ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

B20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ

G20 અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ સુરતમાં 1 જુલાઇએ B20 મીટિંગ યોજાશે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક જુલાઇ 10-12 દરમિયાન કેવડિયા ખાતે યોજાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું...
02:32 PM Jun 30, 2023 IST | Vipul Pandya
G20 અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ સુરતમાં 1 જુલાઇએ B20 મીટિંગ યોજાશે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક જુલાઇ 10-12 દરમિયાન કેવડિયા ખાતે યોજાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું...
G20 અધ્યક્ષતા હેઠળ B20 અને ત્રીજી TIWG બેઠકના દોર માટે ગુજરાત સજ્જ
સુરતમાં 1 જુલાઇએ B20 મીટિંગ યોજાશે
ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક જુલાઇ 10-12 દરમિયાન કેવડિયા ખાતે યોજાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે અને તમામ માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધવામાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની G-20 અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થાય છે.જૂલાઇ મહિનામાં ગુજરાતમાં B20 (બિઝનેસ 20) અને G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક તેમજ મંત્રી સ્તરની બેઠકો આયોજિત કરવામાં આવી છે. 1 જૂલાઇના રોજ સુરતમાં B20 બેઠક યોજાશે જ્યારે, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ (TIWG)ની ત્રીજી બેઠક 10 થી 12 જૂલાઇ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાશે.
સુરતમાં 1 જૂલાઇએ B20 બેઠક
ટેક્સટાઇલ, ફાઇનાન્સ, બેન્કિંગ અને ડાયમંડ જેવા વિવિધ બિઝનેસ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતા G20 દેશોના લગભગ 200 પ્રતિનિધિઓ 1 જૂલાઈના રોજ સુરત ખાતે યોજાનારી B20 બેઠકમાં હાજરી આપશે.  B20 એક પ્રતિષ્ઠિત મંચ છે, જ્યાં પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ, પોલિસી મેકર્સ અને વિશ્વભરના નિષ્ણાંતો સામેલ થાય છે.
વૈશ્વિક આર્થિક એજન્ડા અને નીતિઓને  આકાર અપાશે
આ બેઠકના માધ્યમથી વ્યાપારના પ્રતિનિધિઓને વિવિધ આર્થિક અને વ્યાપાર સંબંધિત વિષયો પર તેમનો પરિપ્રેક્ષ્ય, આંતરદૃષ્ટિ અને નીતિ અંગેના સૂચનો રજૂ કરવાની તક મળશે. વૈશ્વિક આર્થિક એજન્ડા અને નીતિઓને આકાર આપવામાં, તેમના સૂચનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વૈશ્વિક વ્યવસાયો પર ચર્ચા
વૈશ્વિક વ્યવસાયો માટે નક્કી કરવામાં આવેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા સાથે આ B20 મીટિંગ શરૂ થશે. આ કાર્યક્રમના વક્તાઓમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સર્બાનંદ સોનોવાલ- કેન્દ્રીય કેબિનેટ મંત્રી- બંદરો, શિપિંગ અને જળમાર્ગ તેમજ આયુષ મંત્રાલય, ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના માનનીય રાજ્ય ગૃહ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, યુવા, રમતગમત (સ્વતંત્ર પ્રભાર) મંત્રી શ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. અન્ય મહાનુભાવોમાં CII ગુજરાતના ચેરમેન શ્રી દર્શન શાહ, ગુજરાત CIIના પાસ્ટ ચેરમેન અને અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી આનંદ દેસાઇ, ટાટા પાવર લિમિટેડના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર (MD) ડૉ. પ્રવીણા સિંહા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સીઇઓ શ્રી શ્રેયાંસ ઢોલકિયા, G7 અને G20 રિસર્ચ ગ્રુપ્સના ડાયરેક્ટ ઓફ અકાઉન્ટેબિલિટી ડૉ. એલા કોકોત્સિસ, HRH દાતુ ગ્રાન્ડ પ્રિન્સ ઑફ ઓરિએન્ટ્સ, સ્વિસ કેપિટલ ગ્રુપના ચેરમેન ડૉ. ગેરી સમ અને પ્રિન્સ રોયલ હ્યુમેનિટી બેંકના SCGનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ, શ્રી એસ.જે. હૈદર દ્વારા વિશેષ સંબોધન
B20 મીટિંગના પ્રથમ પ્લેનરી સેશનમાં ‘ગ્લોબલ વેલ્યુ ચેઇન માટે ડાયમંડ, ટેક્સટાઇલ અને કેમિકલ પ્લેનરી સેશન પછી ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ, શ્રી એસ.જે. હૈદર દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે. ટાટા કેમિકલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઝરીર લંગરાનાની અધ્યક્ષતામાં પેનલ ચર્ચા પણ થશે. પેનલના સભ્યોમાં ડૉ. વેંકટચલમ અંબુમોઝી, ડિરેક્ટર ઓફ રિસર્ચ સ્ટ્રેટેજી એન્ડ ઇનોવેશન, ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર આસિયાન એન્ડ ઇસ્ટ એશિયા (એરિયા-ERIA); શ્રી રાજેન ઉદેશી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રમુખ, શ્રી નરેશ પટેલ, વાઇસ ચેરમેન, CII સધર્ન ગુજરાત ઝોનલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ ચેરમેન અને એમડી, અમી ઓર્ગેનિક્સ લિ., શ્રી વિપુલ શાહ, ચેરમેન, ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને શ્રી કુલીન લાલભાઇ, વાઇસ ચેરમેન -CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, અરવિંદ લિ.નો સમાવેશ થાય છે.
B20 મીટિંગનું બીજું પ્લેનરી સેશન
B20 મીટિંગનું બીજું પ્લેનરી સેશન 'વધુ સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ: આર્થિક સશક્તિકરણ માટે નાણાકીય સમાવેશને આગળ વધારવો' પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સત્રની અધ્યક્ષતા એડલવાઈસ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના વડા શ્રી ગોપાલ અગ્રવાલ દ્વારા કરવામાં આવશે. આ પેનલના સભ્યોમાં શ્રીમતી મોના ખંધાર, અગ્ર સચિવ, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર; શ્રી સંદીપ સિક્કા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ, શ્રી વી.પી. નંદકુમાર, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, મણપ્પુરમ ફાઈનાન્સ લિ., શ્રી આશિષ ચૌહાણ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, સુશ્રી મેઘા જૈન, વરિષ્ઠ સલાહકાર, ખાનગી ક્ષેત્ર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, અને શ્રી નીરજ ચોક્સી, સહ-સ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર, એનજે ગ્રુપ ઓફ કંપનીઝ સામેલ થશે. આ B20 મીટ દરમિયાન સન્માનનીય મહેમાનો માટે ડ્રીમ સિટી અને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે.
3જી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગ
10 થી 12 જૂલાઈ, 2023 દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે યોજાનારી 3જી ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગ માટે વિવિધ G20 દેશોના 120થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ એકત્રિત થવાની અપેક્ષા છે.
આ મીટિંગની શરૂઆતમાં ‘ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પરના સેમિનારમાં પ્રતિનિધિઓ ભાગ લેશે. 
આ ઉપરાંત, અન્ય બે પેનલ ડિસ્કશન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્લ્ડ બેંક અને UNCTAD (યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ) જેવી સંસ્થાઓના મુખ્ય મહાનુભાવો હિસ્સો લેશે.
પ્રથમ સત્રના પેનલિસ્ટ્સમાં EYના પાર્ટનર શ્રી મિહિર શાહ, UNCTADની ટ્રેડ લોજિસ્ટિક્સ બ્રાન્ચના વડા શ્રી જેન હોફમેન, UNCTADના ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ ડિવિઝનના ડાયરેક્ટર સુશ્રી શમિકા સિરિમને, વર્લ્ડ બેંકના ગ્લોબલ ડાયરેક્ટર ફોર ટ્રેડ સુશ્રી મોના હદાદ, વર્લ્ડ બેંકના સિનિયર ટ્રાન્સપોર્ટ સ્પેશિયાલિસ્ટ શ્રી સરોજ આયુષ, થેમસેટ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર રૂથ બેનોમ્યોંગ અને નોબેલ વિજેતા તેમજ વર્લ્ડ બેંકના ભૂતપૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ શ્રી પોલ રોમરનો સમાવેશ થાય છે.
બીજા સત્રના પેનલિસ્ટ્સમાં ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર (GMC)ના સીઇઓ કમાંડર માધવેન્દ્ર સિંઘ, સિંગાપોર ગવર્મેન્ટના માનનીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર શ્રી એસ. ઇશ્વરન, IFSCAના ચેરમેન શ્રી ઇંગેતી શ્રીનિવાસ, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના વાઇસ પ્રેસિડેન્ટ (VP) શ્રી અશોક લવાસા અને UNICITRALના શ્રી લ્યુકા કેસ્ટલેનીનો સમાવેશ થાય છે. આ બે દિવસીય ઇવેન્ટ દરમિયાન ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પરના અન્ય મુખ્ય સત્રો પણ ફોકસ એરિયા તરીકે શેડ્યુલ કરવામાં આવ્યા છે.
ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રવાસન આકર્ષણોની મુલાકાત
આ G20 ઇવેન્ટમાં હિસ્સો લેનારા પ્રતિનિધિઓ ગુજરાતના કેટલાક પ્રખ્યાત પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેશે. તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે, જે એકતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે ઊભેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેઓ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લેશે, જે માણસોના એન્જિનિયરિંગ અને રિસોર્સ મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્યકીય અજાયબીઓને પ્રદર્શિત કરતા સુઆયોજિત શહેર એકતાનગરની પણ મુલાકાત લેશે. આ સ્થળોની મુલાકાતોથી વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓને ગુજરાતના ઇતિહાસ, પ્રગતિ અને કુદરતી અજાયબીઓના એક અનન્ય સમન્વયની ઝલક મળશે.
આ પણ વાંચો---નવસારીમાં ગરનાળામાં કાર ફસાતા ચાર યુવક પણ ફસાયા..જુઓ VIDEO
Tags :
B20G20GujaratTIWG meeting
Next Article