ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dr. Manishaben Vakil : રાજ્ય સરકારમાં બીજી વખત મંત્રી બન્યા ડો. મનીષાબેન વકીલ

ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ થયું છે, જેમાં 19 જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી છે. આ નેતાઓમાં વડોદરાના વાડી વિધાનસભાના મહિલા ધારાસભ્ય ડો. મનીષાબેન વકીલને (Dr. Manishaben Vakil - BJP) પણ સ્થાન આપવામાં આવ્યું છે. ડો. મનીષાબેન વકીલે પીએસડી સુધીનો અભ્યાસ કરેલ છે. અને તેઓ અગાઉ પણ રાજ્ય સરકારના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવે છે.
12:08 PM Oct 18, 2025 IST | PARTH PANDYA
ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ થયું છે, જેમાં 19 જેટલા નવા ચહેરાને તક આપવામાં આવી છે. આ નેતાઓમાં વડોદરાના વાડી વિધાનસભાના મહિલા ધારાસભ્ય ડો. મનીષાબેન વકીલને (Dr. Manishaben Vakil - BJP) પણ સ્થાન આપવામાં આવ્યું છે. ડો. મનીષાબેન વકીલે પીએસડી સુધીનો અભ્યાસ કરેલ છે. અને તેઓ અગાઉ પણ રાજ્ય સરકારના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવે છે.

Gujarat New Cabinet 2025 : વડોદરા શહેરના વાડી વિધાનસભા પરથી ચૂંટાઇને આવેલા મહિલા ધારાસભ્ય ડો. મનીષાબેન વકીલને (Dr. Manishaben Vakil) ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં તેઓ મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો કાર્યભાર સંભાળશે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સમાવવા માટે વડોદરા શહેર અને જિલ્લાના તમામ 10 ધારાસભ્યોને આશા હતી. પરંતુ માત્ર મનીષાબેન વકીલને જ સ્થાન આપવામાં આવ્યું છે. મનીષાબેન વકીલ સતત ત્રીજી વખત વાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવ્યા છે. તેઓ અગાઉ પણ રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.

સતત ત્રીજી ટર્મમાં ચૂંટાયા

રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં સમાવાયેલા ડો. મનીષાબેન વકીલે પોસ્ટ ગ્રોજ્યુએટ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ તેઓ ખાનગી શાળાના પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા અને સુપરવાઇઝર હતા. વર્ષ 2012 માં તેઓ પ્રથમ વખત વાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇને આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2017 અને વર્ષ 2021 માં સતત તેમને રીપીટ કરવામાં આવ્યા હતા.

બીજી વખત મંત્રી બન્યા

વર્ષ 2021 માં મનીષાબેન વકીલને પ્રથમ વખત રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સમાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તાજેતરમાં વર્ષ 2025 માં રાજ્ય સરકારના મંત્રી મંડળમાં તેમને સમાવવામાં આવ્યા છે. અને તેમને મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય મંત્રી) નો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો ----  LIVE: Gujarat New Cabinet 2025 : ચેમ્બર ફાળવણી સાથે જ દાદા સરકારનું જન કલ્યાણનું કામ શરૂ

Tags :
Dr.ManishabenVakilGujaratFirstgujaratfirstnewsGujaratiNewsGujaratNewCabinerStateMinisterVadodaraMLA
Next Article