Gujarat News Today: આજે 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને NEET પરીક્ષાનો વિશેષ સંયોગ! રાજ્યમાં NEET પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, તો બીજી તરફ રાજકોટ, કચ્છ, અંબાજી અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત યોગમય બન્યું છે. વલસાડમાં કોળી સમાજના સંમેલન સાથે આજે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એકબાજુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાશે, તો બીજીબાજુ રાજ્ય યોગની આભાથી ઝળહળી ઉઠશે.
અમદાવાદ
રવિવારે ગુજરાત સહિત દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષા યોજાશે. ત્રણ મહિના પહેલા યોજાયેલી Neet ની પરીક્ષામાં ગેરરીતિના આરોપ લાગ્યા બાદ 12 મે ના રોજ રદ કરવામાં આવી હતી. જે પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા 21મી જૂને લેવાની જાહેરાત કરી હતી. દેશભરમાંથી અંદાજે 2 લાખ 79 હજાર વિદ્યાર્થીઓ, રાજ્યમાંથી અંદાજે 77 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને અમદાવાદ શહેરમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ Neet ની પરીક્ષા આપશે.
શાંતિપૂર્ણ માહોલમાં NEET પરીક્ષા પૂર્ણ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં જિલ્લા, અને શહેરી સ્તર પર સ્થાનિક વહીવટી પ્રશાસન અને પોલીસ વશાસન સાથે મળીને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે કંટ્રોલ રૂમમાં પરીક્ષા કેન્દ્રો આસપાસના CCTV ફૂટેજ પર ખાસ નજર રખાશે. 23 પરીક્ષા કેન્દ્રો બહાર મુવિંગ CCTV મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે સુરક્ષા બંદોબસ્ત માટે તૈનાત રહેશે.
રાજકોટ
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. સવારે છ વાગે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં રાજકોટના લોકો યોગ કરશે. રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા, રાજકોટના ધારાસભ્ય અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
કચ્છ
12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કચ્છમાં ભુજના સ્મૃતિવન ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને થશે.
વલસાડ
આજે વલસાડમાં કોળી સમાજ વાડી ખાતે કોળી સમાજનું સંમેલન યોજવામાં આવશે સાથે જ તેજસ્વી તારલાઓ અને પદાધિકારીઓ નું સન્માન કરવામાં આવશે પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વર પટેલ આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના વિસુઅલ મંત્રીની બાઈટ અને કોઈપણ અન્ય તથા પાણી ને લગતા પ્રશ્નો પર બાઈટ મળી શકે છે.
બનાસકાંઠા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે 21 જૂનના રોજ પાલનપુર ખાતે પોલીસ હેડક્વાર્ટર મેદાનમાં વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાગ લેશે.
વાવ થરાદ
આજે જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહેશે. યોગ દિવસની ઉજવણી મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ પણ રહેશે ઉપસ્થિત
અંબાજી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વિશ્વ ફલક ઉપર એક નવી ઓળખ અપાવી છે. ત્યારે આજે 21 જુનના રોજ 12 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી થવાની છે. બનાસકાંઠાના પવિત્ર સ્થળ શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચરચોકમાં વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આબુરોડ થી રોડમાર્ગે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચશે.
આ પણ વાંચો : Rashifal 21 June 2026 : ચમકી ઉઠશે આ 3 રાશિઓનું ભાગ્ય, આજે મળશે મોટી ખુશખબર!