Gujarat High Court ના નકલી સરકારી વકીલને સોલા પોલીસે પકડ્યો, હત્યારો 9 મહિનાથી હતો ફરાર
Gujarat High Court : નવ-નવ મહિનાથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યા/ખંડણી કેસનો આરોપી તેની મૂર્ખતાના કારણે એક મોટા કેસમાં ફસાયો છે. Gujarat High Court ના નકલી સરકારી વકીલ બનીને લોકોને છેતરતા જામનગરના એક યુવકની ધરપકડ અમદાવાદની સોલા પોલીસે (Sola Police) કરી છે. પેરોલ જમ્પ કરનારા 27 વર્ષીય આરોપીને જામનગર પોલીસ (Jamnagar Police) નવ મહિના સુધી શોધી શકી નહીં દરમિયાનમાં ગુનેગાર Gujarat High Court નો સરકારી વકીલ બની ગયો. શું છે સમગ્ર મામલો ? વાંચો આ અહેવાલ...
નકલી સરકારી વકીલે જામીન અપાવવા 20 હજાર લીધા
10 એપ્રિલના રોજ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશન (Sola Police Station) માં એક ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પતિ છેડતી/પૉક્સોના કેસમાં જેલવાસ ભોગવે છે. પતિના જામીન કરાવવા માટે Gujarat High Court માં જામીન અરજી કરી હતી. એક અજાણ્યા નંબરથી ફોન કરનારા શખ્સે પરિણીતાને કહ્યું કે, હું હાઇકોર્ટમાં તમારા પતિના કેસમાં સરકારી વકીલ (Public Prosecutor) છું. આગામી દિવસોમાં તમારા પતિની જામીન અરજીની સુનાવણી છે. જેમાં હું ધારદાર દલીલો નહીં કરૂં તમે મને રૂબરૂ મળો. એસ.જી. હાઈવે પર આવેલા ફન બ્લાસ્ટ (Fun Blast) ખાતે પરિણીતાને રૂબરૂ બોલાવી જામીનમાં મદદ કરવાની ખાતરી આપી 20 હજાર રૂપિયા QR Code ફોન પર મોકલી આપી મેળવ્યા હતા. બાદમાં વધુ રૂપિયા માગતા પરિણીતાએ પોતના ખાનગી વકીલનો સંપર્ક કરી આ મામલે વાત કરતા અજાણ્યો શખ્સ નકલી સરકારી વકીલ (Fake Public Prosecutor) હોવાનું સામે આવ્યું હતું.
કેવી રીતે પકડાયો Fake Public Prosecutor ?
સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસ ઈન્સ્પેક્ટર કે. એન. ભુકણે (PI K N Bhukan) આરોપીના મોબાઈલ ફોન નંબર આધારે તપાસ શરૂ કરી દીધી હતી. ઑનલાઈન ટ્રાન્સફર થયેલા રૂપિયા જે મોબાઈલ નંબરમાં મોકલવામાં આવ્યા હતા તેની માહિતી પણ તાત્કાલિક મેળવી લેવામાં આવી. મોબાઈલ ફોનના નંબરોના આધારે લૉકેશન મેળવી સોલા પોલીસ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસ્મીન ગ્રીન એપાર્ટમેન્ટના મકાન નંબર ડી/1104માં પહેતા મયંક મનસુખભાઈ સંઘાણી (ઉ.27 રહે. 201-કૈલાશ પ્લાઝા, કૃષ્ણનગર-3, પીપળા ચોક, જામનગર)ને પકડી પાડી બે મોબાઈલ ફોન કબજે લીધા હતા.
હાઇકોર્ટનો નકલી સરકારી વકીલ અમદાવાદમાંથી ઝડપાયો
હત્યા/ખંડણી કેસનો આરોપી નીકળ્યો મયંક સંઘાણી
જામનગરના હત્યા કેસમાં 9 મહિનાથી પેરોલ જમ્પ કરી ફરાર હતો
હાઇકોર્ટનું ઑનલાઇન બોર્ડ જોઈને અરજદારોને છેતરતો હતો
અમદાવાદની સોલા પોલીસે મહિલાની ફરિયાદ આધારે કરી ધરપકડ
આરોપી મયંકના બે મોબાઈલ ફોન… pic.twitter.com/iUyNwcQGxg— Gujarat First (@GujaratFirst) April 11, 2025
આ પણ વાંચો-Naroda Police : રાજ્યભરના ગુંડાઓને ફરી જેલમાં ધકેલવાની વાતો વચ્ચે નરોડા પોલીસે આવું કર્યું કામ
નકલી સરકારી વકીલ હત્યારો નીકળ્યો
સોલા પોલીસ સ્ટેશનના PI K N Bhukan સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, Gujarat High Court નો સરકારી વકીલ બની લોકોને ઠગનારા મયંક સંઘાણીએ અન્ય એક વ્યક્તિને પણ છેતર્યો છે. મયંક સંઘાણીએ વર્ષ 2016માં પોતાના જ મિત્ર કિરણ થડેશ્વર (ઉ.16)ની હત્યા કરી નાંખ્યા બાદ મુતકના પિતાને ફોન પર મેસેજ કરી 2 કરોડની ખંડણી માગી હતી. જામનગર પોલીસ (Jamnagar Police) ના ચોપડે ચડેલા મયંક સંઘાણીએ ગત વર્ષે પેરોલ મેળવ્યા હતા. જૂન-2024માં મયંક સંઘાણીને જામનગર જિલ્લા જેલ (Jamnagar District Jail) માં હાજર થવાનું હતું, પરંતુ મયંક પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો. મયંક સંઘાણીએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. મયંક સંઘાણી (Mayank Sanghani) એ એક અન્ય વ્યક્તિને પણ નકલી સરકારી વકીલની ઓળખ આપી 75 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો-ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?
મયંક સંઘાણીનો સાગરિત કોણ ?
મયંક સંઘાણીની ધરપકડ બાદ સોલા પોલીસને અનક સવાલો સતાવી રહ્યાં છે. મયંકના જણાવ્યાનુસાર Gujarat High Court ની જામીન સંબંધિત અરજીઓ ઑનલાઈન ઉપલબ્ધ હોવાથી તે ડાઉનલૉડ કરી આરોપીના પરિવારજનોનો સંપર્ક કરતો હતો. જો કે, Gujarat High Court ની એકપણ સિસ્ટમમાં અરજદાર કે તેના પરિવારના મોબાઈલ નંબરનો ઉલ્લેખ નથી હોતો તો આ મોબાઈલ નંબર કયાંથી મળે છે. તપાસમાં બે અરજદારોના પરિવારજનો છેતરપિંડીનો ભોગ બન્યા છે. મયંક પાસેથી મળેલા બબ્બે મોબાઈલ ફોનમાં રહેલા સીમકાર્ડ કોના નામે મેળવ્યા છે અને કેવી રીતે ? ભાડે રાખેલા ફલેટમાં મયંકની સાથે કોણ-કોણ રહેતું હતું ? આ તમામ સવાલોના જવાબ તપાસ અધિકારી શોધી રહ્યાં છે.