Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Legislative Assembly : ધારાસભ્યોની ગ્રાન્ટ વધારા પર ગૃહમાં કરાઈ ચર્ચા, નાણાં મંત્રીએ કહ્યું , વિચારણા ચાલુ

ગુજરાત વિધાનસભાનાં બજેટ સત્ર દરમ્યાન ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટને વધારવા મુદ્દે ધારાસભ્યો દ્વારા તેઓની રજૂઆતો કરી હતી.
gujarat legislative assembly   ધારાસભ્યોની ગ્રાન્ટ વધારા પર ગૃહમાં કરાઈ ચર્ચા  નાણાં મંત્રીએ કહ્યું   વિચારણા ચાલુ
Advertisement
  • વિધાનસભામાં ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવા મુદ્દે ચર્ચા
  • ધારાસભ્યોએ ગ્રાન્ટ વધારા મુદ્દે કરી રજૂઆત નિવેદન
  • ભાજપનાં લોકો પેન્શન અને ગ્રાન્ટ વધારવા રજૂઆત કરવાનું કહેતાઃ વિમલ ચુડાસમા

ગ્રાન્ટ વધારા મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું હતુ કે, પગાર અને ગ્રાન્ટ વધારવાની વાત કરી હતી. હું બેઠો હતો ત્યારે ભાજપનાં ધારાસભ્ય મને પેન્શન અને ગ્રાન્ટ વધારે તેવું અમને રજૂઆત કરતા માટે કહેતા હતા. તો શું આ બાબતે ભાજપનાં લોકો રજૂઆત કરી શકતા નથી.

Advertisement

ધારાસભ્ય વી.ડી.ઝાલાનું નિવેદન

ધારાસભ્યોને ગ્રાન્ટ મુદ્દે નિવેદન બાબતે ધારાસભઅય વી.ડી. ઝાલાએ નિવેદન આપ્યું હતું કે, જો ગ્રાન્ટ વધારે મલે તો વધારે કામ થઈ શકે. પુરતી ગ્રાન્ટ મળે તેવી ધારાસભ્યની લાગણી છે. ગામડાનાં ગરબી ધારાસભ્ય હોય છે.જેની હાલત ખરાબ હોય તો તેના માટેની પણ રજૂઆત છે.

Advertisement

ગ્રાન્ટ વધારવામાં આવે તેવી માંગઃ તુષાર ચૌધરી

ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં  (Gujarat Legislative Assembly ) હાલ 1.5 કરોડની ગ્રાન્ટ મળે છે. 200 કરતા વધુ ગામડા અમારા વિસ્તારોમાં આવે છે. તેમાં લોકોના કામ અમે કરી શકતા નથી. તેથી ગ્રાન્ટ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે તે બાબતે વિચારણા ચાલુ છે.

આ પણ વાંચોઃ Surat : અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડે સામે 28 ગુના, તિહાર જેલમાં રહી સાધુ બન્યો, CID ક્રાઈમ સુરત લાવી

પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગઃ ઈમરાન ખેડાવાલા

ધારાસભ્યોનાં પગાર ભથ્થા વધારવાની માંગણી પ્રબળ થઈ છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્યોનાં પગાર-ભથ્થા વધારવાની માંગણી કરી હતી. પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની પણ માંગણી કરી હતી. તેમજ ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં પણ 1.5 કરોડથી 5 કરોડનો વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ ભાજપનાં ધારાસભ્યો અમને કહે છે કે પગાર વધારા માટે તમે રજૂઆત કરો.

આ પણ વાંચોઃ “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન માટે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

Tags :
Advertisement

.

×