Gujarat News : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો
- ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે
- રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયાની ચર્ચા!
- બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના CCTVમાં થઈ કેદ
Bharatsinh Solanki : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામ-સામે આવ્યા છે. રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયાની ચર્ચા! તથા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના CCTVમાં કેદ થઈ છે.
આઈસ્ક્રીમ પાર્લર બહાર રેશ્મા પટેલે રિદ્ધિ રાજપૂતને ધમકાવી હોવાની ચર્ચા
આઈસ્ક્રીમ પાર્લર બહાર રેશ્મા પટેલે રિદ્ધિ રાજપૂતને ધમકાવી હોવાની ચર્ચા છે. જેમાં રેશ્મા પટેલ રિદ્ધિ રાજપૂતને ધમકાવતી હોવાના CCTV સામે આવ્યા છે. રેશ્માના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કે વીડિયો કોલ ચાલુ હોય તેવુ જોવા મળ્યું છે. ઘટના અંગેની પોલીસે હજુ સુધી કોઈ સત્તાવર માહિતી આપી નથી.
અગાઉ પણ રેશ્માએ ભરતસિંહ અને રિદ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો
અગાઉ પણ રેશ્માએ ભરતસિંહ અને રિદ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયા હતા. ફરીથી જાહેરમાં રેશ્મા અને રિદ્ધિની બોલાચાલી ચર્ચામાં આવી છે. મોડી રાત્રે ભરતસિંહને સ્ત્રી મિત્રને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી હતી. જેમાં રિદ્ધિ રાજપુતે રેશ્મા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું જાણવા મળ્યુ છે. ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ હાલ કોર્ટ હેઠળ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 10 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?