Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat: જાણો કેમ લાગ્યો A4 સાઈઝ પેપરના પરિપત્ર પર હાલ પુરતો સ્ટે?

Gujarat: ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટર જનરલે તમામ અદાલતોમાં A4 સાઈઝના પેપરના ફરજિયાત ઉપયોગ અંગેના પરિપત્રના અમલીકરણ પર 31 જાન્યુઆરી, 2026 સુધી સ્ટે આપ્યો છે. રજિસ્ટ્રાર જનરલની જાહેરાત મુજબ, હવે અરજદારો અને વકીલો આ તારીખ સુધી જૂની પદ્ધતિ મુજબ રાબેતા મુજબ ફાઈલિંગ કરી શકશે. અગાઉ પિટિશન અને જજમેન્ટ માટે A4 સાઈઝ ફરજિયાત કરવામાં આવી હતી.
gujarat  જાણો કેમ લાગ્યો a4 સાઈઝ પેપરના પરિપત્ર પર હાલ પુરતો સ્ટે
Advertisement
  • Gujarat: A4 સાઇઝ કાગળના ઉપયોગવાળા પરિપત્ર પર હાલ પુરતો સ્ટે
  • 31 જાન્યુઆરી 2026 સુધી અમલીકરણ મુલતવી રખાયું
  • 31 જાન્યુઆરી સુધી રાબેતા મુજબ કરી શકશે ફાઈલિંગ

Gujarat:ગુજરાતની તમામ અદાલતોમાં કાગળના વપરાશમાં એકરૂપતા લાવવા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય પર હાલપૂરતી રોક લગાવી દેવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચના મુજબ, તમામ જિલ્લા અદાલતોમાં પિટિશન, અપીલ અને અન્ય કાયદાકીય દસ્તાવેજો માટે A4 સાઈઝના પેપરના ફરજિયાત અમલીકરણને 31 જાન્યુઆરી, 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.

'લીગલ સાઈઝ'  પેપરને બદલે A4 સાઈઝ અપનાવવાનો ઉદ્દેશ્ય

Advertisement

અગાઉ હાઈકોર્ટ વહીવટી તંત્ર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે હવેથી તમામ પ્રકારના લીગલ ફાઈલિંગ જેમ કે પિટિશન, એફિડેવિટ (સોગંદનામું), એપ્લિકેશન, ઓર્ડર અને જજમેન્ટ માટે માત્ર A4 સાઈઝના પેપરનો જ ઉપયોગ કરવાનો રહેશે. વર્ષોથી કોર્ટમાં વપરાતા લાંબા 'લીગલ સાઈઝ' પેપરને બદલે સ્ટાન્ડર્ડ A4 સાઈઝ અપનાવવાનો ઉદ્દેશ્ય ડિજિટાઈઝેશનમાં સરળતા અને કાગળનો બગાડ અટકાવવાનો હતો.

Advertisement

Gujarat: વકીલો અને પક્ષકારોને મોટી રાહત

પરિપત્રના અમલીકરણમાં આવતી વહીવટી મુશ્કેલીઓ અથવા રજૂઆતોને ધ્યાને રાખીને, હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જાહેરાત કરી છે કે આ નિયમ હાલપૂરતો અમલમાં આવશે નહીં. 31 જાન્યુઆરી, 2026 સુધી વકીલો અને અરજદારો 'રાબેતા મુજબ' એટલે કે જૂની પદ્ધતિ પ્રમાણે ફાઈલિંગ કરી શકશે. આ નિર્ણયથી વકીલોને પૂરતો સમય મળશે જેથી તેઓ નવી વ્યવસ્થા મુજબ પોતાની તૈયારીઓ કરી શકે.

આ ફેરફાર માત્ર હાઈકોર્ટ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ તમામ જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો અને ટ્રિબ્યુનલ્સમાં પણ લાગુ પડવાનો હતો. આ નિયમ હેઠળ પેપરની બંને બાજુ ટાઈપિંગ કરવાનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો જેથી કાગળની બચત થઈ શકે. જોકે, હવે આ પ્રક્રિયા આગામી ફેબ્રુઆરી મહિનાથી અમલમાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show: 'ભારત એક ગાથા' થીમ સાથે રચાયો નવો ઇતિહાસ, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા

Advertisement

.

×