Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HC : કુખ્યાત નિખિલ દોંગાને ગુજરાત હાઇકોર્ટે નિયમીત જામીન આપ્યા

HC : ગુજસીટોકના આરોપી નિખિલ દોંગા ( Nikhil Donga)ને ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGHCOURT) રાહત આપી છે. નિખિલ દોંગાને હાઇકોર્ટે નિયમીત જામીન મંજૂર કરતાં હવે તે જામીન પર છૂટશે. ગુજરાત હાઇકોર્ટે નિયમીત આપ્યા કુખ્યાત નિખિલ દોંગાને ગુજરાત હાઇકોર્ટે નિયમીત આપ્યા છે....
hc   કુખ્યાત નિખિલ દોંગાને ગુજરાત હાઇકોર્ટે નિયમીત જામીન આપ્યા
Advertisement

HC : ગુજસીટોકના આરોપી નિખિલ દોંગા ( Nikhil Donga)ને ગુજરાત હાઇકોર્ટે (GUJARAT HIGHCOURT) રાહત આપી છે. નિખિલ દોંગાને હાઇકોર્ટે નિયમીત જામીન મંજૂર કરતાં હવે તે જામીન પર છૂટશે.

ગુજરાત હાઇકોર્ટે નિયમીત આપ્યા

કુખ્યાત નિખિલ દોંગાને ગુજરાત હાઇકોર્ટે નિયમીત આપ્યા છે. નિખિલ દોંગા સામે ધાકધમકી આપવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે,. ચેની સામે રાજકોટ સહિત અન્ય જિલ્લામાં હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે.

Advertisement

Advertisement

ભુજની હોસ્પિટલમાંથી ફરાર થયો હતો

કુખ્યાત નિખિલ દોંગા ગેંગ સામે રાજકોટ સહિતના જિલ્લામાં અનેક ગુના નોંધાયા બાદ પોલીસ દ્વારા તેની સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ભુતકાળમાં તેને જ્યારે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે પોલીસને હાથતાળી આપીને ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ત્યારબાદ ત્રણ જ દિવસમાં તેને ઝડપી પાડ્યો હતો. તેની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરાઇ હતી.

નિખિલ દોંગા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી પડાવવી અને મિલકત હડપ કરવા ધાક ધમકી દેવાના 14 ગંભીર ગુના

જેતપુર પાસે આવેલા પીઠડીયા ટોલનાકા પાસે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાએ જેલના અધિકારી અને સ્ટાફ સાથે મળી જેલમાં વૈભવી ઠાઠ સાથે સગવડ મેળવી હતી અને જેલમાં જ રહી કેટલાક ઓપરેશન પાર પાડી જેલમાં સામ્રાજય ઉભુ કરી દીધું હતું. જેલમાં રહી ગુનાખોરી આચરતા નિખિલ દોંગાની છેક ગાંધીનગર સુધી ફરિયાદો પહોચતા વિઝિલન્સ દ્વારા ગોંડલ જેલમાં દરોડો પાડી મહેફીલ માણતા નિખિલ દોંગા અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાની સોપારી લીધાની ચોંકાવનારી વિગતો

સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાની સોપારી લીધાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પીઠડીયા ટોલ નાકે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાની ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી 12 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા. જેમાં ભૂજ જેલ હવાલે થયેલા નિખિલ દોંગા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે હોસ્પિટલમાંથી ભાગ્યાનો ઘટ્ટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો----GUJARAT FIRST IMPACT : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર, કોન્ટ્રાક્ટરોને અપાઈ કડક સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×