Studio on Wheels: ગુજરાત ફર્સ્ટનો નવતર પ્રયોગ! રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે શુભારંભ
Studio on Wheels: ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 'STUDIO ON WHEELS' અને અત્યાધુનિક ડિજિટલ ન્યૂઝ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાઈટેક સ્ટુડિયોનું રીબિન કાપી લોકાર્પણ કર્યું હતું અને ગુજરાત ફર્સ્ટના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો.
Gujarat First નો જનરથ મુદ્દાઓનો મહારથ ! STUDIO ON WHEELSનો CMના હસ્તે શુભારંભ
- રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે શુભારંભ
- રાજ્યના મુખ્યસચિવ એમ.કે.દાસ અને CMOના અધિક અગ્રસચિવ અવતિંકાસિંઘની ગરિમામય ઉપસ્થિતિમાં લોકાર્પણ…— Gujarat First (@GujaratFirst) December 19, 2025
રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , માનનીય ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે ગુજરાત ફર્સ્ટના “ studio on wheels “ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી એમકે દાસ અને અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંહની ગરિમામય ઉપસ્થિતિમાં “ ગુજરાત ફર્સ્ટનો studio on wheels - જનરથ મુદ્દાઓનો મહારથ તમારા આંગણે આવવા નીકળી ગયો છે. “ 34 જિલ્લા 10,000 કિલોમીટર અને 90 દિવસ સતત કાર્યરત રહેશે....
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ studio on wheels ની મુલાકાત લઈ તેની ટેકનોલોજી નિહાળી
December 19, 2025 12:41 pm
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા
December 19, 2025 12:34 pm
રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , માનનીય ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે ગુજરાત ફર્સ્ટના “ studio on wheels “ નો ભવ્ય શુભારંભ થયો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી એમકે દાસ અને અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની ગરિમામય ઉપસ્થિતિમાં “ ગુજરાત ફર્સ્ટનો studio on wheels - જનરથ મુદ્દાઓનો મહારથ તમારા આંગણે આવવા નીકળી ગયો છે. આ મહારથ 34 જિલ્લા 10,000 કિલોમીટર અને 90 દિવસ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલે (Jasminbhai Patel), ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને આવકાર્યા હતા.
Gujarat First એપ લોન્ચ
December 19, 2025 12:12 pm
મુખ્યમંત્રીના હસ્તે માત્ર સ્ટુડિયો જ નહીં, પણ Gujarat First ની મોસ્ટ એડવાન્સ્ડ ન્યૂઝ એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સમાચાર માત્ર ટીવી પર જ નહીં, પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ રહેશે.
ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો
December 19, 2025 12:09 pm
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાઈટેક સ્ટુડિયોનું રીબિન કાપી લોકાર્પણ કર્યું
December 19, 2025 12:06 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે STUDIO ON WHEELSની મુલાકાત લઈ પ્રસંશા કરી
December 19, 2025 11:38 am
ગુજરાત ફર્સ્ટના STUDIO ON WHEELSનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શુભારંભ કરાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે STUDIO ON WHEELSની મુલાકાત લઈને ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની પ્રસંશા કરી છે. STUDIO ON WHEELSના શુભારંભમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ અને CMના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યાં છે.
Gujarat First નો જનરથ મુદ્દાઓનો મહારથ ! STUDIO ON WHEELSનો CMના હસ્તે શુભારંભ
— Gujarat First (@GujaratFirst) December 19, 2025
- રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે શુભારંભ
- રાજ્યના મુખ્યસચિવ એમ.કે.દાસ અને CMOના અધિક અગ્રસચિવ અવતિંકાસિંઘની ગરિમામય ઉપસ્થિતિમાં લોકાર્પણ… pic.twitter.com/c4auQmIFTE
મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
December 19, 2025 11:15 am
લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટુડિયોની મુલાકાત લઈ તેની ટેકનોલોજી નિહાળી હતી. તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ સુધી પહોંચવાના ગુજરાત ફર્સ્ટના આ લક્ષ્યની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ પ્રયોગ લોકશાહીના ચોથા સ્તંભને વધુ મજબૂત બનાવશે અને વિકાસની વાતોને વેગ આપશે. ગુજરાત ફર્સ્ટનો આ 'જનરથ' હવે રાજ્યના ખૂણેખૂણે જઈને વિકાસ અને જનતાના મુદ્દાઓનો મહારથ સાબિત કરવા તૈયાર છે.
એપની ખાસિયતો
December 19, 2025 11:15 am
ગુજરાત ફર્સ્ટની એપની ખાસિયતોની જો વાત કરીએ તો, દર્શકો અહીં લાઈવ ટીવીની સાથે શોર્ટ્સ, રીલ્સ અને વેબ સ્ટોરીઝ દ્વારા ઝડપી સમાચાર મેળવી શકશે. ઉપરાંત કન્ટેન્ટની વિવિધતા પણ તમને અહીં જોવા મળી જશે. ન્યૂઝ સ્ટોરીઝ, ખાસ પોડકાસ્ટ અને લાઈવ બ્લોગ દ્વારા ઊંડાણપૂર્વકની માહિતી મળશે.આ સાથે પળેપળની અપડેટ્સ તરત જ યુઝર્સના મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા પહોંચાડવામાં આવશે.
Gujarat First એપ લોન્ચ
December 19, 2025 11:15 am
મુખ્યમંત્રીના હસ્તે માત્ર સ્ટુડિયો જ નહીં, પણ Gujarat First ની મોસ્ટ એડવાન્સ્ડ ન્યૂઝ એપ્લિકેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સમાચાર માત્ર ટીવી પર જ નહીં, પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ રહેશે.
શું છે સ્ટુડિયો ઓન વ્હીલ્સ
December 19, 2025 11:15 am
સામાન્ય રીતે લોકોએ પોતાના પ્રશ્નો કે વાત રજૂ કરવા સ્ટુડિયો સુધી જવું પડતું હોય છે, પરંતુ હવે સ્ટુડિયો પોતે જ જનતાના આંગણે પહોંચશે. જીહા, આ હાઈટેક સ્ટુડિયો આગામી 90 દિવસમાં 10,000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં ફરશે. વળી આ યાત્રા દરમિયાન નેતાઓ, અભિનેતાઓ, લોક કલાકારો, ઉદ્યોગકારો અને પશુપાલકો સાથે સીધો સંવાદ કરવામાં આવશે. ગુજરાતની ધર્મ-ધરોહર, સાંસ્કૃતિક વિરાસત, રાજનીતિ અને ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવી સ્થાનિક પ્રશ્નોને અવાજ આપવામાં આવશે. આ મોબાઈલ સ્ટુડિયો દ્વારા સ્થળ પરથી જ લાઈવ પોડકાસ્ટ પણ કરવામાં આવશે.
ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો
December 19, 2025 11:12 am
Studio on Wheels: ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 'STUDIO ON WHEELS' અને અત્યાધુનિક ડિજિટલ ન્યૂઝ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ હાઈટેક સ્ટુડિયોનું રીબિન કાપી લોકાર્પણ કર્યું હતું અને ગુજરાત ફર્સ્ટના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો.


