Mehsana: સાયબર ફ્રોડ, બેંક એકાઉન્ટ ભાડે આપી કરોડોનું કૌભાંડ કરનાર ગેંગ ઝડપાઈ
- Mehsana માં સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ભાડે આપવાનું રેકેટ ઝડપાયું!
- મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ૫ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ
- બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયામાં ખાતા ખોલાવી કમિશન પર આપ્યા
- 804કરોડથી વધુના સાયબર સ્કેમ અને કેરળ સાથે ગેંગના તાર જોડાયેલા
- સાયબર ફ્રોડના 21.50 લાખ રૂપિયા આ એકાઉન્ટ્સમાં મેળવ્યા હોવાનો ખુલાસો
- પોલીસ દ્વારા વધુ આરોપીઓની શોધખોળ, આંતરરાજ્ય નેટવર્ક પકડવાની કવાયત તેજ
મહેસાણા (Mehsana) સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં સાયબર ફ્રોડ (Cyber Fraud) માટે બેંક એકાઉન્ટ ભાડે આપતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ ટોળકી દ્વારા બેંક ઓફ બરોડા (Bank of Baroda) અને બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતા ખોલાવીને તેને કમિશનના બદલામાં સાયબર ઠગાઈ કરતી ગેંગને વાપરવા માટે આપવામાં આવતા હતા.
ગેંગની મોડસ ઓપરેન્ડી અને કરોડોનું કનેક્શન
આ કૌભાંડનો વ્યાપ અત્યંત મોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ ગેંગના તાર 804 કરોડ (Rs 804 Crore+) થી વધુના સાયબર સ્કેમ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. આ ટોળકીના કેરળ (Kerala) રાજ્યમાં નોંધાયેલા સાયબર ક્રાઈમ કેસ સાથે પણ સીધા સંબંધો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં 21.50 લાખ રૂપિયા જેટલી રકમ સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવી હતી.
Mehsana: પોલીસ કાર્યવાહી
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પ્રગ્નેશ પ્રજાપતિ, મીત બારોટ, કિરીટ પરમાર, હરેશ ઠાકોર અને વિક્રમ ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગ ખાતા ભાડે લેનારા અને ભાડે આપનારા બંને પક્ષે સક્રિય હતી. હાલમાં પોલીસે વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને આ આંતરરાજ્ય ગેંગના અન્ય કનેક્શન શોધવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Panchmahal: સાયબર કૌભાંડ ઝડપાયુ, ફેક બેંક એકાઉન્ટ દ્વારા કરોડોની હેરાફેરીનો પર્દાફાશ


