Gujarat Rain Forecast : રાજ્યમાં કમોસમી વરસાદથી 14 લોકોના ભોગ લેવાયા, અમરેલી-સુરતમાં વરસાદ શરૂ
Gujarat News : ગુજરાતના ત્રણ તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગરના સિહોરમાં પોણા બે ઇંચ વરસાદ તથા ગાંધીનગરના માણસામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો સાથે જે વડોદરાના શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યભરમાં કમોસમી વરસાદની વાત કરીએ તો 114 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
રાજ્યભરમાં માવઠાથી 8 લોકોના મોત થયા
રાજ્યભરમાં માવઠાથી 8 લોકોના મોત થયા છે. વડોદરામાં એક રિક્ષા ચાલક પર વીજતાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નિપજ્યા હતા. અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મોત નિપજ્યા તથા અમદાવાદના ધોળકા હાઈવે પર રિક્ષા પર હોર્ડિંગ પડતા ચાલકનું મોત નિપજ્યું છે. અમદાવાદ શહેરમાં 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો છે. અલગ અલગ વિસ્તારની અંદર 23 જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે. મોડી રાત્રે શહેરભરમાં ભારે વરસાદ આવ્યો છે તથા આજે વહેલી સવારે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આગામી ત્રણ દિવસમાં એક ઇંચથી પણ વધારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી છે.
May 6, 2025 2:36 pm
સુરતમાં ફરી આજે વરસાદ શરૂ થયો
May 6, 2025 2:17 pm
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં સુરતમાં ફરી આજે વરસાદ શરૂ થયો છે.
અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તાર વરસાદ શરૂ
May 6, 2025 1:59 pm
જિલ્લાના ડુંગર માંડલ બાલાપર મસુંદડા સહીત ગામડામાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં લીલીયામાં વરસાદ પડતા નાવલી નદીમાં પાણી વધ્યુ છે. સમગ્ર જિલ્લામાં ચોમાસા જેવો માહોલ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
May 6, 2025 12:52 pm
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. ભારે પવન ફૂંકાતાં અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. વડોદરા, અમદાવાદ અને ભરૂચમાં ધૂળની આંધી સર્જાતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો, જેના કારણે વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.
પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે
May 6, 2025 11:03 am
રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં મોટું નુકસાન થયુ
May 6, 2025 11:00 am
રાજ્યમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં મોટું નુકસાન થયુ છે. જેમાં 24 કલાકમાં માવઠાના કારણે 14 લોકોના મોત અને 16 ઘાયલ થયા છે. કમોસમી વરસાદના કારણે 26 પશુના પણ મોતના અહેવાલ છે. પંચમહાલમાં 6, ખેડા જિલ્લામાં 1 મકાન વરસાદમાં ધરાશાયી તથા વીજળી પડતા 3 અને ઝાડ પડવાથી રાજ્યમાં 4 લોકોના મોત થયા છે. ધૂળભરી આંધીના કારણે હોર્ડિંગ પડતા 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. ખેડામાં કમોસમી વરસાદથી સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 3, અરવલ્લીમાં 2, દાહોદ જિલ્લામાં 2 લોકોના મોત થયા છે. અમદાવાદ અને દાહોદ જિલ્લામાં માવઠાથી 2-2 લોકોના મોત થયા છે. તથા આણંદમાં પણ વરસાદના કારણે દિવાલ પડતાં મહિલાનું મોત થયુ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યાના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો
May 6, 2025 9:53 am
ગજરાત રાજ્ય છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યાના 168 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ખેડાના કપડવંજમાં 24 કલાકમાં 1.50 ઈંચ વરસાદ, માણસા, સિહોરી, જોટાણાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. મહેસાણા, કડી, ભાવનગરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. તથા ડોલવણ, નડિયાદ, મહિસાગરના ખાનપુરમાં 1 ઈંચ વરસાદ તથા અન્ય 7 જેટલા તાલુકામાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. બાકીના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.
દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર થઇ
May 6, 2025 9:51 am
દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર થઇ છે. જેમાં જિલ્લાના 8 ગામોમાં 15 થી વધુ સ્થળે ઘરોમાં આગ લાગતા ભારે તારાજી સર્જાઇ હતી. કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા. 45 મિનિટ સુધી વાવાઝોડુ ચાલ્યુ, 27 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડુ ફૂંકાયુ હતુ. 200 જેટલા પોપટ મરણ પામ્યા છે. વીજ કેબલો તૂટી જતા મોટા ભાગના શહેરમાં અંધારપટ છે.
વરસાદને લઈને મુંબઈથી કચ્છ તરફ આવતી ટ્રેન મોડી પડી
May 6, 2025 8:57 am
ગઈકાલે પડેલા વરસાદને લઈને મુંબઈથી કચ્છ તરફ આવતી ટ્રેન મોડી પડી છે. જેમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેન 3 કલાક મોડી પડી હતી. તેમાં મુંબઈથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેન 4 કલાક મોડી પડી હતી. ટ્રેનો મોડી પડવાના કારણે પ્રવાસીઓ પરેશાન થયા હતા. લોકોને ધાર્મિક પ્રસંગો તથા લગ્ન પ્રસંગોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ 1 ઇંચ કમોસમી વરસાદ
May 6, 2025 8:56 am
છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ 1 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં તાલુકા વાઇઝ નજર કરીએ તો અંકલેશ્વરમાં 6 મિમી, આમોદમાં 2 મિમી, જંબુસરમાં 9 મિમી, ઝઘડિયામાં 3 મિમી, નેત્રંગમાં 5 મિમી, ભરૂચમાં 3 મિમી, વાગરામાં 7 મિમી, વાલિયામાં 5 મિમી અને હાંસોટમાં 15 મિમી કમોસમી વરસાદ નોંધાયો છે.
ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે પાટણ જિલ્લામાં ભારે નુકસાન
May 6, 2025 7:52 am

પાટણ જિલ્લામાં ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ક્યાંક પતરા ઉડ્યા હતા, તો ક્યાંક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. ગાજદીનપુરા ગામે અનેક ઘરોના પતરા ઉડી ગયા હતા, તેમજ પાટણ શહેરમાં અને ઉપલીયાસરા ગામે વીજપોલ ધરાશાયી થયા હતા
અમદાવાદ ભારે વરસાદથી અનેક વૃક્ષો થયા ધારાશાઈ
May 6, 2025 7:21 am
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 23 જેટલા વૃક્ષો ધારાશાઈ થયા છે. વાડજ, પ્રહલાદનગર, ઉસ્માનપુરા, શાહપુર સહિતના વિસ્તારમાં વૃક્ષો ધારાશાઈ થયા છે. ગત મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આપવામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Ahmedabad Rain Update : Ahmedabad માં ભર ઉનાળે ધોધમાર વરસાદ
May 6, 2025 7:20 am
વરસાદને કારણે આઇસર સાથે ત્રણ ગાડીઓ ટકરાઈ
May 6, 2025 7:19 am
અમદાવાદના રીંગરોડ હેબતપુર કટ પાસે મોટો અકસ્માત થયા છે. જેમાં વરસાદને કારણે આઇસર સાથે ત્રણ ગાડીઓ ટકરાઈ છે. સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને લીધે અકસ્માત સર્જાયો છે. બમ્પની સમસ્યાને કારણે વારંવાર આકસ્માત સર્જાય છે : સ્થાનિકો
અમદાવાદમાં ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા
May 6, 2025 7:19 am
અમદાવાદમાં ભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પવનના કારણે યુનિવર્સિટી વિસ્તારનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ છે. તથા વૃક્ષની નીચે પાર્ક કરેલું વાહન પણ દબાઈ ગયું છે.
વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી
May 6, 2025 7:19 am
રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારેરાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. આજે પણ કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે.
આજે કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
May 6, 2025 7:16 am
આજે કચ્છ અને બનાસકાંઠા સહિત 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ આવ્યો છે. જેમાં 114 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો છે.