Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : પોલીસ હવે પોતાનો ધર્મ ભૂલીને ધંધાદારી બની છે, દારૂ અને ઉઘરાણીનાં ધંધા કરે છે: High Court

કોર્ટે EOW નાં PI ને ખખડાવતા કહ્યું કે, ડ્રગ્સ પેડલર, બુટલેગર, જુગારીયાઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ, અપહરણનાં આરોપીઓને પકડવામાં તમારી બહાદુરી બતાવો.
ahmedabad   પોલીસ હવે પોતાનો ધર્મ ભૂલીને ધંધાદારી બની છે  દારૂ અને ઉઘરાણીનાં ધંધા કરે છે  high court
Advertisement
  1. ગુજરાત High Court એ રાજકોટ પોલીસની બરોબરની ઝાટકણી કાઢી
  2. EOW નાં PI ને હાઈકોર્ટે બરોબરનાં ખખડાવ્યા
  3. પોલીસ રિકવરી એજન્ટની ભૂમિકા ભજવે તે સાંખી નહીં લેવાય : HC

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજકોટ પોલીસની બરોબરની ઝાટકણી કાઢી હતી. મિલકતોની બાબતનાં કેસોમાં પોલીસને નહીં પડવાની કોર્ટની ટકોર છતાં પણ આવો એક કેસ રાજકોટથી (Rajkot) સામે આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજકોટ પોલીસની (Rajkot Police) કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે EOW નાં PI ને ખખડાવતા કહ્યું કે, ડ્રગ્સ પેડલર, બુટલેગર, જુગારીયાઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ, અપહરણનાં આરોપીઓને પકડવામાં તમારી બહાદુરી બતાવો. નોકરી કરો તો શાંતિ અને નિષ્ઠાથી કરો. આ મામલે આગળની સુનાવણી 20 ડિસેમ્બરનાં રોજ હાથ ધરાશે.

પોલીસ લોકોની સેવા માટે હોય છે : HC

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) ગઈકાલે પૈસાની લેવડદેવડના એક કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજકોટ પોલીસની (Rajkot Police) આબરુંનાં ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણ કે, અવારનવાર સામે આવતી પોલીસની રિકવરી એજન્ટની ભૂમિકાની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. હાઈકોર્ટનાં જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે EOW નાં PI જે.એમ. કૈલાને (PI J.M. Kaila) જબરદસ્ત ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, તમે ક્રાઇમ બ્રાન્ચમાં શું કામ છો ? રિકવરી કરવા માટે કે પછી પબ્લિકને હેરાન કરવા માટે ? પોલીસ લોકોની સેવા માટે હોય છે. આવી બાબતોમાં રસ લઈને શું બતાવવા છે ?

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનું કાવતરું ? Gujarat First ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

Advertisement

'લોકો વિશ્વાસ રાખવાનું બંધ કરી દેશે તો મુશ્કેલી થશે'

હાઈકોર્ટે કહ્યું કે, લોકો તમારી પર વિશ્વાસ રાખે છે. તમે સત્તાનો દુરૂપયોગ કરવા નથી બેઠા. લોકો વિશ્વાસ રાખવાનું બંધ કરી દેશે તો મુશ્કેલી થશે. ડ્રગ્સ પેડલર, બુટલેગર, જુગારીયાઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ, અપહરણનાં આરોપીઓને પકડવામાં તમારી બહાદુરી બતાવો. નોકરી કરો તો શાંતિ અને નિષ્ઠાથી કરો. રાજકોટ પોલીસનો ઉધડો લેતા કોર્ટે આકરું વલણ દાખવ્યું હતું. કોર્ટે કહ્યું કે, ચેતવણી છતાં પણ પોલીસ કાયદો હાથમાં લઈ રિકવરી એજન્ટની ભૂમિકા ભજવે તે સાંખી નહીં લેવાય. આ કેસમાં કોર્ટે ખુલાસો માગી 20 ડિસેમ્બરનાં રોજ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો - Rajkot : નવા CCTV ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ!

શું હતો કેસ ?

કેસની વાત કરીએ તો રાજકોટનાં (Rajkot) એક અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે, ઉઘરાણીનાં મામલામાં રાજકોટ પોલીસ મથકે બોલાવી PI એ ધમકી આપી હતી અને પતાવટ માટે રૂપિયાની માગ કરી હતી. ત્યાર બાદ અરજદારે PI ની હાજરીમાં હેડ કોન્સ્ટેબલને રૂપિયા આપ્યા હતા. ઉપરાંત, અરજદારની કાર પણ સામે પક્ષને આપી હતી. જો કે, કાર અરજદારને પરત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા

Tags :
Advertisement

.

×