Gujarat High Court Bomb threat: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો
- પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે
- હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું
- ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું
Gujarat High Court Bomb threat: ગુજરાત હાઇકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ છે. ઈમેલ કરી ધમકી આપવામાં આવી છે. હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
HCના રજીસ્ટર ઈ-મેઈલ પર ધમકી આપવામાં આવી
ધમકી મળ્યા બાદ કોર્ટમાં પ્રવેશ પૂર્વે ચેકિંગ કરાયું સઘન @GujaratPolice @AhmedabadPolice @CyberGujarat #BigBreaking #Gujarat #GujaratHighCourt #HC #Threat #Checking #GujaratFirst pic.twitter.com/PhQThRSTzB— Gujarat First (@GujaratFirst) June 9, 2025
ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈમેલ પર અજાણી વ્યક્તિએ ઈમેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. ગુજરાત હાઇકોર્ટને મળેલી બોમ્બથી ઉડાવવાની ધમકીને મામલે ગુજરાત હાઇકોર્ટની આજની કામગીરી પ્રભાવિત થઇ છે. જેમાં 1.45 પછીની ન્યાયિક પ્રકિયા ગુજરાત હાઇકોર્ટ મોકૂફ કરી છે. તથા હાઇકોર્ટના રજિસ્ટ્રી વિભાગે સત્તાવારે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ પણ વાંચો: Visavadar By election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.આર. પાટીલે ભાજપનો પ્રચાર શરૂ કર્યો