Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat First ના ‘શિવ મહોત્સવ’માં Maithili Thakur નું આગમન

Gujarat First ના શિવ મહોત્સવમાં બિહારની બેટી મૈથિલી ઠાકુરે પોતાના સુમધુર કંઠે શિવસ્તુતી રજૂ કરી છે. દરમિયાન Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ જોડેની વાતમાં મૈથિલી ઠાકુરે જણાવ્યું કે, મારૂ સૌભાગ્ય છે, કે હું ભવનાથની મુલાકાતે છું, અત્યાર સુધીમાં અહીં નહીં આવવાનો મને વસવસો છે
gujarat first ના ‘શિવ મહોત્સવ’માં maithili thakur નું આગમન
Advertisement
  • Gujarat First દ્વારા ભવનાથમાં શિવ મહોત્સવનું આયોજન કરાયું
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 'શિવ મહોત્સવ' નું ઉદ્ઘાટન
  • બિહારના સિંગર મૈથિલી ઠાકુર બન્યા શિવ મહોત્સવના મહેમાન
  • ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ દ્વારા કરાયું સ્વાગત

Gujarat First : ગુજરાત ફર્સ્ટનો (Gujarat first News) અનોખો અભિગમ 'STUDIO ON WHEELS' હાલ જુનાગઢમાં છે. અહીં, ભગવાન શિવના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બિહારના ધારાસભ્ય મૈથિલી ઠાકુરનું (Maithili Thakur - Singer And Bihar MLA) આગમન થયું છે. Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. VivekKumar Bhatt - Gujarat First, Channel Head) દ્વારા મૈથિલી ઠાકુરનું સ્વાગત કરવામાં આવ્યું છે.

શિવ મહોત્વમાં મહેમાન બન્યા (Gujarat First - Shiv Mahotsav)

ભગવાન શિવના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ દ્વારા ભવ્ય 'શિવ મહોત્સવ' નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshbhai Sanghvi) વરદ હસ્તે 'શિવ મહોત્સવ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દરમિયાન, નરસિંહ મહેતા ધામમાં સાધુ-સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં લોકોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે લોકપ્રિય સિંગર અને બિહાર વિધાનસભાના ધારાસભ્ય મૈથિલી ઠાકુર શિવ મહોત્વમાં મહેમાન બન્યા છે. Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. VivekKumar Bhatt - Gujarat First, Channel Head) દ્વારા મૈથિલી ઠાકુરનું સ્વાગત કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો ------ STUDIO ON WHEELS : Gujarat First ટીમની કામગીરીથી પ્રભાવિત થયા DyCM હર્ષભાઈ સંઘવી

Advertisement

અત્યાર સુધીમાં અહીં નહીં આવવાનો મને વસવસો છે

બિહારની બેટી મૈથિલી ઠાકુરે શિવ મહોત્સવમાં પોતાના સુમધુર કંઠે શિવસ્તુતી રજૂ કરી છે. દરમિયાન Gujarat First ના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ જોડેની વાતમાં મૈથિલી ઠાકુરે જણાવ્યું કે, મારૂ સૌભાગ્ય છે, કે હું ભવનાથની મુલાકાતે છું, અત્યાર સુધીમાં અહીં નહીં આવવાનો મને વસવસો છે, ભવનાથનું એક આગવું મહાત્મય છે.

STUDIO ON WHEELS ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે

જુનાગઢનાં ભવનાથમાં (Bhavnath) ગુજરાત ફર્સ્ટ દર્શકોનું માધ્યમ બન્યું છે. સતત પાંચ દિવસ ભવનાથ મેળાની પળેપળની ખબર દર્શકો LIVE નિહાળી શકશે. STUDIO ON WHEELS પણ મહાશિવરાત્રિના મેળામાં સામેલ થશે અને રોજેરોજ સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો 'મહાસંવાદ' કરશે. STUDIO ON WHEELS આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 15 ફેબ્રુઆરી સુધી ગુજરાત ફર્સ્ટ પર LIVE 'શિવ મહોત્સવ'નું (Shiv Mahotsav 2026) આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો ------ Junagadh: સંતો સાથે ગુજરાત ફર્સ્ટનો સંવાદ, મહાદેવગીરી બાપુએ સ્ટુડિયો ઓન વ્હીલ્સને આપી શુભેચ્છા

Tags :
Advertisement

.

×