણાવ્યું કે, હું 17 વર્ષથી વકીલાત કરું છું. મારા શરૂઆતના સમયમાં કોર્ટ રૂમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય કોઇ પણ કચેરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, તેમાં મોટા બદલાવ થયા છે. મહિલાઓને સતત પ્રાયોરિટિ આપવામાં આવી રહી છે. મહિલાઓ માટે અલગ રૂમ, ક્લિન રૂમ, સ્વચ્છ પાણી સહિતની સુવિધાઓ અપાઇ છે. સેફ્ટિનું ઉદાહરણ આપું તો, હમણાં જ નવરાત્રી ગઇ છે, તેમાં એક પણ હેરાનગતિના સમાચાર આવ્યા નથી, તે આપણી સેફ્ટિ છે. પોલીસ સ્ટાફ નવરાત્રી નહીં ઉજવાની, જે કોઇ નાગરિકો રમી રહ્યા છે, તેમની સુરક્ષામાં તૈનાત હતા. અત્યારે પણ તમે અડધી રાત્રે પોલીસને મદદ માટે ફોન કરો છો, તો તેઓ તમને અડધી રાત્રે મદદ કરશે, તમને ઘર સુધી મુકી જશે, પોતાના વાહનમાં પણ મુકવાની સુવિધા આપે છે. દર ચાર રસ્તે પોલીસ લોકોની સેવામાં હોય છે. ગુજરાત પોલીસ લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તે ફક્તને ફક્ત છેલ્લા 5 - 7 વર્ષમાં બદલાવ જોવા મળ્યો છે. આ ફક્ત મહિલા માટે નહીં પરંતુ બાળકો, પુરૂષો અને વૃદ્ધો માટે પણ છે. સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
‘ગેસના બોટલ ચઢાવવાથી લઇને ચૂલ્હા સિસ્ટમમાંથી છુટકારો’
તેમણે ઉમેર્યું કે, મહિલાઓ માટે, પાણી ભરવા માટે જતી સ્ત્રીઓને મેં જોઇ છે. તેમને દૂર જવું પડતું હતું. હવે ઘર સુધી નળ આવી ગયા છે. તે નરેન્દ્રભાઇ મોદીની પ્રાથમિકતાના કારણે થયું છે. ઘરે ગેસ લાઇન આવી ગઇ છે, જેથી તમારે ઘરે ગેસના બોટલ ચઢાવવાથી લઇને ચૂલ્હા સિસ્ટમમાંથી છુટકારો મળ્યો છે. ચૂલાના કારણે મહિલાઓને ફેફસાની બિમારીઓ થતી હતી. હવે નાનામાં નાના ઘરોમાં ગેસ સ્ટવની ઉપલબ્ધી છે.
‘મહિલાઓના સપનાઓને ઉડવા દે છે’
તેમણે વધુમાં ઉમેર્યું કે, અત્યારે તમે સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ કરતા વધારે સારી સર્વિસ આપવામાં આવી રહી છે. તેનું પ્રિમાઇસિસ સુવિધાસભર બની છે. તેમાં પણ એસી રૂમની સુવિધા જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, અર્બન ગુજરાતમાં પણ મહિલાઓ એટલી બધી આગળ ન્હોતી. અમુક ઉંમર થાય એટલે નોકરી નથી કરવી, લગ્ન કરાવી લો. એ બધુ અત્યારે સેફ્ટી ફિચર આવવાની સાથે, ટેક્નોલોજી અપડેટ થવાના કારણે, ઘરના લોકો મહિલાઓના સપનાઓને ઉડવા દે છે.
‘ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિકરીઓ સરકારી શાળામાં અભ્યાસ કરી રહી છે’
તેમણે અંતમાં ઉમેર્યું કે, આપણા જ ગ્રામ્ય વિસ્તારો છે, ડાંગ છે, ત્યાંની માનસિકતા જ ન્હોતી, કે સ્ત્રીઓ બહાર આવે, તે કામ કરે, અને ઘરે આવે તેવી જ માનસિકતા હતી. ત્યાં પણ છોકરીઓ આંગણવાડીની સુવિધા લઇ રહી છે. સરકારી શાળામાં અભ્યાસ કરી રહી છે. મહિલાના વિકાસ માટે ખુબ સારૂ કામ થઇ રહ્યું છે.
સ્વાસ્થ્ય અને તેમની સારવાર લેવાની ક્ષમતામાં ફર્ક – ડો. મૈત્રી ગાંધી
રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડો. મૈત્રી ગાંધી જણાવ્યું કે, આપણી ગુજરાત સરકારે મહિલા અને બાળકોના સશક્તિ કરણ માટે 20 વર્ષમાં ખુબ પ્રયત્નો કર્યા છે. જેના કારણે તેમાં ખુબ સારી પ્રગતિ જોવા મળી રહી છે. ગામડે ગામડે જઇને, તેમણે ગર્ભવતી મહિલા અને નાના બાળકો માટે જે કામ કર્યું છે, તેમને પોષણ યુક્ત આહાર મળે તેનું સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું છે. છેલ્લા 5 - 10 વર્ષમાં ગર્ભવતી મહિલાઓ, શિશુઓને પોષણયુક્ત આહાર આપ્યો, અને યોજનાકીય લાભો આપ્યા, તેના માટે ગુજરાત સરકારે ખુબ મહેનત કરી છે. પહેલાની સરખામણીમાં અમારી પાસે જે દર્દી આવતું હતું, તેની સ્વાસ્થ્યની જે સ્થિતી હતી, અને વર્ષે બાદ આજે ગામડામાંથી કોઇ દર્દી આવે છે, તેની સ્વાસ્થ્યની જે સ્થિતી છે, તેમાં ઘણો સકારાત્મક અંતર જોવા મળે છે. તેમનું સ્વાસ્થ્ય અને તેમની સારવાર લેવાની ક્ષમતામાં ફર્ક જોવા મળ્યો છે. જેનો શ્રેય ગુજરાત સરકારને જાય છે. મહિલા - બાળકોના સ્વાસ્થ્ય, તેમાં સુધારો, તેમનું પોષણ અને શિક્ષણથી જ આપણને મોટો સુધારો જોવા મળશે.
‘ટ્રીટમેન્ટમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે’
તેમણે વધુમાં જણાવ્યું કે, કોઇ પણ ટ્રીટમેન્ટ છે, તેના અંગે જાગૃતતા પણ વધતી જાય છે. હવે જે પ્રધાનમંત્રીએ માં અમૃતમ યોજના ચાલૂ કરી છે. ખુબ જ બધી સારવાર મહિલાઓ, અને દેશના નાગરિકને તેનો ફાયદો મળી રહ્યો છે. કોઇ પણ રોગ લઇ લો, કેન્સરથી લઇને હ્રદય રોગ લઇ લો, તેની સારવાર થઇ શકે છે. જેનો લાભ દેશવાસીઓ લઇ રહ્યા છે. જેને લઇને ટ્રીટમેન્ટમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યા છે. ઘણા લોકોને એવું હતું કે, આમાં પણ ફી લાગશે. પૈસાના કારણે દર્દીને ખચકાટ ના થાય, તે માટે સરકારે જે પગલાં લીધા છે, તે સરાહનીય છે.
‘જે રોગો પહેલા જોવા મળતા હતા, તે હવે નથી’
તેમણે અંતમાં ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીએ જે દિર્ઘદ્રષ્ટિ દાખવી છે, તેનું ખુબ સારૂ પરિણામ મળ્યું છે, જે રોગો પહેલા જોવા મળતા હતા, તે હવે જોવા મળતા નથી. અને જે કુપોષણના કારણે બાળકો મોટા થતા રોગો આવતા હતા, તેમાં ઘટાડો થયો છે. માતાઓમાં પોષણ ઓછું મળવાના કારણે સ્વાસ્થ્ય પર જે અસર પડતી હતી, તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો ------ Gujarat First નો પોષણ પ્રેરિત કોન્કલેવ, ગાંધીનગરના મેયર અને અમદાવાદના ધારાસભ્ય જોડાયા