Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025 : રૂદ્રાક્ષ એ અમૃત સમાન છે, આને પહેરવાથી ઊર્જા મળે છે : રૂદ્રાક્ષધારી બાબા

રૂદ્રાક્ષધારી બાબાએ જણાવ્યું હતું કે, રૂદ્રાક્ષને એક અમૃત તુલ્ય પંચ તત્વનું પ્રતિક પણ માનવામાં આવે છે.
mahakumbh 2025   રૂદ્રાક્ષ એ અમૃત સમાન છે  આને પહેરવાથી ઊર્જા મળે છે   રૂદ્રાક્ષધારી બાબા
Advertisement
  1. પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh 2025)
  2. સંગમ સ્થાનથી ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટની ટીમ
  3. મહાકુંભમાં પધાર્યા સવા લાખ રૂદ્રાક્ષધારી બાબા
  4. રૂદ્રાક્ષ એ અમૃત સમાન છે, આને પહેરવાથી ઊર્જા મળે છે : રૂદ્રાક્ષધારી બાબા

ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજથી (Prayagraj) ગુજરાત ફર્સ્ટ દ્વારા 'મહાકુંભનું મહાકવરેજ' કરવામાં આવી રહ્યું છે. મહાકુંભની પળેપળની માહિતી દર્શકો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) વિવિધ ટીમો મહાકુંભમાં સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી છે. દરમિયાન, મહાકુંભમાં આવેલા સવા લાખ રૂદ્રાક્ષધારી બાબા (Rudraksha Dhari Baba) સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી.

આ પણ વાંચો - Mahakumbh 2025 : સત્કર્મ કરવામાં આવે તો તેનું અનંતગણું ફળ મળે છે : અવધકિશોર બાપુ

Advertisement

Advertisement

રૂદ્રાક્ષને અમૃત તુલ્ય પંચ તત્વનું પ્રતિક પણ માનવામાં આવે છે : રૂદ્રાક્ષધારી બાબા

ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા સવા લાખ રૂદ્રાક્ષધારી બાબાએ (Rudraksha Dhari Baba) જણાવ્યું હતું કે, રૂદ્રાક્ષને એક અમૃત તુલ્ય પંચ તત્વનું પ્રતિક પણ માનવામાં આવે છે. આને પહેરવાથી અનેક પ્રકારની ઊર્જા મળે છે. આનું પાણી પીવાથી રોગો પણ દૂર થતા હોય છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અંગે રૂદ્રાક્ષધારી બાબાએ કહ્યું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો પહેલા સૌને એક થવું પડશે.

આ પણ વાંચો - Mahakumbh: કિન્નરોને આ વખતે મહાકુંભમાં સ્થાન અને સુવિધા મળી છે: કનકેશ્વરીનંદગીરી દેવી

'સૌ કોઈ મહાકુંભમાં આવી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ'

મહાકુંભ (Mahakumbh 2025) અંગે વાત કરતા સવા લાખ રૂદ્રાક્ષધારી બાબાએ કહ્યું કે, સૌ કોઈ મહાકુંભમાં આવી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. જેઓ ધર્મનું આચરણ રાખી મંદિરમાં સેવા કરે છે તેમને પુણ્ય મળે છે. નોંધનીય છે કે, મહાકુંભમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો પધાર્યા છે અને મહાકુંભમાં આવેલા સાધુ-સંતોનાં આશીર્વાદ લઈ લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો - Mahakumbh: મહાકુંભમાં હનુમાનજી પધારશે એવી મારી શ્રદ્ધા છે, અને આ ત્રણ રૂપમાં આવશે: યુવા સેવક

Tags :
Advertisement

.

×