Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Local Body Elections: મોટા ભાગના જિલ્લાઓમાં ચિત્ર સ્પષ્ટ, જાણો કેટલી રહી બિનહરિફ, ક્યાં જામશે ખરાખરીનો જંગ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આજે સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, પંચમહાલ, જૂનાગઢ, ભાવનગર સહિતના મુખ્ય જિલ્લાઓમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. રાજ્યમાં ક્યાં જિલ્લામાં કેટલી બેઠકો બિનહરિફ રહી અને ક્યાં-ક્યાં ચૂંટણીનો જંગ જોવા મળશે આવો જાણીએ..
local body elections  મોટા ભાગના જિલ્લાઓમાં ચિત્ર સ્પષ્ટ  જાણો કેટલી રહી બિનહરિફ  ક્યાં જામશે ખરાખરીનો જંગ
Advertisement

Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. દિવસ દરમિયાન કેટલીક જગ્યાઓથી રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા જ્યારે કેટલીક જગ્યાએ નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરતા જોવા મળ્યા. ત્યારે આજે સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, પંચમહાલ, જૂનાગઢ, ભાવનગર સહિતના મુખ્ય જિલ્લાઓમાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. રાજ્યમાં ક્યાં જિલ્લામાં કેટલી બેઠકો બિનહરિફ રહી અને ક્યાં-ક્યાં ચૂંટણીનો જંગ જોવા મળશે આવો જાણીએ..

Local Body Elections: ગાંધીનગર:

- ગાંધીનગર જિલ્લા પંચાયતના 11 ફોર્મ પાછા ખેંચાયા, કુલ 3 બેઠકો બિનહરીફ
-કલોલ તાલુકા પંચાયતમા 7 , માણસા 19 ફોર્મ પાછા ખેંચાયા અને 6 બેઠકો બિનહરીફ
- કલોલ નપામાં 6 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, ભાજપની 4 બેઠકો બિનહરીફ
-દહેગામ તાલુકા પંચાયતમાં એકપણ ફોર્મ પાછું ન ખેંચાયું
- મોડી રાત સુધીમાં ચૂંટણીપંચ સત્તાવાર જાહેરાત કરશે

Advertisement

અમદાવાદ

Advertisement

- મહાનગરપાલિકામાં કુલ 2 સીટ બિનહરીફ
- વાસણા અને થલતેજ OBC બેઠક બિનહરીફ
- જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક બિનહરીફ
-વિવિધ તાલુકા પંચાયતની 11 બેઠક બિનહરીફ
- વિરમગામ નગરપાલિકાની 13 બેઠક બિનહરીફ
- ધોળકા નગરપાલિકાની 11 બેઠક બિનહરીફ

રાજકોટ

- મહાનગરપાલિકા ચૂંટણીમાં એકપણ બિનહરીફ નહીં
- 72 બેઠકો પર 236 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
- કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી
- AAP 1, BSP 1, અપક્ષમાં 4 ઉમેદવારી પરત
- ભાજપ 72 બેઠક, કોંગ્રેસ 72 બેઠક પર લડશે ચૂંટણી
- AAP 69 બેઠક, 9 બેઠક પર BSP સહિત અપક્ષ ચૂંટણી લડશે

ભાવનગર:

- જિલ્લાની 386 બેઠકો માટે 1134 ઉમેદવારો મેદાનમાં
- ભાવનગરમાં 12 બેઠકો બિનહરીફ, 386 બેઠકો પર જંગ
- પાલીતાણા વોર્ડ-2 અને વલભીપુર વોર્ડ-3ની પેનલ બિનહરીફ
- મનપાની 52 બેઠક માટે 150 ઉમેદવારો વચ્ચે ખરો મુકાબલો
- ભાજપના 391, કોંગ્રેસના 360, AAPના 273 ઉમેદવાર મેદાને
-જિલ્લા પંચાયત 40 બેઠકો માટે 136 મુરતિયાઓ વચ્ચે જંગ
- તાલુકા પંચાયત 210 બેઠકો પર 645 ઉમેદવારો લડશે ચૂંટણી
-ભાવનગરની વિવિધ બેઠકો પર 106 અપક્ષ ઉમેદવારો મેદાને

સાબરકાંઠા:

-જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 107 ઉમેદવારો મેદાને
- તાલુકા પંચાયત અને નગરપાલિકામાં બેઠકો બિનહરીફ
- હિંમતનગર તા.પં. નિકોડા અને વક્તાપુર બેઠક બિનહરીફ
- નિકોડા બેઠક પર ભાજપના નિર્મલ પટેલ બિનહરીફ થયા
- વક્તાપુર બેઠક પર ભાજપના ઉષાબેન પટેલ બિનહરીફ
- પીલુદ્રા બેઠક પર ભાજપના તૃપ્તિબેન પટેલ બિનહરીફ જાહેર
- હિંમતનગર નપાની 3 બેઠક બિનહરીફ, 2 ભાજપ, 1 કોંગ્રેસના ફાળે
- વોર્ડ નંબર 3મા રણછોડભાઈ પરમાર બિનહરીફ જાહેર
- વોર્ડ નં. 9મા વાચાબેન જોશી, શિલ્પાબેન પટેલ બિનહરીફ
- ઈડરની 28 અને વડાલીની 24 બેઠકો માટે જામશે ચૂંટણી જંગ
- સાબરકાંઠા જિ. પંચાયતની તમામ 34 બેઠકો સીટ પર મતદાન

પંચમહાલ:

-જિ.પંની 38 બેઠક, 7 તા.પંની 174 બેઠક પર ચિત્ર સ્પષ્ટ
- ગોધરા નપાની 44 બેઠકો અને શહેરા નપાની 28 બેઠક પર ચિત્ર સ્પષ્ટ
- જિ.પંની 7, તા.પંની 26, ગોધરાના નપાની 4, શહેરા નપાની 17 બેઠક બિનહરીફ
- પંચમહાલમાં કુલ 415 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણી જંગ
- ભાજપના 148, કોંગ્રેસના 106, AAPના 103 ઉમેદવારો મેદાને

મહીસાગર:

- જિ.પંની 28 બેઠકો પર કુલ 85 ફોર્મ રહ્યા માન્ય
- 85માંથી ત્રણ ફોર્મ પરત ખેંચાતા હવે 82 ઉમેદવારો મેદાને
- 8 તા.પંની 150 બેઠક પર કુલ 458 ફોર્મ માન્ય
- 15 ફોર્મ પરત ખેંચતા કુલ 440 ઉમેદવારો ચૂંટણી મેદાને
- કોઠંબા તા.પંની 16 બેઠકોમાંથી જેથરીપોર બેઠક પર ભાજપ બિનહરીફ
- વીરપુર તા.પંની 18 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપ બિનહરીફ

આણંદ:

- જિલ્લામાં કુલ 40 બેઠકો પર ભાજપ બિનહરીફ
- જિ.પંની 40માંથી 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
- તાલુકા પંચાયતની 12 બેઠકો પર ભાજપ બિનહરીફ
- નગરપાલિકાની કુલ 13 બેઠકોમાં ભાજપ બિનહરીફ
- કરમસદ આણંદ મનપામાં કુલ 12 બેઠકો પર ભાજપ બિનહરીફ
- આણંદ વોર્ડ નં-6માં ભાજપ ની આખી પેનલ બિનહરીફ

નવસારી:

- જિલ્લા પંચાયતની 9 બેઠક બિનહરીફ, 21 બેઠક પર યોજાશે ચૂંટણી
- મનપાની 52માંથી 2 બેઠકો બિનહરીફ, 50 બેઠક પર યોજાશે ચૂંટણી
- ગણદેવી નપામાં 24માંથી 22 બેઠક બિનહરીફ, 2 બેઠક પર યોજાશે ચૂંટણી
- નવસારી તા.પં.ની 16માંથી 3 બેઠક બિનહરીફ, 13 બેઠક પર યોજાશે ચૂંટણી
- જલાલપોર તાલુકાની 20માંથી 5 બેઠક બિનહરીફ, 15 પર યોજાશે ચૂંટણી
- ગણદેવી તાલુકાની 24માંથી 12 બેઠક બિનહરીફ, 12 બેઠક પર યોજાશે ચૂંટણી
- ચીખલી તાલુકાની 28માંથી 5 બેઠક બિનહરીફ, 23 બેઠક પર યોજાશે ચૂંટણી
- ખેરગામ તાલુકાની 16 અને વાંસદા તાલુકાની 28 બેઠક પર યોજાશે ચૂંટણી

આ પણ વાંચો: Mehsana માં ચૂંટણીનો ધમધમાટ, CM એ GIDC હોલ ખાતે ભાજપના કાર્યકરો સાથે કરી મહત્વની બેઠક

Tags :
Advertisement

.

×