Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ
- અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન બન્યા
- દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી
- પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે: ગોરધન ધામેલિયા
Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી છે. વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું છે કે બિનહરિફ ચૂંટવા બદલ તમામનો આભાર. વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે. નકલી દૂધ જેવુ ધ્યાનમાં આવશે તો પગલા લેવાશે તથા ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે.
પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે
વાઈસ ચેરમેન ગોરધન ધામેલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પશુપાલકોને વધુમાં વધુ ભાવ મળે તે માટે પ્રયાસ કરાશે. રાજકોટમાં 900 કરોડની ડેરીનું નિર્માણ થશે. દૂધનો પાઉડર અને પેકેજિંગ ત્યાં થશે. સૌરાષ્ટ્રમાં પશુપાલકોની પ્રગતિ ધીમી છે. જેમાં પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે.
સર્વાનુમતે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 90 હજાર કરોડને આંબી ગયું છે. દર વખતે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલે સિલેકશન જેવી પરંપરા ચાલી આવે છે, માત્ર એક જ ફોર્મ ભરાય છે.
ઇલેકશનના બદલ સિલેકશનની ચાલી આવતી પરંપરા
GCMMFમાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલ સિલેકશનની ચાલી આવતી પરંપરા અનુસાર આ વખતે સુકાની અશોક ચૌધરી અને ગોરધન ધામેલીયા બન્યા છે. અમૂલ-ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ફેડરેશનના સભ્ય સંઘો એવા ગુજરાતના 18 ડેરી સંઘોના ચેરમેન, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મત આપવામાં આવે છે. જેમાં ડેરી સંઘોના દૂધના ધંધાના આધારે મત નક્કી થયેલા હોય છે. જોકે, ફેડરેશનની સ્થાપનાથી લઇને અત્યારસુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઇ નથી, કારણ કે મતદાર એવા બોર્ડના સદસ્યો દ્વારા સર્વાનુમતે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Avatar 3ની પહેલી ઝલક, રૂ.21,56,28,58,750 માં બનેલ ફિલ્મના ખલનાયક Varang નું પોસ્ટર વાયરલ