ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Local Elections : મનપાની પેટાચૂંટણીમાં મતદારોમાં નિરસતા, વિવિધ પક્ષો દોડતા થયા

મતદારોની નિરસતાના પગલે પક્ષો દોડતા થયા
11:50 AM Feb 16, 2025 IST | SANJAY
મતદારોની નિરસતાના પગલે પક્ષો દોડતા થયા
Gujarat Local Elections 1 @ GujaratFirst

Gujarat Local Elections : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં પાલિકા અને નગરપાલિકામાં સવારથી મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે મનપાની પેટાચૂંટણીમાં મતદારોમાં નિરસતા જોવા મળી છે. તો આવો જોઇએ કયા કટેલુ મતદાન થયુ છે.

અત્યાર સુધીમાં સરેરાશ 8.79 ટકા જ મતદાન થયું

અત્યાર સુધીમાં સરેરાશ 8.79 ટકા જ મતદાન થયું છે. જેમાં અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં 11.01 ટકા મતદાન થયુ છે. તેમજ ભાવનગરના વડવા વોર્ડમાં સરેરાશ 11.68 ટકા મતદાન થયુ છે. સુરતના લિંબાયતમાં 8.13 ટકા સરેરાશ મતદાન સાથે સાણંદ નગરપાલિકામાં સવારે 10 વાગ્યામાં 6 ટકા જેટલું મતદાન થયુ છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ધીમી ગતિએ મતદાન થઇ રહ્યું છે. જૂનાગઢ મનપામાં અત્યાર સુધીમાં 4.49 ટકા મતદાન સાથે 66 નગરપાલિકામાં સરેરાશ કુલ 6.62 ટકા મતદાન થયુ છે.

મોરબી નગરપાલિકામાં સરેરાશ 4.29 ટકા મતદાન

મોરબી નગરપાલિકામાં સરેરાશ 4.29 ટકા મતદાન, બોટાદ નગરપાલિકામાં સરેરાશ 3.05 ટકા મતદાન, ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ 8.60 ટકા મતદાન, કપડવંજ તા.પં.માં 5.71 ટકા, કઠલાલમાં 6.78 ટકા મતદાન, તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં 5.74 ટકા મતદાન સાથે જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં સરેરાશ 5.42 ટકા મતદાન તથા ત્રણ મનપાની પેટાચૂંટણીમાં સરેરાશ 2.51 ટકા મતદાન અને નગરપાલિકાની પેટાચૂંટણીમાં 2.85 ટકા મતદાન થયુ છે.

મતદારોની નિરસતાના પગલે પક્ષો દોડતાં થયા

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં 13.85 ટકા મતદાન થયુ છે. વોર્ડ-1માં સૌથી વધુ સરેરાશ 20.79 ટકા મતદાન તથા સૌથી ઓછું વોર્ડ-10માં 8.29 ટકા મતદાન નોંધાયું છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જૂનાગઢમાં જંગ છે. મતદારોની નિરસતાના પગલે પક્ષો દોડતાં થયા છે. મોરબી નગરપાલિકામાં સરેરાશ 3.12 ટકા મતદાન, બોટાદ નગરપાલિકામાં સરેરાશ 2.60 ટકા મતદાન, ખેડાની કપડવંજ તાલુકા પંચાયતમાં 5.71 ટકા મતદાન, કઠલાલ તાલુકા પંચાયતમાં 6.78 ટકા મતદાન થયું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધીમું મતદાન થયુ છે તેમાં બે કલાકમાં વલસાડમાં 4.43 ટકા મતદાન થયુ છે. તેમજ પારડી નગરપાલિકામાં 6.41 ટકા મતદાન તથા ધરમપુર નગરપાલિકામાં 7.25 ટકા મતદાન થયુ છે.

મતદાન માટે ચૂંટણીકાર્ડ ઉપરાંત 14 દસ્તાવેજી પુરાવા માન્ય રહેશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનારા મતદાનમાં જો કોઈ મતદાર ચૂંટણીકાર્ડ રજૂ ન કરી શકે તો તેઓના અન્ય 14 દસ્તાવેજી પુરાવા પણ માન્ય રહેશે. જેમાં પાસપોર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, કેન્દ્ર-રાજ્ય, જાહેર સાહસો અથવા પબ્લિક લિ. કંપનીઓ તરફથી કર્મચારીને આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખકાર્ડ તેમજ ચૂંટણી તારીખથી એક માસ પહેલા ઈસ્યુ કરાયેલા પબ્લિક સેક્ટર બેન્કો અને પોસ્ટ ઓફિસોની ફોટો સાથેની પાસબુક, અનુ. જાતિ/અનુ. આદિજાતિ, ઓબીસીનું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, ફોટા સાથેના પેન્શન પ્રમાણપત્રો, કેન્દ્ર-રાજ્ય સરકારે સ્વતંત્રતા સૈનિકના ફોટો સાથેના આપેલા ઓળખકાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ, સક્ષમ અધિકારીનું વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર, મનરેગા હેઠળ આપવામાં આવેલા ફોટા સાથેના જોબ કાર્ડ અને ઈએસઆઈ હેઠળ આપવામાં આવેલું ફોટા સાથેનું ઓળખકાર્ડ તથા એનપીઆર સ્કીમ હેઠળ આરજીઆઈ દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ અને આધારકાર્ડ પણ માન્ય રહેશે.

આ પણ વાંચો: Gujarat Local Elections: પાલિકા-પંચાયતની ચૂંટણીમાં EVM ખોટકાયા, ગરબડ થયાનો આક્ષેપ

 

Tags :
BJPCongressEVM Gujarat NewsGujaratGujarat FirstGujarat local body electionsGujarat Local ElectionsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article