Ahmedabad: પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ, જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી
- પડતર કેસોના નિકાલ અંગે ગુજરાત હાઈકોર્ટનો નવતર અભિગમ
- 10 વર્ષ કે તેનાથી જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે પણ થશે સુનાવણી
- 9 ડિવિઝન બેન્ચ અને 3 સિંગલ જજની બેન્ચ કરશે સુનાવણી
- આવતીકાલે હાઈકોર્ટ સમક્ષ 600 જેટલી ક્રિમીનલ અપીલો મુકાશે
ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષો જૂના પડતર કેસોના નિકાલ અંગે નવતર અભિગમ શરૂ કર્યો છે. 10 વર્ષ કે તેનાથી જૂના ક્રિમિનલ કેસ પર શનિવારે સુનાવણી પણ થશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 9 ડિવિઝન બેન્ચ અને 3 સિંગલ જજની બેન્ચ કેસની સુનાવણી કરશે.
50 જેટલી સૌથી જૂની ક્રિમિનલ અપીલ સુનાવણી માટે મુકાશે
આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વર્ષો જૂની 6000 જેટલી ક્રિમીનલ અપીલો મુકાશે. તેમજ ખંડપીઠ અને સિંગલ જજની બેંચ સમક્ષ 50 જેટલી સૌથી જૂની ક્રિમીનલ અપીલ સુનાવણી માટે મુકાશે. 10 વર્ષ કે તેનાથી જૂના ક્રિમિનલ કેસ પર હવે શનિવારથી સુનાવણી શરૂ થશે.
આ પણ વાંચોઃ Gujarat rain : રાજયમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
5627 જેટલી ક્રિમીનલ એક્ટિવટલ અપીલ પડતર
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1995 થી 2014 સુધીની કુલ 5627 જેટલી ક્રિમીનલ એક્ટિવટલ અપીલ પડતર છે. 5627 ક્રિમીનલ એક્ટિવટ અપીલમાંથી કામકાજના શનિવારે દરેક બેન્ચ સમક્ષ ઓછામાં ઓછી 50 જેટલી અપીલ મુકાશે. સામાન્ય રીતે શનિવારે ન્યાયિક કાર્યવાહી થતી નથી. પહેલા અને ત્રીજા શનિવારે રજિસ્ટ્રીનું જ કામ ચાલુ હોય છે.
આ પણ વાંચોઃ Surat : મનરેગા કૌભાંડ મુદ્દે ધારાસભ્યની તપાસની માગ, 2500 કરોડથી વધુનુ કૌભાંડ બહાર આવી શકે છે: ચૈતર વસાવા