Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"જો AAP ના નામે સંમેલન હશે તો હું નહીં જાઉં" મંત્રી Kunvarji Bavaliya એ આવું કેમ કહ્યું?

ભાવનગરમાં (Bhavnagar) કોળી સમાજના (Koli Community) સંમેલન મુદ્દે કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) અને દેવજી ફતેપરાએ (Devji Fatepara) આકરું વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે ઉચ્ચ હોદ્દેદારોની સંમતિ વિના અને રાજકીય હેતુ (AAP) માટે બોલાવાયેલા સંમેલનમાં તેઓ જોડાશે નહીં. બગદાણા (Bagdana) અને નવનીતભાઈ (Navnitbhai) હુમલા કેસમાં SIT તપાસ ચાલુ હોવાથી ન્યાયની ખાતરી અપાઈ છે.
 જો aap ના નામે સંમેલન હશે તો હું નહીં જાઉં  મંત્રી kunvarji bavaliya એ આવું કેમ કહ્યું
Advertisement
  • Bhavnagar Kunvarji Bavaliya Statment: સંમેલન કયા હેતુથી બોલાવ્યું છે? 
  • કોઇ AAPના નામે સંમેલન બોલાવે તો હું ન જાઉં: કુંવરજી બાવળિયા
  • આ મામલે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પણ નિવેદન આપ્યું

Kunvarji Bavaliya Statment: ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા કોળી સમાજમાં (Koli Community) હાલ ભાવનગરમાં યોજાનારા આગામી મહાસંમેલનને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. આ સંમેલનને લઈને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) અને પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ (Devji Fatepara) કરેલા નિવેદનોએ સામાજિક અને રાજકીય આલમમાં ગરમાવો લાવી દીધો છે. ખાસ કરીને બગદાણા (Bagdana) કેસ અને નવનીતભાઈ (Navnitbhai Baldhia) પર થયેલા હુમલાના વિરોધમાં આયોજિત આ સંમેલન સામે નેતાઓએ પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કર્યા છે.

Kunvarji Bavaliya Statment: કુંવરજી બાવળિયાનો સવાલ

રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના કદાવર નેતા કુંવરજી બાવળિયાએ આ સંમેલન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "કોઈપણ સંમેલન કયા હેતુથી બોલાવવામાં આવ્યું છે તે જાણવું ખૂબ જરૂરી છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો આ સંમેલન આમ આદમી પાર્ટી (AAP) ના એજન્ડા હેઠળ કે તેના સમર્થનમાં બોલાવવામાં આવ્યું હશે, તો તેઓ તેમાં હાજરી આપશે નહીં. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો આ આયોજન માત્ર અને માત્ર સમાજના હિત અને હેતુ માટે હશે, તો તેઓ ચોક્કસપણે તેમાં ભાગ લેશે.

Advertisement

Kunvarji Bavaliya Statment: બગદાણા કેસ અને SIT તપાસ

બગદાણામાં બનેલી ઘટના અંગે બોલતા કુંવરજી બાવળિયાએ આશ્વાસન આપ્યું હતું કે આ મામલે સરકાર ગંભીર છે. તેમણે જણાવ્યું કે બગદાણા કેસમાં હાલ SIT (Special Investigation Team) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પીડિતોને પૂરો ન્યાય આપવાની ખાતરી આપી છે. તેથી, ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આવા સંમેલનો પાછળના ઈરાદા સ્પષ્ટ હોવા જોઈએ.

Advertisement

પૂર્વ સાંસદ દેવજી ફતેપરાનો ગંભીર આક્ષેપ

આ વિવાદમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાવનગરમાં જે સંમેલન બોલાવવામાં આવ્યું છે તેની જાણકારી કુંવરજી બાવળિયા કે સમાજના અન્ય ઉચ્ચ હોદ્દેદારોને આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, "માત્ર એકલ-દોકલ વ્યક્તિઓ દ્વારા જ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે."

દેવજી ફતેપરાએ ભારપૂર્વક જણાવ્યું કે સમાજનું કોઈપણ મોટું સંમેલન બોલાવતા પહેલા સમાજના તમામ નાના-મોટા હોદ્દેદારોની એક સંયુક્ત મીટિંગ (Meeting) બોલાવવી જોઈએ. સર્વ સંમતિ સાધ્યા બાદ જ આવા નિર્ણયો લેવા જોઈએ, જેથી સમાજની એકતા જળવાઈ રહે.

તટસ્થ તપાસની ખાતરી

નવનીતભાઈ (Navnitbhai Baldhia) પર થયેલા હુમલાના મામલે દેવજી ફતેપરાએ માહિતી આપી હતી કે આ ઘટનાને પગલે SIT ની રચના કરવામાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ મામલે તટસ્થ તપાસના આદેશો આપી દીધા છે. જ્યારે સરકાર અને તંત્ર યોગ્ય દિશામાં કામ કરી રહ્યું હોય, ત્યારે સમાજના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયાસો ન થવા જોઈએ તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Bagdana: નવનીત બાલધિયા હુમલા કેસમાં 8 આરોપી જેલ હવાલે!

Tags :
Advertisement

.

×