Gujarat : રાજ્યની 54 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ
- શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યા
- લાંબા સમયથી શાંત પડેલા વર્ગખંડો ફરી જીવંત બનશે
- 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ
Gujarat : રાજ્યની 54 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. જેમાં શૈક્ષણિક સંકુલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યા છે. લાંબા સમયથી શાંત પડેલા વર્ગખંડો ફરી જીવંત બન્યા છે. 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તથા પ્રથમ સત્ર 105 દિવસનું રહશે જેમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે.
તમામ સ્કૂલોના કેમ્પસ ફરી ભૂલકાઓના અવાજથી ગૂંજી ઊઠ્યા
રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી અંદાજે 54,000થી વધુ શાળાઓમાં આજે સોમવારથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યની તમામ સ્કૂલોના કેમ્પસ ફરી ભૂલકાઓના અવાજથી ગૂંજી ઊઠ્યા છે. રાજ્યમાં છેલ્લા 35 દિવસથી ચાલતા ઉનાળા વેકેશનમાં રવિવારે છેલ્લો દિવસ હોવાથી બજારમાં ખરીદી માટે વાલીઓની ભીડ જોવા મળી હતી.
વિદ્યાર્થીઓને 105 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે
રાજ્યની શાળાઓમાં પ્રથમ સત્રનો પ્રારંભ થયા બાદ વિદ્યાર્થીઓને 105 દિવસનો અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ મળી કુલ 43,000 જેટલી શાળાઓ આવેલી છે. જ્યારે 11400 કરતા વધુ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આમ, રાજ્યમાં 54000 જેટલી શાળા છે.
આ શાળાઓમાં 5 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું હતું
આ શાળાઓમાં 5 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું હતું. જે અનુસાર 8 જૂન રવિવારના રોજ ઉનાળા વેકેશનનો છેલ્લો દિવસ હોવાથી હવે સોમવારના રોજથી રાજ્યની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળાઓ શરૂ થવાના છેલ્લા દિવસે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થયા બાદ 9 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય કરાવશે. ત્યારબાદ 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, પ્રથમ સત્રમાં 105 દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Visavadar Assembly by-election આપ પાર્ટી ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની સભામાં હોબાળો