Mahakumbh 2025 : સત્કર્મ કરવામાં આવે તો તેનું અનંતગણું ફળ મળે છે : અવધકિશોર બાપુ
- ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh 2025)
- મોઢેરાનાં મહંત અવધકિશોર બાપુ સાથે ખાસ વાતચીત
- ગુજરાતનાં મોઢેરાનાં તપોવન આશ્રમથી મહંત મહાકુંભ આવ્યા
- "6 વર્ષે અર્ધકુંભ, 12 વર્ષે પૂર્ણ કુંભ અને 144 વર્ષે મહાકુંભ યોજાય : અવધકિશોર બાપુ
Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાંથી (Prayagraj) 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે કરવામાં આવી રહ્યું છે. આ ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી છે અને અહીં વિવિધ સાધુ-સંતો અને મહાત્માઓ સાથે સંવાદ કરવાની કોશિશ કરી રહી છે. દરમિયાન, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે મોઢેરાનાં મહંત અવધકિશોર બાપુએ (Avadhkishore Bapu) ખાસ વાતચીત કરી હતી.
આ પણ વાંચો - Mahakumbh: મહાકુંભમાં હનુમાનજી પધારશે એવી મારી શ્રદ્ધા છે, અને આ ત્રણ રૂપમાં આવશે: યુવા સેવક
Mahakumbh । Modhera ના મહંત અવધકિશોર બાપુ સાથે ખાસ વાતચીત । Gujarat First@vishvek11 @myogiadityanath @kpmaurya1 #mahakumbh2025 #mahakumbhmelaprayagraj #mahakumbhmela2025 #mahakumbh #kumbhmela #khumbhmela2025 #prayagrajkumbh #prayagrajkumbh pic.twitter.com/9hMkpIYBS2
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
"6 વર્ષે અર્ધકુંભ, 12 વર્ષે પૂર્ણ કુંભ અને 144 વર્ષે મહાકુંભ યોજાય : અવધકિશોર બાપુ
ગુજરાતનાં મોઢેરાનાં તપોવન આશ્રમથી મહંત અવધકિશોર બાપુ (Avadhkishore Bapu) મહાકુંભ પધાર્યા છે. અહીં, તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે મહાકુંભનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું કે, 6 વર્ષે અર્ધકુંભ, 12 વર્ષે પૂર્ણ કુંભ અને 144 વર્ષે મહાકુંભ યોજાય છે. દરમિયાન, અહીં આવતા લોકો વ્રત, ઉપવાસ, નિયમો, અનુષ્ઠાન કરે છે. સત્કર્મ કરવામાં આવે તો તેનું અનંતગણું ફળ મળે છે. અવધકિશોર બાપુએ આગળ કહ્યું કે, હાલ અહીં ભાગવત કથા ચાલી રહી છે. દૂર-દૂરથી ભક્તો આવી રહ્યા છે. મૌની અમાસે એટલે કે આજે વધુ ભીડ જોવા મળી છે.
આ પણ વાંચો - Mahakumbh: આગામી ત્રણ પેઢીઓ પછી આ મહાકુંભનો અવસર આપણને પ્રાપ્ત થશે: સાંવરિયા શેઠ
'ભાગવત કથામાં દેશભરમાંથી લોકો આવ્યા'
ગુજરાતનાં મોઢેરાનાં (Modhera) મહંત અવધકિશોર બાપુએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું કે, એવો યોગ (Mahakumbh 2025) ઊભો થયો છે કે અહીં અમૃતની વર્ષા થઈ રહી છે. અમારા ત્યાં જે કોઈ આવે તેને ભોજન કરાવીએ છીએ. રામકથાની પૂર્ણાહુતિ બાદ હવે ભાગવત કથા ચાલી રહી છે, જેનો આજે ચોથો દિવસ છે. કથામાં દેશભરમાંથી લોકો અંદાજે 600-700 લોકો આવ્યા છે. અહીં આવતા લોકોનાં રહેવાની, સત્સંગની અને ભોજની વ્યવસ્થા કરીએ છીએ.
આ પણ વાંચો - અભિનેત્રીએ હજુ સંન્યાસ પણ નથી લીધો અને મહામંડલેશ્વર કેવી રીતે બની શકે: શંકરાચાર્ય