Heatwave સામે શ્રમિકોને રક્ષણ આપવા સરકારનો મોટો નિર્ણય, બપોરે 1 થી 4 કામ કરવા પર પ્રતિબંધ
- Heatwave ને લઈ શ્રમિકો માટે શ્રમ આયુક્ત કચેરીનો મોટો નિર્ણય
- બપોરે 1 થી 4 વાગ્યા સુધી ખુલ્લામાં કામ કરવા પર મુકાયો પ્રતિબંધ
- શ્રમિકોને લૂ અને હીટવેવથી બચાવવા સરકારે એક્શન પ્લાન કર્યો જાહેર
- એપ્રિલ થી જૂન સુધી બાંધકામ સાઈટ પર પરિપત્રનું કરવું પડશે પાલન
- નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લેવાશે કડક કાયદેસરના પગલાં
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. વધતી જતી ગરમી અને હીટવેવ (Heatwave) ના જોખમને ધ્યાનમાં રાખીને શ્રમ આયુક્ત કચેરી (Labour Commissioner Office) દ્વારા શ્રમિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના હજારો શ્રમિકોને લૂ અને ગરમીના પ્રકોપથી બચાવવા માટે બપોરના સમયે ખુલ્લામાં કામ કરવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે.
શ્રમિકો પાસે 1 થી 4 વાગ્યા સુધી કામ નહીં કરાવી શકાય
નવા પરિપત્ર મુજબ, એપ્રિલથી જૂન મહિના દરમિયાન જ્યારે ગરમી સૌથી વધુ હોય છે, ત્યારે બપોરે 1 થી 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે સીધા સૂર્યપ્રકાશમાં કે ખુલ્લામાં કોઈપણ પ્રકારનું કામ કરાવી શકાશે નહીં. આ આદેશ તમામ ઉદ્યોગો (Industries), બાંધકામ સાઈટ (Construction Sites) અને ખાસ કરીને મનરેગા (MNREGA) હેઠળ કામ કરતા શ્રમિકોને લાગુ પડશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોને હીટ સ્ટ્રોક અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓથી બચાવવાનો છે.
Gujarat Heatwave Update April 2026: Gujarat Heatwave 2026: રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર; 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટ શહેર, અમદાવાદમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, જાણો આગામી 48 કલાકની આગાહી#GujaratHeatwave #AhmedabadWeather #RajkotHeat #Summer2026 #HeatwaveAlert… pic.twitter.com/1A4F4AfRtc
— Gujarat First (@GujaratFirst) April 29, 2026
Heatwave: નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ થશે કાર્યવાહી
શ્રમ આયુક્ત કચેરીએ તમામ જિલ્લા શ્રમ અધિકારીઓને આ પરિપત્રની કડક અમલવારી (Strict Implementation) કરાવવા માટે સૂચના આપી છે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે ઉદ્યોગ માલિક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાર્યસ્થળ પર પીવાના ઠંડા પાણી અને છાંયડાની પૂરતી વ્યવસ્થા કરવા માટે પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ માનવીય અભિગમથી ધોમધખતા તાપમાં પરસેવો પાડતા શ્રમિકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો: West Bengal Assembly Election: બંગાળની ચૂંટણીમાં ભાજપને કેમ દેખાઈ રહ્યો છે મોકો?


