Vijaybhai Rupani : મુખ્યમંત્રીનું પદ જવાબદારી છે, પાર્ટીએ વિશ્વાસ મુક્યો એટલે CM બન્યા : અંજલિબેન રૂપાણી
- સાદગી, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે ગુજરાતનાં પૂર્વ CM સ્વ. Vijaybhai Rupani!
- યાદોમાં જીવે છે, મૃત્યુ બાદ પણ વિજયી છે તેમની જીવન યાત્રા!
- સ્વ.વિજયભાઈના અર્ધાંગિની અંજલિબેન રૂપાણી સાથે GujaratFirst નો SUPER EXCLUSIVE સંવાદ
- અંજલિબેન રૂપાણીએ 'કૉમન મેન' સ્વ. વિજયભાઈ રૂપાણીની યાદો વાગોળી
- "સાહેબનો દ્રષ્ટીકોણ હંમેશા મોટો રહ્યો છે"
- "સાહેબે કોઈ દિવસ કોઈને તુકારો નથી કર્યો : અંજલિબેન રૂપાણી
- "બે વખત સાહેબે લંડન માટેની ટિકિટ કેન્સલ કરાવી હતી"
- "પાર્ટીએ કહ્યું એટલે હસતા મોઢે રાજીનામું આપ્યું"
Ahmedabad : સાદગી, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ એટલે પૂર્વ સીએમ સ્વ. શ્રી Vijaybhai Rupani! મૃત્યુ બાદ પણ તેમની જીવન યાત્રા વિજયી છે. ગુજરાતનાં 'કૉમન મેન' (Common Man) તરીકે જાણીતા પૂર્વ મુખ્યમંત્રી આજે પણ પરિવાર અને જનતાની યાદોમાં જીવે છે. સેવાની સુવાસથી જેમણે દિલોમાં જગ્યા બનાવી એવા સ્વ. વિજયભાઈના અર્ધાંગિની અંજલિબેન રૂપાણી (Anjaliben Rupani) સાથે Gujarat First દ્વારા SUPER EXCLUSIVE સંવાદ કરવામાં આવ્યો છે. ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સાથેના સંવાદમાં અંજલિબેન રૂપાણીએ સ્વ.વિજયભાઈ રૂપાણીની યાદો વાગોળી હતી અને સ્વ.વિજયભાઈ વિશે રસપ્રદ વાતો પણ જણાવી હતી.
વંચિત બાળકોની સાહેબ ચિંતા કરતા હતા : અંજલિબેન રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈના (Vijaybhai Rupani) અર્ધાંગિની અંજલિબેન રૂપાણી સાથે Gujarat First નાં ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ એ ખાસ વાતચીત કરી હતી. દરમિયાન, અંજલિબેન રૂપાણીએ સ્વ.વિજયભાઈની કેટલીક જાણી-અજાણી વાતો કહી હતી. અંજલિબેને કહ્યું કે,'એ રાજનીતિમાં હતા પણ રાજકારણી ન હતા. તેઓ હંમેશા પોતાને 'કૉમન મેન' જ સમજતા હતા.' તેમણે આગળ કહ્યું કે, 'પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ' (Pujit Rupani Memorial Trust) ની જવાબદારી વધી છે. તેમની ગેરહાજરીમાં ટ્રસ્ટનો પહેલો કાર્યક્રમ હતો.' દરમિયાન, અંજલિબેન રૂપાણી ભાવુક થયા હતા અને કહ્યું કે,'વંચિત બાળકોની સાહેબ ચિંતા કરતા હતા. સાહેબનો દ્રષ્ટીકોણ હંમેશા મોટો રહ્યો છે. બાળકોને રોટી, કપડા અને શિક્ષણ મળે તેવો તેમનો પ્રયાસ હતો. 60 બાળકથી ચાલુ થયેલું ટ્રસ્ટ આજે વટવૃક્ષ બન્યું છે.'
આ પણ વાંચો - Rivaba Jadeja : રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જાહેર મંચ પર કર્યો રસપ્રદ ખુલાસો!
'બે વખત સાહેબે લંડન માટેની ટિકિટ કેન્સલ કરાવી હતી'
અંજલિબેન રૂપાણીએ કહ્યું કે, 'સાહેબને પહેલાથી કાર્યકર્તાઓ પ્રત્યે ખૂબ જ લાગણી હતી. છેવાડાનાં માનવીની તેઓ હંમેશા ચિંતા કરતા હતા. સાહેબની આધ્યાત્મિક ઊંચાઈ પણ ખૂબ ઉપર હતી. સાચા અર્થમાં સાહેબ જૈન ધર્મને (Jainism) વરેલા હતા. સાહેબે કોઈ દિવસ કોઈને તુકારો કર્યો નથી. સ્પષ્ટ વક્ત હતા અને સાદગીમાં માનતા હતા. સાહેબ કહેતા ગુજરાતનાં લોકો કર્મશીલ છે.' અંજલિબેન રૂપાણીએ આગળ જણાવ્યું કે,'લંડન અમે સાથે જવાના હતા. તે સમયે સાહેબ પંજાબનાં પ્રભારી હતા. જવાબદારી પૂર્ણ કરવી જોઈએ તેવું તે માનતા હતા. આથી, બે વખત સાહેબે લંડન માટેની ટિકિટ કેન્સલ કરાવી હતી.'
આ પણ વાંચો - Good News : નીતિન જાનીએ 2027 ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું- જનતાની ઈચ્છા હશે તો લડીશ
સાહેબ કહેતા ખુરશી મારા પર ન બેસવી જોઈએ : અંજલિબેન રૂપાણી
પોતાની મુલાકાત અંગે વાત કરતા અંજલિબેન રૂપાણીએ (Anjaliben Rupani) જણાવ્યું હતું કે,'અમારી મુલાકાત વિદ્યાર્થી પરિષદ દરમિયાન થઈ હતી. તેમના ગુણ વર્ણવું તો રાત પડી જાય. વિચારધારા પ્રત્યેની તેમની નિષ્ઠા મને પસંદ હતી. મેં નહીં તું એવી ભાવના સાહેબ રાખતા હતા. લાગણીશીલ અને સૌમ્ય સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા હતા.' અંજલિબેને કહ્યું કે, 'મુખ્યમંત્રીનું પદ એક જવાબદારી છે, સાહેબ કહેતા ખુરશી મારા પર ન બેસવી જોઈએ. ક્યારે તેમના મગજ પર ખુરશી હાવી ન હતી.' અંજલીબેને આગળ કહ્યું કે, 'પાર્ટીએ વિશ્વાસ મુક્યો એટલે મુખ્યમંત્રી બન્યા. પાર્ટીએ કહ્યું એટલે હસતા મોઢે રાજીનામું આપ્યું. મુખ્યમંત્રીનું પદ કોઈ વારસામાં તો મળ્યું ન હતું. અમે વિચારધારાને વરેલા છીએ, પાર્ટીને વરેલા છીએ. પાર્ટી જે કે એ અમારે કરવાનું હોય. વિચારધારા મહાન છે, રાષ્ટ્ર મહાન છે. નિષ્ઠાથી પાર્ટીનું કામ કરવું જોઈએ.'
આ પણ વાંચો - Rain in Gujarat : રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ, આ જગ્યાએ સૌથી વધુ વરસાદ ખાબક્યો!