ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat News: સ્વચ્છ સુપર લીગમાં ગુજરાતના શહેરો સામેલ, અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત

મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે દેશમાં સ્વચ્છતામાં ઈન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ Gujarat News: સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત કરાયા છે....
02:47 PM Jul 17, 2025 IST | SANJAY
મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે દેશમાં સ્વચ્છતામાં ઈન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ Gujarat News: સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત કરાયા છે....
Gujarat News, Gujarat, Swachh Sarvekshan Award, Ahmedabad, Surat, Gandhinagar Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat News: સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરને પુરસ્કાર એનાયત કરાયા છે. તેમાં મોટા સ્વચ્છ શહેરોમાં અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે છે. જેમાં દેશમાં સ્વચ્છતામાં ઈન્દોરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. તેમજ 10 લાખથી વધુ વસ્તીની શ્રેણીમાં અમદાવાદ પ્રથમ છે. તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ એનાયત થયો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત થયો છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મેયરે એવોર્ડ સ્વીકાર્યો છે. જેમાં ગાંધીનગરને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પુરસ્કાર એનાયત થયો છે.

સુપર સ્વચ્છ લીગમાં સુરત, મોટા શહેરોમાં અમદાવાદે બાજી મારી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે. 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતાં સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે. સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઇવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો-પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઇવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો-નેતાઓ હાજર રહ્યા હતા.

એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરનો સમાવેશ

સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેરને એવોર્ડ મળ્યો છે. જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે. રાજકોટ 29માં ક્રમેથી 19માં ક્રમ ઉપર આવ્યું છે. ગારબેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે. જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે 1થી 10માં રેન્ક લાવવા માટે મ્યુ. કમિશનરેની તૈયારી બતાવી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણનું 9મું સંસ્કરણ છે. આ વર્ષે પ્રતિષ્ઠિત પુરસ્કારો 4 શ્રેણીમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં સુપર સ્વચ્છ લીગ શહેરો

વસતી શ્રેણીઓમાં 5 ટોચનાં શહેરો, જેમાંથી 3 સ્વચ્છ શહેરની પસંદગી
વિશેષ શ્રેણી: ગંગા શહેર, કેન્ટોનમેન્ટ બોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા, મહાકુંભ
રાજ્યસ્તરનો પુરસ્કાર - રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું વચન આપતું સ્વચ્છ શહેર
પ્રથમવાર વસતિના આધારે શહેરોને પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરાયાં

ખૂબ નાનાં શહેરો: < 20,000 વસતિ
નાનાં શહેરો: 20,000 - 50,000 વસતિ
મધ્યમ શહેરો: 50,000 - 3 લાખ વસતિ
મોટાં શહેરો: 3 - 1 મિલિયન વસતિ
મિલિયન શહેરો: > 1 મિલિયન વસતિ

નંબર મેળવવા AMCએ મહેનત કરવી પડી

અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા માટે વિવિધ નિયમો પણ અમલી કરાયા હતા, જેમાં જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાતો હતો, જેના કારણે જાહેરમાં થૂંકતા કે ગંદકી કરતા લોકો પર અંકુશ આવ્યો. આ ઉપરાંત દુકાનો કે સોસાયટીની આસપાસ પણ ગંદકી કરતા લોકોને પણ દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ ગંદકી કરનારા એકમો કે લોકો પર કાબૂ મેળવ્યો. જેના પરિણામે જાહેરમાં ગંદકી પર અંકુશ આવ્યો. અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ પણ વધારે છે. જેથી લોકોની ટેવ બદલવા માટે પણ ઘણો સમય લાગ્યો.

2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ શહેર

એક લાખથી વધુ વસતી ધરાવતાં શહેરો
1. ઈન્દોર (મધ્યપ્રદેશ) 2. સુરત (ગુજરાત) 3. નવી મુંબઈ (મહારાષ્ટ્ર)

એક લાખથી ઓછી વસતી ધરાવતાં શહેરો
1. સાસવડ (મહારાષ્ટ્ર) 2. પાટન (છત્તીસગઢ) 3. લોનાવલા (મહારાષ્ટ્ર)

એમપીનું મહુ એ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ છે. મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ જીએસ રાજેશ્વરને એનાયત કરાયો હતો.

આ પણ વાંચો: Gujarat News: ’અટલ લેક્ચર સિરીઝ’થી રાષ્ટ્ર પ્રથમની ભાવનાને વધુ બળ મળશે :- મુખ્ય સચિવ પંકજ જોશી

 

Tags :
AhmedabadGandhinagar Gujarat NewsGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsSuratSwachh Sarvekshan AwardTop Gujarati News
Next Article