Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat High Court Bomb threat: ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

સવારે 7:55 કલાકે ઇમેલથી ધમકી મળતા પોલીસ એલર્ટ થઇ જેમાં BDDS, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
gujarat high court bomb threat  ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
Advertisement
  • ફરી એક વખત ગુજરાત હાઇકોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી
  • સવારે 7:55 કલાકે ઇમેલથી ધમકી મળતા પોલીસ એલર્ટ
  • BDDS, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

Gujarat High Court Bomb threat: ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સવારે 7:55 કલાકે ઇમેલથી ધમકી મળતા પોલીસ એલર્ટ થઇ છે. જેમાં BDDS, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજ પ્રકારે 9 જૂન 2025ના રોજ પણ ધમકી મળી હતી.

હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ છે. હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાઇકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Advertisement

"1 VIP અમારી કિંમત" લખાણ પણ ઇમેઇલમાં લખવામાં આવ્યું

3 RDX આધારિત IED પ્લાન્ટ કર્યા હોવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. જેમાં "1 VIP અમારી કિંમત" લખાણ પણ ઇમેઇલમાં લખવામાં આવ્યું છે. રેની જોશિલ્ડાના નામે હાઇકોર્ટના રજીસ્ટ્રારને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ગઈકાલે સાયબર ક્રાઇમે રેની જોશિલ્ડાની ધરપકડ કરી હતી. હાલ આરોપી રેની પોલીસ કસ્ટડીમાં હોવાથી ઈમેલ ક્યાંથી આવ્યો - કોણે કર્યો તેની તપાસ શરૂ કરાઇ છે. આજે નહીં રોકાય હાઇકોર્ટની કામગીરી કારણ કે હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને કઈ શંકાસ્પદ ન મળ્યું. તથા BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા હાઇકોર્ટમાં સઘન ચેકીંગ શરૂ થયુ છે.

Advertisement

સાયબર ક્રાઈમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. આજે વડોદરાના રિફાઈનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, સતત બીજા દિવસે આવી ઘટના સામે આવી છે. આ ધમકીથી વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે, ધમકી મળતાની સાથે જ સ્કૂલે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને રજા આપી દીધી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી છે. સોમવારે રિફાઈનરી CBSE સ્કૂલના આચાર્યને ઈ-મેલ દ્વારા ધમકી મળી કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ફાટશે. આ મેલ મળતાની સાથે જ સ્કૂલે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા. જવાહરનગર પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. CISFના જવાનોને પણ રિફાઈનરી વિસ્તારની સુરક્ષા માટે તૈનાત કરાયા. સાયબર ક્રાઈમ ટીમે મેલના IP એડ્રેસની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Rain in Surat: સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈ તંત્ર સતર્ક, SDRF ટીમ સક્રિય

Tags :
Advertisement

.

×