ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat High Court : જોખમી હોર્ડિગ્સ મુદ્દે AMC નું સોગંદનામું, કહ્યું- 12 જોખમી હોર્ડિગ્સ ધ્યાને આવતા...

અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે જાહેરહિતની અરજી સમગ્ર મામલે હાઇકોર્ટનાં આદેશ બાદ AMC નું સોગંદનામું શહેરમાં લાગેલા હોર્ડિગ્સ અંગે 34 ટીમ બનાવી ચેકિંગ કરાયું અમદાવાદમાં (Ahmedabad) ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે હાઈકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની અરજી કરાઈ...
04:18 PM Aug 02, 2024 IST | Vipul Sen
અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે જાહેરહિતની અરજી સમગ્ર મામલે હાઇકોર્ટનાં આદેશ બાદ AMC નું સોગંદનામું શહેરમાં લાગેલા હોર્ડિગ્સ અંગે 34 ટીમ બનાવી ચેકિંગ કરાયું અમદાવાદમાં (Ahmedabad) ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે હાઈકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની અરજી કરાઈ...
  1. અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે જાહેરહિતની અરજી
  2. સમગ્ર મામલે હાઇકોર્ટનાં આદેશ બાદ AMC નું સોગંદનામું
  3. શહેરમાં લાગેલા હોર્ડિગ્સ અંગે 34 ટીમ બનાવી ચેકિંગ કરાયું

અમદાવાદમાં (Ahmedabad) ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ મુદ્દે હાઈકોર્ટમાં (Gujarat High Court) જાહેરહિતની અરજી કરાઈ હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટનાં આદેશ બાદ AMC એ સોગંદનામું કર્યું હતું, જેમાં કોર્પોરેશને જણાવ્યું કે શહેરમાં લાગેલા હોર્ડિગ્સ અંગે 34 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે. કોર્પોરેશને વધુમાં જણાવ્યું કે, શહેરમાં 12 જોખમી હોર્ડિગ્સ (Dangerous Hoardings) ધ્યાન પર આવતા અત્યાર સુધીમાં 9 હટાવી દેવાયા છે. જ્યારે 3 જોખમી હોર્ડિગ્સ હટાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. કોર્ટે AMC નાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા માટે અરજદારને એક સપ્તાહનો સમય આપ્યો છે.

આ પણ વાંચો - Surat : બાળકોને સ્કૂલે લઈ જતી બસ રસ્તામાં પડેલા મસમોટા ખાડામાં ખાબકી

12 જોખમી હોર્ડિગ્સ ધ્યાન પર આવતા 9 હટાવી દેવાયા : AMC

અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિગ્સ (Dangerous Hoardings) મુદ્દે હાઈકોર્ટમાં થયેલ જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) એ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, શહેરમાં લાગેલા હોર્ડિગ્સ અંગે 34 ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં કુલ 2136 હોર્ડિગ્સ લાગેલા હતા, જેમાંથી 2075 હોર્ડિગ્સ સ્ટેબલ અને સેફ છે. કોર્પોરેશને કહ્યું કે, 12 જોખમી હોર્ડિગ્સ ધ્યાન પર આવતા 9 હટાવી દેવાયા છે. જ્યારે 3 જોખમી હોર્ડિંગ્સ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો - Gujarat Police : PSI અને PI બદલી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ગૃહ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

અત્યાર સુધીમાં 74 જેટલા ગેરકાયદે હોર્ડિગ્સ દૂર કરાયાં

AMC એ વધુમાં જણાવ્યું કે, 49 જગ્યાઓ પર કોઈ હોર્ડિગ્સ લાગેલા નથી અને ત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંતી 74 જેટલા ગેરકાયદે હોર્ડિગ્સ દૂર કરાયા છે. કોર્ટે (Gujarat High Court) AMC ના સોગંદનામા પર જવાબ રજૂ કરવા અરજદારને એક સપ્તાહ સુધીનો સમય આપ્યો છે. જણાવી દઈએ કે, શહેરના વિવિધ વિસ્તારમાં લાગેલા ગેરકાયદેસરનાં હોર્ડિંગ્સ સામે કડક કાર્યવાહી કરવા માટે મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને (M. Thennarsan) રિવ્યૂ બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો - Gujarat High Court : રાજ્ય સરકાર અને મનપાની પ્રક્રિયા વચ્ચે તફાવત છે : અશ્વિનીકુમાર

Tags :
AffidavitAhmedabad Municipal CorporationAMCDangerous HoardingsGujarat FirstGujarat High CourtGujarati NewsMun. Commissioner M. Thennarsan
Next Article