ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિસ્માર રસ્તા અને ટ્રાફિક નિયમન મુદ્દે ગુજરાત હાઇકોર્ટ આકરા પાણીએ..!

અહેવાલ--કલ્પીન ત્રિવેદી ,અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાઇકૉર્ટ લાલઘૂમ હાઇકૉર્ટે અકસ્માત મુદ્દે રાજ્ય સરકારને લગાવી લપડાક સરકારની અકસ્માત રોકવાની ઈચ્છાશક્તિ નથીઃ હાઇકોર્ટ ગુજરાત હાઇકૉર્ટની લપડાક બાદ સુધરશે નઘરોળ તંત્ર? નબીરાઓ છડેચોક કાયદાનો ભંગ કરે છેઃ હાઇકોર્ટ "ટ્રાફિક મોનિટરિંગ માટે સરકાર...
05:04 PM Jul 25, 2023 IST | Vipul Pandya
અહેવાલ--કલ્પીન ત્રિવેદી ,અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાઇકૉર્ટ લાલઘૂમ હાઇકૉર્ટે અકસ્માત મુદ્દે રાજ્ય સરકારને લગાવી લપડાક સરકારની અકસ્માત રોકવાની ઈચ્છાશક્તિ નથીઃ હાઇકોર્ટ ગુજરાત હાઇકૉર્ટની લપડાક બાદ સુધરશે નઘરોળ તંત્ર? નબીરાઓ છડેચોક કાયદાનો ભંગ કરે છેઃ હાઇકોર્ટ "ટ્રાફિક મોનિટરિંગ માટે સરકાર...
અહેવાલ--કલ્પીન ત્રિવેદી ,અમદાવાદ

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાઇકૉર્ટ લાલઘૂમ
હાઇકૉર્ટે અકસ્માત મુદ્દે રાજ્ય સરકારને લગાવી લપડાક
સરકારની અકસ્માત રોકવાની ઈચ્છાશક્તિ નથીઃ હાઇકોર્ટ
ગુજરાત હાઇકૉર્ટની લપડાક બાદ સુધરશે નઘરોળ તંત્ર?
નબીરાઓ છડેચોક કાયદાનો ભંગ કરે છેઃ હાઇકોર્ટ
"ટ્રાફિક મોનિટરિંગ માટે સરકાર શું ધ્યાન આપે છે?"
"અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમન મુદ્દે લોકોમાં કાયદાનો ડર છે"
"અન્ય શહેરોની જેમ અમદાવાદમાં અમલવારી શા માટે નહીં?"
"રોડ પર સ્ટંટ કરનાર સામે શું તમે કાર્યવાહી કરી?"

અમદાવાદ (Ahmedabad) ના બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા (road and traffic regulation issue) મુદ્દે થયેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં  હાઇકોર્ટે રાજ્ય સરકારની કરી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ હોય તો ઘણું બધું થઈ શકે છે. આજે સ્થિતિ એ છે કે નબીરાઓ છડે ચોક કાયદાનો ભંગ કરે છે કારણ કે રાજ્ય સરકાર અને તેમને રોકવાની કરોડરજ્જુ નથી અથવા ઈચ્છા શક્તિ નથી.  ટ્રાફિક મોનિટરિંગ માટે સીસીટીવીના દાવાઓ કરતી સરકાર હાઇવે પર શું ધ્યાન આપે છે? અન્ય મોટા શહેરોમાં ટ્રાફિક નિયમન મુદ્દે લોકોને જે પ્રમાણે કાયદાનો ડર છે અને અમલવારી થાય છે તેવી અમલવારી અહિં શા માટે નહીં?
કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે
એસ.જી. હાઇવે ઇસ્કોન બ્રિજ અકસ્માત અનુસંધાનમાં કોર્ટે ટકોર કરતા કહ્યું કે કાયદાનો ડર નહિ હોય તો આવા અકસ્માતો સર્જાતા રહેશે.કાયદાનો ડર બેસાડવો એ સરકારનું કામ છે કાયદો પાળે એની કનડગત ના થાય પણ જે તોડે અને ભાન કરાવવું જરૂરી છે. રોજ અનેકો અકસ્માત થાય છે તમે શું કરી રહ્યા છો.દેશના અનેક શહેરોમાં ટ્રાફિક બાબતે મોર્ડન વ્યવસ્થા છે.લોકો રોડ રસ્તાઓ પર વાહનો થી સ્ટંટ કરી રહ્યા છે .શું તમે કોઈ કાર્યવાહી કરી ?
 રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ શું કહ્યું...
આ અકસ્માતમાં બે પોલીસવાળા પણ ભોગ બન્યા છે ત્યારે કોર્ટે પૂછ્યું તમારો અંતર આત્મા શું કરે છે? સરકારી વકીલે કહ્યું કે આવા અકસ્માત બાબતે કદાચ કોઈની જોડે કોઈ જવાબ ના હોય.પણ જ્યારે આ અદાલત તરફથી કહેવાય રહ્યું છે ત્યારે જે સખત કાર્યવાહીની જરૂરિયાત છે તે જ પ્રકારની સખત કાર્યવાહી કરાશે. આમાં કોઈ બે વિચાર કે બે માર્ગ હોઈ ન શકે..ચાહે પછી એ સરકાર હોય કે ટ્રાન્સપોર્ટ મશીનરી હોય.માત્ર ચાર રસ્તાઓ જ નહીં, તમામે તમામ જગ્યાએ મોનિટરિંગ અને નિયમોની ચુસ્ત અમલવારી કરાવાશે
શા માટે બંન્ને કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ ન કરવામાં આવે? કોર્ટ હવે પરેશાન થઈ ચુક્યુ છે : કોર્ટ
અમે તમને પુરતો સમય આપી ચુક્યા છીએ તમે જ જુઓ વર્ષ ૨૦૦૬, ૨૦૧૮  અને હવે ૨૦૨૩ આવી ચુક્યુ છે.આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન લેવાયા નથી.જસ્ટીસ એ.એસ સુપેહીયાએ પોતાની થયેલો અનુભવ વર્ણવ્યો. સત્તાધાર ક્રોસ રોડ પર ટ્રાફિક ઉલ્લંઘનનો દાખલો મે જોયો છે.મારી કાર સામે હેલ્મેટધારી બાઈક સવારે રેડ લાઈટ જંપ કરી મારી સામે વ્હીકલ પાર્ક કરી દિધુ હતુ ત્યાં પોલીસ ઓફિસર હોવા છતા સિગ્નલ જંપ કર્યુ .મે એ બાઈક સવારનો ફોટો પણ લીધો એની નંબર પ્લેટ બેન્ડ વાળેલી હતી.મે મારા એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરી તો જવાબ મળ્યો કે રહેવા દો ને સાહેબ ,આ સ્થિતિ છે .સાથે જ એ પણ કહ્યું કે અમે પણ વાહન ચલાવીએ છીએ. જમીની હકીકતથી અમે અવગત છીએ..5 વર્ષ પહેલા PIL ફાઈલ થઈ હતી અને આજે પણ સુનાવણી ચાલી રહીં છે એને 4 વર્ષ થઈ ગયા છે
હાઈકોર્ટે શું કર્યો હુકમ
AMC, પોલીસ કમિશનર અને રાજ્ય સરકારને હાઈકોર્ટનો આદેશ કરતા કહ્યું કે કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરો, સમાજમાં દાખલો બેસે એ રીતે કાર્યવાહી કરો. લોકોને કાયદાનો ડર હોવો જોઈએ. 9 ઓગસ્ટ સુધી તંત્રને સમય આપ્યો છે. આગામી સુનાવણી સુધી કોઈ એક્શન નહીં દેખાય તો કંટેમ્પટ ચાર્જ ફ્રેમ થશે તેવું કોર્ટે નોંધ્યું છે.  આ સમગ્ર કેસની વધુ સુનાવણી 8 ઓગસ્ટે હાથ ધરાશે .
આ પણ વાંચો---ચોંકાવનારો ખુલાસો : અકસ્માત સમયે તથ્યએ કારની બ્રેક પર પગ જ મુક્યો ન હતો..!
Tags :
AhmedabadGujarat High Courtroad and traffic regulation issue
Next Article