ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત હવામાન વિભાગનું ચિંતાજનક નાઉકાસ્ટ; 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે આજે ચિંતાજનક નાઉકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના 7 જિલ્લાઓ - કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ
04:18 PM Aug 19, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતના હવામાન વિભાગે આજે ચિંતાજનક નાઉકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના 7 જિલ્લાઓ - કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ

ગાંધીનગર : ગુજરાતના હવામાન વિભાગે આજે ચિંતાજનક નાઉકાસ્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના 7 જિલ્લાઓ - કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અન્ય 9 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના કલ્યાણપુર અને જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વલસાડના ઉમરગામમાં 2 ઇંચ અને માળિયા હાટીનામાં સવા 1 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્ર સાથેના બોર્ડર વિસ્તારોમાં ધોધમાર વરસાદે રસ્તાઓ પર પાણી ભરાવ્યા છે. ખાસ કરીને ઉમરગામના કાલ્પતરું, પાવર હાઉસ અને GIDC વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. છેલ્લા બે દિવસથી ઉમરગામમાં સતત વરસાદે સ્થાનિકોની મુશ્કેલીઓ વધારી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાંજના 4 વાગ્યા સુધી રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેના કારણે પૂર, પાણી ભરાવવું અને ટ્રાફિકમાં અવરોધ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. રાજ્ય સરકારે NDRF અને SDRF ટીમોને તૈનાત કરી છે, અને માછીમારોને 20 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં મેઘરાજાની બીજી ઈનિંગ પણ ધમાકેદાર રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સારા પ્રમાણમાં વરસાદ થયાના અહેવાલ મળી રહ્યાં છે. તો કેટલાક વિસ્તારમાં વધારે પડતો વરસાદ થયો હોવાના પણ રિપોર્ટ સામે આવી રહ્યાં છે. જોવા જઈએ તો વરસાદનો બીજા રાઉન્ડમાં ઘણો વિલંબ થયો હોવાના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. ખેડૂતોના પાકમાં જીવાતની સમસ્યાની સાથે-સાથે પાણી વગર પાક સૂકાઈ રહ્યો હતો. આ વચ્ચે જ વરસાદની એન્ટ્રી થતાં જ પાકને નવજીવન મળી ગયું હતું.

જોકે, કેટલાક વિસ્તારમાં વધારે પડતા વરસાદે પાકને નુકશાન પણ કર્યું હોવાના સમાચાર મળી રહ્યાં છે. ગુજરાતના મોટી ભાગની નદીઓમાં ચાલી રહેલા ચોમાસામાં નવા નિર આવ્યા છે. તો બીજા રાઉન્ડમાં પણ અનેક નદીઓમાં નવા નીર આવ્યા હોવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં મોટા ભાગના ડેમોમાં સારા એવા પ્રમાણમાં પાણીની આવક થતાં પિયતની સમસ્યાનો પણ સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચો-BREAKING: કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

Tags :
#GujaratMeteorologicalDepartment#HeavyRain #HeavyRaininGujaratGujaratRainRedAlert
Next Article