Gujarat Local Body Election Result : લ્યો બોલો...સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Lawrence Bishnoi ના પોસ્ટર!
- કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા
- લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પોલીસે કાર્યવાહી કરી
- ચૂંટણી પરિણામ વચ્ચે ગેંગસ્ટરના પોસ્ટરથી વિવાદ વકર્યો
Gujarat Local Body Election Result : લ્યો બોલો...સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં Lawrence Bishnoi ના પોસ્ટર! જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેંગસ્ટરના પોસ્ટરની એન્ટ્રી થઇ છે. તેમાં મહેમદાવાદમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવાયા છે. સોનાવાલા હાઈસ્કૂલ બહાર ગેંગસ્ટરના પોસ્ટરથી હડકંપ મચ્યો છે. ત્યારે ચૂંટણી પરિણામ વચ્ચે ગેંગસ્ટરના પોસ્ટરથી વિવાદ વકર્યો છે. જેમાં ઉજવણી કરનારાઓએ ભાજપનો ખેસ પહેંર્યો હતો.
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા હતા. મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની આ ઘટના છે. જેમાં મહેમદાવાદમાં ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી થઇ છે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છે. જેમાં વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ બેનર સાથે ચૂંટણીની જીતનો ઉત્સાહ બતાવ્યો છે. જેમાં લોરેન્સ બિસ્નોઈ પોસ્ટર વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે મહેમદાવાદ પોલીસે આ બાબતે બે યુવકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પોલીસે કાર્યવાહી કરી
મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી. જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવતાના વીડિયો વાયરલ થયા હતા. ત્યાર આ ટાણે પોલીસની નજર લોરેન્સના પોસ્ટર ફરકાવતા લોકો પર પડતા પોલીસ કડક કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે સમર્થકને પોલીસ વાહન તરફ ધસેડી ગયા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Result : Porbandar માં ચાલી સાયકલ, કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનું સાશન